Abtak Media Google News

મેષ :

001 1

મેડીકલ તથા ફાર્મસી  ક્ષેત્રે સંકળાયેલ તમામ વર્ગ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  રંગ તથા રસાયણના વ્યાપારી માટે આ સપ્તાહ ઉતમ રહેશે. અન્ય વ્યાપારી વ્યાપારી વર્ગ તથા ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. એલર્જીક રીએકશન્સ  કે અન્ય પ્રકારની કોઈ ચોક્કસ   વિષૈલી અસર કે ફૂડ પોઈઝનીંગ થવાનાં સંયોગો. આવશ્યક કાળજી રાખવી.  પિત તાસીરના જાતક માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. છુટક વ્યવસાય ધંધાવાળાઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.

વૃષભ :

002 1

આ સપ્તાહે આકસ્મિક આવતાં  ખર્ચાઓમાંથી છુટકારો થવાનાં સંયોગો.  ધંધા વ્યવસાયમા મિત્રો વર્તુળ તથા સગાં સ્નેહીઓ તરફથી સહકાર મળવાની સંભાવનાઓ.  સરકારી કે અર્ધ સ્રરકારી ક્ષેત્રના કામ કાજમાં વિલંબ થવાની શકયતાઓ.  ધંધા તથા વ્યવસાયના ચડત કામકાજના અવરોધ દુર થઈ જવાનાં સંયોગો.  ઈમીટેશન આભુષણ તથા સ્ત્રી શૃગાંરના ઉદ્યોગ વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલ  વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ તેજીના ટકોરા જેવું સાબીત થશે.  રીયાલ્ટી બિઝનેસમાં રોકાણ કરવાં માટે આ સપ્તાહ પણ  સરેરાશ છે.

મિથુન :

003 1

હોટેલ તથા રેસ્તોરાં, કેટરીંગ, કે પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્રે સંકળાયેલા મિથુન રાશિના  તમામ જાતકો માટે, આ સપ્તાહ મધ્યમ તથા દોડધામ વાળુ નીવડશે,   એકાઉંટ તથા ખાનગી મેનેજમેંટ  ક્ષેત્રે પ્રગતિના પ્રયાણ જોવા મળશે. અણધાર્યા આવી પડતાં ખર્ચાઓમાંથી રાહત મળવાની સંભાવનાઓ.  નાના વ્યાપારી તથા છુટક વ્યાપારી   આ સપ્તાહ માટે ભાગદોડ  તથા શારીરિક રહેશે પરંતુ સાથોસાથ  એટલુ લાભકારી પસાર થશે.   સ્થાનિય ટુર  ટ્રાવેલ્સના બૂકીંગ એજંટો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ૧૪ થી ૧૫ ઓકટોબર સુધીના  દિવસો પારાવાર લાભકારી નીવડશે. બાકી દિવસો લાભદાયી રહેશે.

કર્ક :

004 2

હાઈસ્કુલ -કોલેજના સ્ટુડેંટ્સ, સ્કોલર્સ તથા શોધ સંશોધન કરતા છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. શૈક્ષણિક ક્ષેત્રે ખાસ કરી ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ રહેવાનાં સંયોગો. લાગણીશીલ-બૌદ્ધિક જાતકો માટે આ  સપ્તાહ પણ સુંદર રીતે પસાર થશે. રંગ રસાયણના ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ, સાનુકુળ રહેવાનાં સંયોગો.  વેવિશાળ જેવા માંગલ્ય બંધન માટેયુવક યુવતિઓને જોવા જવાંનો ઉતમ સમય. ગૃહિણીઓ તથા નિવૃત લોકો માટે ઉતમ સપ્તાહ ૧૬ ઓકટોબરનો દિવસ મધ્યમ રહેવાંની સંભાવના.

સિંહ :

005 1

આ સપ્તાહે પણ  ડિસ્ટ્રીબ્યુટર્સ,એજંસીઝ અને  હોલસેલના વ્યાપારીઓ માટે  અનેક પ્રકારે  લાભકારી પસાર થવાની શકયતા. વ્યાપારમાં વેચાણ તથા  નવા નવા સંપર્કોમાં વધારો થવાની સંભાવના.  સાથો સાથ આ ક્ષેત્રે  કામ કરતાં તમામ વર્ગને યેનકેન પ્રકારે લાભ મળવાની સંભાવના.  સરકારી ક્ષેત્રે ટેકનિકલ વિભાગના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ તથા દોડધામ વાળુ રહેશે. નીચસ્થ સૂર્ય વાળા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. ધાર્મિક તથા આધ્યાત્મિક વર્ગ માટે આ સપ્તાહ સારુ રહેશે. એકંદરે સિંહ રાશિ માટે આ સપ્તાહ સારુ રહેવાના સંયોગો.

કન્યા :

006 1

બૌદ્ધિક જાતકો અથવા કેવળ બુદ્ધિ ને બુદ્ધિથી કામ કરનાર જાતકો માટે આ  સપ્તાહ થોડુ કષ્ટદાયી તથા ઉતાર ચડાવવાળુ રહેશે,  કુટિર ઉદ્યોગ તથા નાના નાના ઔધોગિક એકમ તથા નાના ધંધા, વ્યાપાર-વણિજ અને છુટક માલના વ્યાપારી માટે આ સપ્તાહ બરકત વાળુ રહેશે. સરકારી નોકરીયાત માટે પ્રમોશન તથા ટ્રાંસફર કરાવવાના સંયોગો. અર્ધ સરકારી નોકરીયાત માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. નીચસ્થ શુક્ર વાળા જાતકોએ ખાસ સંભાળવું, અન્યથા અવૈધ કામકાજ કે સંબંધોમાં ફસાય જવાની સંભાવના .૧૪ , ૧૫ ૧૬, ઓકટોબરના દિવસો સારી રીતે પસાર થશે.

તુલા :

007 2

આ સપ્તાહે, સુતરાઉ કાપડ કે યાર્નના ઉત્પાદ્ક, તથા વ્યાપારી તેમજ તેને સંબંધિત ડાઈંગ કે ફેશન ડિઝાઈનર્સ, તથા ટેઈલરીંગ ક્ષેત્રે સંકળાયેલ તમામ લોકો માટે તથા આઈવેર યાને ચશ્માના વ્યાપારી કે ઉત્પાદક, તથા ઈમીટેશન આભુષણકારો માટે આ સપ્તાહ અનેકોનેક રીતે લાભદેય નીવડશે. અધુરા રહેલા સરકારી તેમજ વ્યવહારીક કાર્યો સંપન્ન થવાનાં સંયોગો.શેર બજાર, કોમોડીટી તથા સટ્ટા કે જુગારથી આ સપ્તાહ માટે દુર રહેવું અત્યંત હિતાવહ નીવડશે. સગાં સ્નેહી કે મિત્રો વચ્ચે ગેરસમજ થવાની સંભાવના.

વૃશ્ચિક  :

008 2

આ સપ્તાહે પણ ઉતરતી પન્નોતિનો તબક્કો લાભદાયી નીવડશે. પારિવારીક તથા મિત્રો સ્નેહીના સુખમાં વધારો થશે. તમામ સગાંઓ સ્નેહીઓ તરફથી સ્નેહ ભર્યો આર્થિક સાથ સહકાર મળવાંના સંયોગો. મોટા ભાગના ધંધા વ્યવસાય માટે આ સપ્તાહ લાભદેય નીવડશે. વિદેશ કે દેશમાં લાંબા પ્રવાસનો યોગો. નિવૃત તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ આનંદદાયી રહેશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે અચીવમેંટના અવસરો.  કેવળ ૧૩ ઓકટોબરનો દિવસ સરેરાશ રહેશે.

ધન :

009 2

ધન રાશિ માટે આ સપ્તાહ સુંદર રીતે રહેશે સાથોસાથ લાભકારી તથા  પરિણામલક્ષી પણ નીવડશે.  હોલસેલના તથા મોટા વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે, પરિશ્રમિકો માટે આ સપ્તાહ થોડી દોડધામ સાથે લાભકારી નીવડશે,  નાના ગલ્લા, કેબીન કે ફેરી કરનાર વેપારી માટે આ સપ્તાહ સારુ નીવડશે. મોટા ઉદ્યોગ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. આ સિવાયના તમામ જાતક માટે આ સપ્તાહ સારુ રહેવાના સંયોગો.પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જાય તેની ખાસ તકેદારી લેવી.

મકર :

010 2

યોગ, દર્શન, આયુર્વેદ, હર્બલ પ્રોડક્ટ્સ તથા અધ્યાત્મ ક્ષેત્રે સેવા આપતાં લોકો માટે આ સપ્તાહ  તદુરસ્ત નીવડશે, આ સપ્તાહે  નાના ઉદ્યોગ જુથ માટે નવા નવા સમીકરણો જોવા મળે અથવા ખટપટ કે પ્રપંચ જેવા સંયોગો સર્જાવાની સંભાવના.  સેલેબલ કે પોપ્યુલર વ્યક્તિઓ કે ધનિક તથા સંપતિવાન લોકો માટે આ સપ્તાહ સરેરાશ તથા દોડધામ વાળુ રહેશે. પરિશ્રમિકો તથા નાના વ્યાપારી તથા સામાન્ય જન લોકો માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. તેમ છતાં આ સપ્તાહના દરમ્યાન  તકેદારી રાખવી. સાથે પન્નોતિનો તબક્કો ચાલુ હોવાંથી,  ઉતાવળ કે લાલચમાં  આવીને  કોઈ પણ  સામાન્ય કાર્ય પણ કરવા નહિ.

કુંભ :

011 2

આચાર્ય ગણ શિક્ષકગણ માટે સારો સમય.  શિક્ષકો માટે બઢતી, બદલીના સંયોગો અર્ધ સરકરી કે સરકારી કે ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ તથા ગૃહ જીવન વિતાવતા લોકો માટે આ સપ્તાહ પણ સારું નિવડશે.  નાના નાના વ્યાપાર કે છુટક વ્યાપારમાં આકસ્મિક લાભ થવાની સંભાવના. ગૃહ ઉદ્યોગ માટે સારુ સપ્તાહ. જાહેર વ્યક્તિ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.એકંદરે કુંભ રાશિ માટે આ સપ્તાહ સુંદર રીતે પસાર થશે. સિવાય કે ૧૩ ઓકટોબરનો દિવસ સરેરાશ રહેશે.

મીન :

012 2

પારિવારીક સુખમાં વધારો તેમજ  પુત્ર -પૌત્રાદિક સુખમાં વધારો,  પરિવારમાં સુમેળતાનો વધારો, આકસ્મિક આર્થિક લાભ મળવાના સંયોગો , આ સપ્તાહે  કોઈ પણ અગત્ય કે બીન અગત્યનું કામ ઉતાવળ રાખી ન કરવું.  આ રાશિના પ્ખાનગી ટયુટર્સ કોચ તથા આચાર્ય ગણો, માટે આ સપ્તાહ લાભવાળુ તથા સાનુકુળ  નીવડશે. ધાર્મિક તથા આધ્યાત્મિક, તથા નિવૃત  લોકો માટે ઉતમ સપ્તાહ. મીન રાશિના કલાકારો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. દાન, ધર્માદા, પુજા, અર્ચના આરાધના તેમજ ધાર્મિક યાત્રા માટે યોગ્ય સમય. ગૃહિણી માટે સારો સમય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.