સાપ્તાહિક રાશિ ભવિષ્ય

185

મેષ

આ  સપ્તાહ માટે, ઉતાવળવૃતિ તથા ત્વરીત પ્રતિક્રિયા પર કાબુ રાખવો, સાથે  આરોગ્ય બાબતે વિશેષ કાળજી લેવી. જથ્થાબંધ તથા વિદેશ વ્યાપાર તેમજ વિદેશ સંબંધિત ઉત્પાદનાં તમામ ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  સરકારી કર્મચારી માટે ચડાવ ઉતાર સાથે પણ આ સપ્તાહ સારુ જણાશે, બદલીનાં સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ  સપ્તાહ પણ સારુ રહેશે.  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ૨૪ ત્થા ૨૮  માર્ચનાં દિવસો  સાધારણ રહેશે.

વૃષભ

ધાર્મિક કે તિર્થ સ્થાનોએ પ્રવાસ થવાનાં સંયોગો.   જુના દેવું-કરજ માંથી  છુટકારો થવાના પ્રયાણ થશે.  કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશ ઉતાર ચડાવ જોવા મળશે.  સરકારી કામકાજમાં થોડી ધીરજ રાખીને આગળ વધવું.  જમીન તથા નવા મકાનના યોગ. મૂડી રોકાણ માટે ઉતમ સમય સંપતિ તથા રોકડ-બચતમાં વધારો થવાની શકયતા.  ઉદ્યોગ, વ્યાપાર-વણિજ તથા સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નિવૃતો, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  ૨૪ તથા ૨૬ માર્ચ સામાન્ય રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન  દોડાદોડી તથા શારીરિક રીતે શ્રમ  રહેશે,  એટલે માનસિક રીતે સજ્જ થઈ જવું. વાહન ધીમે ચલાવવું. શારીરિક પરિશ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ રહેશે. પારિવારીક કાર્યોમાં ભાગદોડ રહેશે,   તમામ કાર્યો નિરાંતે કરવાં કારણ આ સપ્તાહના દરેક કાર્યમાં કોઈ ને કોઈ દોડધામ કે ઉતાવળ રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાધારણ નીવડશે.  પરિવાર સુખ તથા સહકાર યથાવત રહેશે.  ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભાદાયી સપ્તાહ.  ૨૫  તથા ૨૮ માર્ચના દિવસો મધ્યમ રહેશે.

કર્ક

આ સપ્તાહ દરમ્યાન  જુગારમાં કે શેર સટ્ટામાં મોટી હાની થવાની સંભાવના, આથી, યથામતિ નિર્ણય લઈને જ કામકાજ કરવાં.  પ્રોફેશનલ્સ તથા વ્યવાસાયિક કલાકાર વર્ગ ખુબ જ લાભદાયી સપ્તાહ, સાથોસાથ અણધાર્યો કોઈ મોટો લાભ થવાનાં સંયોગો. ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  જલીય આહારના વ્યાપારી, ઉત્પાદક માટે આ સપ્તાહ  ખુબજ લાભદાયી નીવડ્શે. સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  મધ્યમ જણાશે.શિક્ષકો, આધ્યાપકો, છાત્રો,  નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો માટે  લાભદાયી સપ્તાહ.  કેવળ ૨૨ માર્ચ સાધારણ જણાશે.

સિંહ

દુષિત યોગ વાળા આ રાશિ-જાતક માટે આ સપ્તાહ સાનુકુળ અને લાભદાયી નીવડશે.   આ સપ્તાહે અનેક વિધ લાભો મળવાનાં સંયોગો દર્શાય છે, આથી  યુગો પુરાણી આળસનો ત્યાગ કરવો. પારિવારીક તથા ઘરેલુ બાબતોમાં સુધારાની સંભાવના.  મૈત્રી સંબંધોથી લાભના સંયોગો.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ નીવડશે. જથ્થાબંધ તથા છુટક વ્યાપારીઓ માટે  આ સપ્તાહ  અણધાર્યા ફાયદાકારક જણાશે.  જાહેર ક્ષેત્ર  તથા તમામ શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા રહેશે. સરકારી- ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૨૨ માર્ચ અર્ધ સામાન્ય રહેશે.

કન્યા

એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ સાથે જોડાયેલ તમામ  જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  ખુબ જ લાભકારક જણાશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે.  સગાં વહાલાઓ માટે સરેરાશ સપ્તાહ.  ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.   ૨૩ ત્થા ૨૪ માર્ચ નો દિવસ સરેરાશ રહેશે.

તુલા

નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા લાભ કર્તા  નીવડશે. ઘન તથા તરલ તમામ ઈંધણના  સપ્લાયર્સ તથ વ્યાપારીઓ માટે આ  સપ્તાહ લાભદાયી નીવડશે.  આર્યન મશીનરીઝના વ્યાપારીઓ ઉત્પાદકો તથા ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક સંબંધિત  ઉદ્યોગ વ્યાપાર તેમજ બ્યુટીપાર્લર જેવાં નાના એકમનાં જાતકો માટે  આ સપ્તાહ પણ  ફાયદાકારક જણાશે.  જાહેર કલાક્ષેત્રના તમામ ફિલ્ડના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સર્વિગ બિઝનેશ  ક્ષેત્રનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ.  પરિવારમાં સુમેળતા જણાશે. થયેલા ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૨૮ માર્ચ મધ્યમ રહેશે.

વૃશ્ચિક  

આ સપ્તાહ દરમ્યાન  ભાગીદારો વચ્ચે  થયેલા  મનદુ:ખ તથા કલેશનું  સમાધાનના સંયોગો.  આ સિવાય આ રાશિ માટે કહી શકાય તેવાં કોઈ વિધ્ન કે અડચણ કે વિશેષ પરિવર્તન નથી દેખાતાં. પન્નોતિ ઉતરી જવાંના  કારણે લાભોદયની સાથો સાથો સ્વભાવમાં આનંદ અને નિરાંતની લાગણી થશે. દરેક પ્રકારનાં નાનાં મોટા ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ  પણ ખુબ જ લાભદાયી રહેશે. સરકારી તથા  ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૨૮ માર્ચ નો દિવસ  અર્ધ સાધારણ રહેશે.

ધન

આ  સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયનાં કારણે  ભાગદોડ થવાંનાં સંયોગો,  ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયક સાબીત થશે. તેમજ  માટી, સીરામીક, બીલ્ડીંગ મટીરીયલ એક્મના જાતકો માટે આ સપ્તાહ લાભકર્તા નીવડ્શે સખત પરિશ્રમ વાળા જાતકો માટે  આ સપ્તાહ પણ લાભદાયી જણાશે, સાથે ધંધામાં નવી તકો પણ આપશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે સારુ સપ્તાહ.  ૨૬ માર્ચ સામાન્ય રહેશે. .(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

આ સપ્તાહે પણ પન્નોતિનો હકારાત્મક પ્રભાવ જણાશે. આથી ઉતાવળે કોઈ નિર્ણય ન લેવાં, તેમ લોભ લાલચ કે આવેશમાં આવી કોઈ પણ કામકાજ ન કરવાં કે પ્રતિક્રિયા ન આપવી. ચિકિત્સા સંબંધિત ક્ષેત્ર ત્થા ભારતિય વેદીક વિજ્ઞાનનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી નીવડશે. ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ આખુ અઠવાડીયું ન લાભ, ન હાનિ વાળુ નીવડશે. હેવી મશીનરીઝ કે હેવી વ્હીક્લ્સનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ જણાશે . છાત્રો, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે  ૨૩, ૨૫, ૨૭ માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

હેવી મશીનરીઝ વાળા હેવી ઉદ્યોગના જાતકો માટે આ સપ્તાહે પણ પન્નોતિનો પ્રભાવ જણાશે પરંતુ હળવો રહેશે. સાથે સપ્તાહ દરમ્યાન હળવી ભાગદોડ રહેશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા સખત પરિશ્રમ વાળા નાના ઉદ્યોગ, વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  સરકારી તથા અર્ધ સરકારી જાતકો માટે આ સપ્તાહ પણ થોડું ઘણું પ્રતિકુળ નીવડશે.  નિવૃતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો વર્કીંગ વૂમન, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડ્શે  ૨૫ તથા ૨૭ માર્ચ સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

ફેશન   ફેબ્રીક તથા કોસ્મેટીક  સંબંધિત  ઉદ્યોગ વ્યવસાય કે વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતકો તથા જનરલ મર્ચંટ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ટ્રક  ટ્રાંસ્પોર્ટેશન્સ જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ  નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  મધ્યમ વર્ગના તથા પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ૨૪, ૨૭ માર્ચ  અર્ધ મધ્યમ જણાશે.

Loading...