Abtak Media Google News

મેષ (અ,લ,ઈ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

આ રાશિના જાતકના જન્માક્ષરમાં બનતાં મંગળ શુક્રના દુષિત યોગોના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ને સરેરાશ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રમાણમાં સારુ રહેશે. સરકારી કાર્યો પૂર્ણ થશે.  જુની કોર્ટ મેટરમાં હલચલ કે સંચાર જણાશે. જુના વેરઝેરમાં સમાધાન થવાનાં સંયોગો. માટે આ સપ્તાહ પુરતાં મુદસદીભર્યા કામ ન કરવા, બને તો નિખાલસ તથા ઉદાર મને અધુરા કાર્યો સંપન્ન કરવાં.  આ સિવાય મેષ રાશિ  માટે આ સપ્તાહ આરામદાયક તથા શાંતિપૂર્ણ નીવડશે

વૃષભ (બ,વ,ઉ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

શુક્રને લઈને થતાં દુષિત યોગા વાળા વૃષભ રાશિના જાતકો આ સપ્તાહ સારુ નીવડશે, પરંતુ અવૈધ સંબંધિત બાબતો બને તો દુર રહેવું, અન્યથા માનહાનિ કે અપમાન-અવહેલન જેવા સંજોગોનો સામનો કરવો પડશે. સ્ત્રી વર્ગ માટે આ સપ્તાહ ઉતમોતમ રહેશે. સગાં, તથા પિતરાઈ પક્ષેથી સહાય તેમજ પ્રોત્સાહન મળવાંની સંભાવનાઓ. ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે થોડી દોડધામ રહેશે. શેરબજાર, કોમોડીટી ક્ષેત્ર સંકળાયેલ જાતકોએ ફુંકી ફુંકીને આગળ વધવું. ફેશન ક્ષેત્રના ઉદ્યોગ વ્યાપાર માટે સરેરાશ સપ્તાહ રહેશે. પરિવારીક જાતકો માટે આ સપ્તાહ હળવું ભાગદોડ વાળુ રહેશે, સાથે પરિવારીક સુમેળ યથાવત રહેશે.

મિથુન (ક,છ,ઘ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહ દરમ્યાન આ રાશિના જાતકો સમજદારીથી કામ કરવું. બોલીને કે વાતચીત કરતાં કરતાં અમુક સંબંધો ન બગડી જાય તેની ખાસ કાળજી દાખવવી. સહકારી તેમજ કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતા તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદેય નિવડશે. કદાચ વિશેષ કે વધારાના બોનસનો લાભ થવાની વકી તથા પ્રમોશન મળવાની સંભાવના. જુના, અધુરા કે પેન્ડીંગ કાઅકાજને ધીરજપૂર્વક આગળ વધારવાં. આરોગ્ય તથા પ્રવાસમાં વિશેષ કાળજી લેવી. તદન સ્વાર્થી વલણથી કામ કરનાર/લેનાર લોકો માટે આ સપ્તાહ નબળુ રહેશે. મિથુન રાશિ માટે આ સપ્તાહ દિપાવલીના દીપ જેવું પસાર થશે.

કર્ક  (ડ,હ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

સુતરાઉ કાપડ કે સુતરના ઉત્પાદ્ક- વ્યાપારી તથા કપાસના વ્યાપારી તેમજ તેને સંબંધિત ડાઈંગ ઉદ્યોગ-વ્યાપાર, ફેશન ડિઝાઈનર્સ,  રેડીમેડ ગાર્મેંટ બિઝનેશ તથા ટેઈલરીંગ ક્ષેત્રે જોડાયેલ, ઈમીટેશન આભુષણના શિલ્પી- વ્યાપારી  માટે આ રાશિના તમામ જાતકો લોકો માટે આ સપ્તાહ ઉતમ તેમજ આર્થિક રીતે ખુબ જ સારુ રહેશે. પ્રવાહી ફૂડ ના ઉત્પાદક તથા વ્યાપારી માટે આ સપ્તાહ સારી પસાર થશે. આ સિવાય અન્ય જાતકો માટે લાભકારી તથા શ્રેયકર નીવડશે, માટે આનંદો, પ્રદુષણ-ધ્વનિ રહીત ફટાડકા ફોડો.

સિંહ (મ,ટ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

સિંહ રાશિના નાના નાના ઔધોગિક એક્મ ધારી  તથા નાના વ્યાપારી  માટે આ સપ્તાહ સારુ નીવડશે,  આ સપ્તાહે પણ અધુરા રહેલા કામકાજ પૂર્ણ થાય તેવી સંભાવના. પરિવાર તથા અન્ય સગાં દ્વારા સહયોગ સહકારના સંયોગો.  આ રાશિના જાતકોની કુંડલીમાં  નીચસ્થ સૂર્યને લઈને થતા કોઈ પણ પ્રકારના દુષિત યોગના જાતકોએ હળવી કાળજી લેવી. અવૈધ વ્હાલ, વહીવટ કે વ્યવહારથી સંભાળવું, પરિવાર કેંદ્રી જાતકો માટે આ સપ્તાહ સુખરૂપ તથા આનંદપૂર્ણ પસાર થશે. આ સિવાય તમામ જાતકો માટે આ સપ્તાહ આનંદ મંગલ વાળું નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

તહેવારો ના આ દિવસો દરમ્યાન આ રાશિના જાતકોને મનમાં ઉચાટ કે ખેદ કે શોક રહેવા પામે.  આ સપ્તાહ દરમ્યાન મન ઉપર બહુ ભાર ન આપવો. વાહનો ધીમે ચલાવવા, પ્રફુલ્લિત હૈયે કામકાજ કરવું. યાત્રા પ્રવાસ તથા દાન ધર્માદો,  ધાર્મિક કાર્યોના સંયોગો. વતન  પ્રવાસે  જવાંના સંયોગો. સાસરા પક્ષે હળવા ઉતાર ચડાવ સાથે સુમેળતાના સંજોગો, મોસાળ પક્ષેથી હળવો સહકાર મળવાની સંભાવના. પ્રકૃતિ પ્રેમી તથા ગૃહિણીઓ, નિવૃતો છાત્રો સમેત પારિવારીક લોકો માટે આ સપ્તાહ સારુ નીવડશે

તુલા  (ર,ત)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

તુલા રાશિ માટે આ સપ્તાહ  પણ  આનંદ, નિજાનંદ તથા આત્માનંદ–પરમાનંદની અનુભતિ યાત્રા કરાવશે.  સાથે તહેવાર દરમ્યાન આનંદ હિ આનંદ.  આ તહેવારના દિવસોમાં સગા તથા સ્નેહીજનો દ્રારા વિદેશ અથવા રાજય બહાર ધંધા વ્યવસાય સંબંધિત સારા અવસરો પ્રાપ્ત થવાની શકયતાઓ. સાથે પરદેશ પ્રવાસ કે વસવાટ માટે આ સપ્તાહ દરમ્યાન યોગો બને છ. આ સિવાય તુલા રાશિના તમામ જાતકો માટે દિપાવલીના પર્વન જેવું આ સપ્તાહ રહેશે.

વૃશ્ચિક  (ન,ય)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

ઉતરતી પન્નોતિનો તબક્કો સાથે તહેવારોની ખુશી બેવડાય જશે. આ સપ્તાહ દરમ્યાન જુના સ્મરણો સપાટી પર આવવાની સંભાવના, આ કારણે મન ઉદાસ રહે તો નવાઈ નહિ. તહેવારોનો આનંદ લેવાનો. આ સાથે ધંધા વ્યવસાયમાં બગડી ગયેલા સંબંધો ફરીથી જોડાય જાય તેવા અવસરો મળવાની શકયતાઓ. નાના ધંધા વ્યવસાયના એકમો માટે આ સપ્તાહ સારુ નીવડશે. , ધાતુના ધંધા વ્યવસાય ધરાવતાં આ રાશિના જાતકો માટે સારુ નીવડશે સાથે થોડી દોડધામ પણ.

ધન  (ભ,ફ,ધ,ઢ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

ઈલેક્ટોનિક્સ તથા કોમ્યુટર્સ, તેની એસેસરીઝ, સોફટવેર, હાર્ડવેર, ઈંટરનેટ, બ્લોગીંગ્સ, વેબ પોર્ટલ, તથા મોબાઈલ અને તેની એસેસરીઝ સંબંધિત ઉદ્યોગ તથા ધંધા વ્યવસાય તથા વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા પરિણામવાળું નીવડવાના સંયોગો બને છે. સાથે બિઝનેસ સંબંધિત નવા નવા અવસરો પ્રાપ્ત થવાની સંભાવના. ભારત યાત્રાના શુભ યોગો બને છે, ધાર્મિક કે દાન ધર્માદા કાર્ય થવાની સંભાવના. આરોગ્ય સારુ નીવડશે, નજીક પરિજનો વચ્ચે બોલચાલ દ્રારા હળવા મનદુ:ખ થવાની સંભાવના.

મકર  (ખ,જ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

આ સપ્તાહ માટે  ભાગદોડ બંધ થવાની સંભાવના. શારીરિક તકલિફોમાંથી રાહત થવાના સંયોગો.  જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ નિરાંત વાળુ રહેશે. તેમ છતાં વિવાદ થવાની હળવી સંભાવના પણ રહેલી છે. તેમ સખત પરિશ્રમ વાળા ધંધા વ્યવસાય કે ઔધોગિક એકમ માટે આ સપ્તાહ લાભદેય નીવડશે.  હર્બલ ઔષધિના વ્યાપારી માટે આ સપ્તાહ માઈલ સ્ટોન સાબીત થશે. સરકારી  તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વિશેષ લાભ આપશે.

કુંભ  (ગ,શ,ષ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

અણધાર્યા આર્થિક લાભ મળવાની સંભાવના.  વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ માટે તથા સંશોધન કરતાં છાત્રો માટે  આ અઠવાડીયું સારુ નીવડશે. સાથે શૈક્ષણિક ક્ષેત્રે શોધ જોડાયેલ શિક્ષણ ગણો તથા કર્મચારી વર્ગને આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના શુભ અવસરો પ્રાપ્ત થવાની સંભાવના.  નવપરિણિત યુગલો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. વણસી ગયેલા પારિવારીક સંબંધોમાં સુધારો  થવાની  સંભાવના,  મોસાળ પક્ષે થી અણધાર્યો લાભ થવાની સંભાવના. આ સિવાય મિત્રો સ્નેહી તરફ થી હળવો હળવો સહકાર મળશે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે તહેવારોથી ભરેલ આ સપ્તાહ તહેવાર જેવું પસાર થશે.

મીન  (દ,ચ,ઝ,થ)

The-Future-Of-The-Weekly-Zodiac-8
the-future-of-the-weekly-zodiac-8

જાહેર ક્ષેત્રે સંકળાયેલ કલાકારો સાહિત્યકારો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. માન સન્માન પુરાસ્કાર પાપ્ત થવાંના સંયોગો બને છે. ધંધા તથા મોટા ઔધોગિક એકમ સાથે સંકળાયેલ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ મોટા પાયે લાભ આપશે. સાથે ધંધા વ્યવસાય ના વિસ્તરણ ના અનેક અવસરો આપશે. આ સિવાય મીન રાશિના તમામે તમામ જાતકો  માટે આ સપ્તાહ કાયમની માફક ખુબ જ સાનુકુળતા થી પસાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.