સાપ્તાહિક રાશી ભવિષ્ય

મેષ :-  અ,લ,ઈ

નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકારના નાના નાના વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે, પરંતુ લાભદાયી રહેશે.  અધુરા રહેલ સામાજીક તથા વહીવટી કાર્યોને સંપન્ન કરવાનો યોગ્ય સમયગાળો. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. પરિવારમાં સુમેળતા અકબંધ રહેશે. સગાં સ્નેહી જનો દ્વારા સાથ સહકારના સંયોગો. સંતાન સુખ માટે ગર્ભાધારણના સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૦ નવેમ્બરનો  દિવસ સરેરાશ રહેશે, અન્ય દિવસો સારા રહેશે .

વૃષભ :- બ,વ,ઉ

મોટા વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિકના એકમના જાતક માટે  આ સપ્તાહ હળવું ચડાણ વાળું રહેશે.  જયારે નાનાં નાના ધધા વ્યવસાયમાં ફાયદાના અવસરો પ્રાપ્ત થવાનાં સંયોગો.  નવા એકમના પ્રયાણ માટે સારો સમય ગાળો.  વ્યવસાયિક કલા ક્ષેત્રના જાતકો, તથા વ્યવાસાયિ માટે આ સપ્તાહ હળવું રહેશે.  સર્વિસ બિઝનેશ જેવાં એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સર્વ નોકરીયાત વર્ગ માટે સારુ સપ્તાહ.આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૧૭ તથા ૨૦ નવેમ્બરના દિવસો સાધારણ રહેશે.

મિથુન :- ક,છ,ઘ

કપરાં ચડાણ સાથે આ સપ્તાહ અનેક પ્રકારે બરકત આપનારુ તથા લાભાન્વિત સાબીત તો થશે.  સ્વગૃહી બુધ વાળા જાતકોએ તેમના વાણી પર કાબુ રાખવો, અન્યથા, પ્રતિકુળ પરિણામ આવવાની સંભાવના. વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિક એકમના જાતકો માટે સારુ સપ્તાહ, તમામ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ.  અધુરા રહેલાં કામકાજ ને પૂર્ણ કરવા માટે સારુ સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટ કે માનદ સંસ્થા માટે સરેરાશ સમય.  અવૈધ વહીવટ-વ્યવહાર તથા વ્હાલથી સંભાળવું. કુટુંબી જનો  તથા મિત્ર વર્તુળથી સાથ સહકાર.  ૧૮ નવેમ્બરનો દિવસ જ સરેરાશ રહેશે

કર્ક :- ડ,હ

શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ તમામ જાતકો માટે સારુ સપ્તાહ,  નાના નાનાં ઉદ્યોગ કે વ્યાપાર-વણિજ તથા નાના વ્યવસાય માટે  આ સપ્તાહ ઉતમ રહેશે, સાથે તેને સંબંધિત ધંધા વ્યવસાયને પણ ફાયદો થવાની સંભાવના. સરકારી કર્મચારી માટે ઉતમ સપ્તાહ, સાથે અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પણ ઉતમ સપ્તાહ. ચંદ્ર તથા શનિની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ નીવડવાંના સંયોગો. આવા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. ૨૦ નવેમ્બરનો દિવસ જ સામાન્ય રહેશે

સિંહ :- મ,ટ

અગ્નિ સંબંધિત ઉત્પાદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે સાથે ફાયર-એક્સીડેંટની હળવી સંભાવના. વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે, સાથે નવા અવસરો મળવાની સંભાવના. પિતા અથવા પુત્ર સાથે વિસંવાદીતા કે કલેશ જેવું સર્જાવાના સંયોગો. સરકારી કર્મચારીઓએ  આ સપ્તાહ માટે વિશેષ કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે સારુ સપ્તાહ. સ્વગૃહી સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ગુહિણી તથા મહિલા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  દિનાંક ૨૩ નવેમ્બરનો દિવસ સાધારણ રહેશે

કન્યા :- પ,ઠ,ણ

ઔધોગિક એકમ, વ્યાપાર-વણિજના એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે સુંદર સપ્તાહ.  નાના વ્યાપાર વણિજ માટે સારુ સપ્તાહ. છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે સરકારી કે ખાનગી શૈક્ષણિક એકમ સાથે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે  સપ્તાહ સંઘર્ષ વાળું નીવડશે. નોકરીયાત વર્ગ માટે સારુ સપ્તાહ. સગાં તથા સ્નેહીજનો સાથે અણબનાવ જેવાં સંયોગો સર્જાશે. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અને સુમેળતા અકબંધ રહેશે. તેમ જ  પારિવારીક સુખમાં પણ વધારો થશે. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. ધાર્મિક -આધ્યાત્મિક કાર્યોની સંભાવના. ૧૮, ૧૯ તથા ૨૦ નવેમ્બરના દિવસો જ મધ્યમ રહેશે.

તુલા :- ર,ત

આ સપ્તાહ દરમ્યાન  શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે હળવું ઉતાર ચડાવ વાળું રહેવાની સંભાવના. નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ કદના  વ્યાપાર વણિજ ના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી માટે બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો પૂર્ણ થવાની શકયતાઓ.  અવૈધ કે અવૈવાહિક સંબંધોમાં સાચવવું, ભાંડાફોડની શકયતા રહેલી છે. સાસરા પક્ષેથી સાથ સહકાર અને નિરાંતનો અનુભવ થશે. ૧૭, ૧૮ તથા ૧૯ નવેમ્બરના દિવસો જ મધ્યમ રહેશે.

વૃશ્ચિક :- ન,ય

આ સપ્તાહ દરમ્યાન ન જોયેલાં હોય તેવાં ચડાવ ઉતાર સામે આવવાંની સંભાવના. ઉતરતી પન્નોતિનો આ સમય સાચવવો. અન્યથા નુકશાનકારણ પરિણામોની શકયતા. ઉચ્ચસ્થ મંગળ વાળા જાતકોને સુંદર ફળ મળવાની સંભાવના. નીતિમતાંથી ચાલતાં ઉદ્યોગ, ધંધા વ્યાપાર, અને વણિજના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.ત્વરિત પ્રતિક્રિયા વાળા ગુસ્સાળુ  સરકારી કર્મચારીઓએ ખાસ સાચવવું. અમુક કેસમાં અવૈધ કાર્ય બદલ નિલંબિત થવાંના સંયોગો.  પરિવાર, સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ તરફથી સાથ સહકાર સાથે લાભદાયી રહેશે. દિનાંક ૧૭થી ૨૦ નવેમ્બર સુધીના દિવસો  સાધારણ અને સાચવવાં જેવાં છે.

ધન :- ભ,ફ,ધ,ઢ

આ સપ્તાહ દરમ્યાન હળવો માનસિક સંતાપ તથા દોડાધામ રહેવાની સંભાવના. મોટા ઔદ્યોગિક એકમના જાતકો સાથે છળ કપટના સંયોગો. નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ આશાવાદી રહેશે.  મોટા વ્યાપાર વણિજ માટે આ સપ્તાહ સારુ નીવડશે. પનોતિની અસર આ સપ્તાહ દરમ્યાન પણ નહિવત્ સમાન રહેશે. માટે અધુરા કાર્યો કે નવા કાર્યોને પૂર્ણ કરવાંનો સુંદર સમય ગાળો. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ.  પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જવું ન જોઈએ, સાથે જરુર પુરતું જ રાંધવુ-ખવાવું જોઈએ,  ૨૧ તથા ૨૩ નવેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે.

મકર :- ખ,જ

પન્નોતિની અસર આ સપ્તાહે પણ દેખાશે, આથી નિકટની વ્યક્તિ કે પ્રોફેશનલ એડવાઈઝરની સલાહ લઈ અમુક કાર્યો કરવાં. મોટા વ્યાપાર વણિજ કે ઉદ્યોગ માટે સારુ સપ્તાહ. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક કે લેથ વર્ક માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. રીયાલ્ટી બિઝનેશ માટે સારુ સપ્તાહ. શેર બજાર માટે હળવાશ રહેશે. આકસ્મિક ધન લાભ. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે અણસમજ થવાંના સંયોગો. ૧૭ તથા ૧૮ નવેંબરના દિવસો  સાધારણ રહેશે. પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  પરિશ્રમિકોને પુરતું અને યોગ્ય વળતર આપવું,

કુંભ :- ગ,શ,ષ

શૈક્ષણિક સંસ્થા ના જાતકો માટે આ સપ્તાહ કપરું રહેશે, સાથે આશ્રમ કે જાહેર ટ્રસ્ટ સાથે સંકળાયેલ જાતકો સાથે કોઈ પણ પ્રકારે વિવાદ થવાંના સંયોગો. અધ્યાત્મિક માર્ગ પર વિહરણ કરનારાં જાતકો માટે નાની બીમારીને બાદ કરતાં સારુ સપ્તાહ,તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભવાળું નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ રહેશે.કુટુંબી જનો તથા સગાંઓ દ્વારા સાથ સહકાર મળશે.  નિવૃતો, છાત્રો, યુવકો, ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ફકત  ૧૭ તથા ૧૯  નવેમ્બરનો  દિવસ  સાધારણ રહેશે.

મીન :- દ,ચ,ઝ,થ

મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી છે. આથી સંભવત લાભ લઈ લેવો. ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્ર ના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. તેમજ સર્વિસ બિઝનેસ તથા પ્રોફેશનલ્સ  માટે પણ આ સપ્તાહ લાભદાયી નીવડશે. ચિકિત્સા કે ફાર્મસી ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે સંજીવની સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં યોગ.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. કુટુબ – પરિવાર તરફ સાથ આનંદના અવસરો.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો તથા મહિલા-ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૧૭ નવેંબરનો  દિવસ  જ  સામાન્ય છે.

Loading...