Abtak Media Google News

મેષ :

001 2

અગ્નિ તત્વ જેવાં કે પેટ્રોલિયમ પ્રોડક્ટ કે  કોલસો  ત્થા અન્ય જવલનશીલ પદાર્થ ના વ્યાપાર વણિજ ના જાતકો માટે સારુ સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. સાથે લાભદાયી રહેશે.  સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કાર્યોમાં રૂકાવટ આવવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. પરિવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળતા એવી ને એવી રહેશે. સંતાન સુખ માટે ગર્ભાધારણના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  ૨૭ તથા ૩૦ નવેમ્બર સરેરાશ રહેશે

વૃષભ :

002 2

લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રે  સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  નાના ઔદ્યોગિક એકમ તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમયગાળો. બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પણ પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ૨૫,૨૬ તથા ૩૦ નવેમ્બર સાધારણ રહેશે.

મિથુન :

003 2

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભ તેમજ હાનીના સંયોગો એક સાથે બને છે, યથામતિ નિર્ણય કે કામકાજ કરવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ ચંદ્ર સાથે બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયી નીવડશે, સાથે વાણી પર કાબુ રાખવો.  મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  કલા વ્યવસાય માટે સારુ સપ્તાહ. શો બિઝનેશ માટે સારો સમય.પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતાના સંયોગો.  પ્રવાસની સંભાવના. ૨૫ તથા ૨૭ નવેમ્બર સામાન્ય રહેશે

કર્ક :

004 2

શીપીંગ તથા ફિશીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્તાહ, મરીન એંજીનીયરીંગ માટે પણ સારો સમય.  ફુડ  બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે સારુ સપ્તાહ. રસાયણ તથા શીતળ પેયના ઉદ્યોગ વ્યાપાર માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના તમામ જાતકો તથા ફાર્મસી માટે સારો સમયગાળો. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે મધ્યમ સમય. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. ૨૪ નવેમ્બર  સામાન્ય રહેશે

સિંહ :

005 2

નાના કે કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે સાથે નવાં નવાં અવસરોના સંયોગો.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. મહેનત મજુરી જેવાં ધંધા વ્યાપાર માટે સારુ સપ્તાહ સારુ. ટલ્લે ચડી ગયેલા કામકાજને દિશા મળવાની શકયતા. માતા-પિતા સાથે મતભેદ થવાની સંભાવના. સરકારી કર્મચારીઓ માટે  આ સપ્તાહે પણ  વિશેષ કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  દિનાંક ૨૪ તથા ૨૭ નવેમ્બર સાધારણ રહેશે.

કન્યા :

006 2

કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ કે સેવા આપનાર તમામ વર્ગના અધિકારી એવમ કર્મચારીઓ માટે સારુ સપ્તાહ નીવડશે.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં સર્વ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. સગાં, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. લાંબા પ્રવાસના યોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૨૫, ૨૬ તથા ૨૭   નવેમ્બર મધ્યમ રહેશે.

7537D2F3

તુલા :

007 2

આ સપ્તાહ  દરમ્યાન કેટલાક અણધાર્યા ફાયદા થવાંની સંભાવના.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસના સંયોગો.  ગૃહિણીઓ, નિવૃતો તેમજ ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ, ૨૪ નવેમ્બર મધ્યમ રહેશે.

વૃશ્ચિક :

008 2

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહ થોડું ભારે હોતાં સાવચેતી રાખીને કામકાજ કરવાં. નીચસ્થ મંગળ વાળા જાતકો માટે સારુ સપ્તાહ. નાનાં ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે સારુ સપ્તાહ, છતાં આ સપ્તાહ દરમ્યાન નાની નાની વિપદા જોવાં મળશે.ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ.  સગાં તથા સ્નેહી સાથે નાની ગેરસમજ થવાંના સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર રહેશે.  યુવાવર્ગ માટે થોડો કષ્ટદાયી સમયગાળો, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ૨૪ થી ૨૭ નવે. સુધીના દિવસો સાચવવાં જેવાં છે.

ધન :

009 2

આ સપ્તાહ દરમ્યાન માનસિક નિરાંત તથા શાંતિ વળવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારીના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જુની ઉઘરાણી પાકવાની સંભાવના, તેમજ અધુરુ કે ટલ્લે ચડેલું કાર્ય પુરુ થવાંની શકયતા. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.પન્નોતિથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ, જરુર પુરતું રંધાવુ-ખવાવું જોઈએ,  ૨૯ નવેમ્બર સામાન્ય રહેશે.

મકર :

010 3આ સપ્તાહે પન્નોતિનો હળવા પ્રકોપ વાળો પ્રભાવ જોવાં મળશે. નવા કાર્યો કે ઓફર માટે સમય લઈ, સલાહ સુચન કર્યા બાદ આરંભ કરવો. છેતરામણી કે લલચામણી ઓફર આવવાની સંભાવના. વ્યાપાર વણિજ કે ઉદ્યોગ માટે મધ્યમ સપ્તાહ. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  શેર બજાર, કોમોડીટી માટે સામાન્ય સપ્તાહ. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે સુમેળના સંયોગો. ૨૮ તથા ૩૦ નવેંબર સાધારણ રહેશે. પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું.

કુંભ :

011 2

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ, તથા સેલેબલ વ્યક્તિ માટે નબળુ સપ્તાહ.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ અનેક પ્રકારે લાભદાયી નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બઢતી બદલી સાથે ફાયદાઓની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે.  કુટુંબી જનો તથા સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તેમજ  ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૩૦ નવેમ્બર સાધારણ રહેશે.

મીન :

012 2

આ સપ્તાહ પણ અનેક રીતે લાભકારક નીવડશે, ખાસ કરીને કોમોડીટી, ગ્રેઈન મર્ચંટ માટે વિશેષ.મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્ર ના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. તેમજ ફાઈનાંસ કપની કે શરાફો માટે સારુ સપ્તાહ. શીપીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગો માટે સારુ સપ્તાહ. આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં યોગ.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  કુટુબ – પરિવાર સાથે પ્રવાસ કે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૩૦ નવેંબર અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.