સાપ્તાહિક રાશિ ભવિષ્ય

173

મેષ

અગ્નિ કે વિજળી સંબંધિત ઉત્પાદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. જનરલ ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. નાનાં ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે.  હર્બલ અને ફાર્માસ્યુટીક્લ્સ નાં જાતકો માટે ચડાવ ઉતાર રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે સાનુકુળ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૨૩ ૨૪ ત્થા ૨૫ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

 

વૃષભ

અવૈધ વહિવટ, વ્યવહાર કે વ્હાલથી સંભાળવું. જુના દ્વેષો, કલેશોમાં મુક્તિ. નવી તકો નવા અવસરો મળવાંના સંયોગો.  ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  બગડેલાં સંબંધો સુધરતાં જણાય, દાંપત્ય જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૨૪ તથા ૨૫ જાન્યુઆરીનાં દિવસો સાધારણ રહેશે.

મિથુન

સરકારી શૈક્ષણિક સંસ્થાનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન હળવો સંઘર્ષ  થવાંની તથા ચડાવ ઉતાર આવવાંની સંભાવના. નાના મોટા  દરેક ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  હળવુ લાભદાયી નીવડશે. ખાનગી શૈક્ષણિક  તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશેકુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  ૨૩, ૨૪ ત્થા ૨૫ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

સરકારી શૈક્ષણિક સંસ્થાનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારનાં લાભ મળવાંની સંભાવનાં, સાથે બઢતી બદલીનાં પણ સંયોગો જણાશે. ફેશન, ફેબ્રીક, ત્થા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાધારણ રહેશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે ફાયદાકારક  સપ્તાહ. છુટક  વ્યાપારીઓ માટે સાનુકુળ  સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળું રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે.  ૨૨ જાન્યુઆરી સામાન્ય રહેશે.

સિંહ

આ સપ્તાહ અતિ નિરાંતવાળું ત્થા અનુકળ રહેવાંની સંભાવના.    ખાનગી ટ્રાવેલ્સ તથા ટુરીરીઝ એકમનાં જાતકો માટે  હળવો સંઘર્ષ જણાશે.  જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ  મધ્યમ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ.  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ ને સુખદાયી રહેશે.  ૨૫ જાન્યુઆરી સામાન્ય રહેશે.

ક્ધયા

ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડ શે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે પરંતુ ઉગ્ર ચર્ચા કે ઝગડા કે વિવાદથી દુર રહેવું. સગાં, મિત્રો, સ્નેહી તરફથી  લાભના સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  ૨૩, ૨૪ જાન્યુઆરીનાં દિવસો મધ્યમ રહેશે.

તુલા

ખાનગી તથા સરકારી તમામ શૈક્ષણિક  એકમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું કે સંઘર્ષ વાળુ રહે તેવી સંભાવના.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  કોઈ પણ  ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક માટે મધ્યમ સપ્તાહ.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક કારક નીવડશે. ૨૫ જાન્યુઆરી  સામાન્ય  રહેશે.

વૃશ્ચિક

નવાં કે અધુરા કામકાજ માટે આ એક સપ્તાહ માટે થોભી જવું.  તેમજ સરકારી કામકાજમાં નમતાં છાબડે વ્યવહાર કરવો.  હેવી મશીનરી ઉદ્યોગ તથા   વ્યાપાર વણિજનાં જાતકો માટે ઉતમ સપ્તાહ.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ.   તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  હળવું હળવું રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ, મિત્રોથી આ સપ્તાહ માટે સાચવવું.  ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે  અનુકુળ સપ્તાહ.  ૧૯ તથા ૨૪ જાન્યુઆરીએ વિશેષ સાચવવું.

ધન

હેવી મશીનરી ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે.  રીયાલ્ટી, શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે અતિ સામાન્ય સપ્તાહ.  ફેરી કરતાં કે ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાધારણ સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. પનોતિના કુપ્રભાવથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ.  ૨૩, ૨૪ તથા ૨૫ જાન્યુઆરી સાધારણ રહેશે .

મકર

કલર, કેમિકલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશ્ન્સ એકમના તમામ જાતકો માટે ભાગદોડ રહેશે સાથોસાથ લાભ થવાંનાં સંયોગો.  મધ્યમ કદનાં ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  ખાનગી ક્તથા  સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ જણાશે. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૧૯, ૨૨  ત્થા ૨૪ જાન્યુઆરીના દિવસો  સાધારણ રહેશે.  પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું

કુંભ

આયુર્વેદીક ફાર્મસી કે હર્બલ પ્રોડકટ ના ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ વાળુ નીવડશે.  સ્યુડો ફિલોસોફર્સ, બૌદ્ધિકો, વિચારકો માટે પ્રતિકુળ સપ્તાહ.મોટા કે હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે.  કુટુંબમાં સાથ સહકાર રહેશે. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ મહિના તથા અંતિમ મહિનો જ સંભાળવું.

મીન

કોમોડીટી, શેર બજાર, રીયાલ્સ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે.  રગ રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે  આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. સેલેબ્રીટી જાતકો માટે  પ્રતિકુળ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.   અધુરા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ.  ૨૩ જાન્યુઆરી  સામાન્ય જણાશે.

Loading...