Abtak Media Google News

મેષ : અ,લ,ઈ

001

આ સપ્તાહ  મેષ રાશિ માટે આનંદ, નિજાનંદ, ખુશીઓથી ભરચક રહેશે.  આ સપ્તાહ પારાવાર શાંતિનો પણ અનુભવ કરાવશે. માથા પર લાગતાં બીન જરુરી બોજાઓ  દુર થતાં દેખાશે.  વિદેશ- અથવા અગ્નિ દક્ષિણ દિશાથી  લાભદાયી સમાચાર આવશે,  અગ્નિ એશયાઈ દેશોમાં વસતા જાતકો માટે પણ આ સપ્તાહ સારુ રહેશે.  જુના બગડેલા સંબંધો સુધરશે.  પબ્લીક ફિગર કે સેલેબલ કે ચલચિત્ર કે નાટય, ટીવી સીરીયલ તથા તેના સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ આવક તેમ યશવાન નિવડશે. ઉપરાંત નવા અનેક કાર્યોની દિશા અને અવસર સાંપડશે.

વૃષભ : બ,વ,ઉ

002

આકસ્મિક ખર્ચાઓ આવી પડવાંની શક્યતાઓ, કોઈ ના કોઈ બહાને કે કોઈ પણ માર્ગે ધનની જાવક થવાની શક્યતા, આથી યથામતિ ખર્ચા કરવા. પારીવારીક સંબંધોમાં સુમેળ સાથે સંવાદિતા  સંભાવના.  વ્યક્તિગત કામમાં આવતા નાનાં અવરોધથી મુક્તિ મળશે.  નાના નાના ધંધા વ્યાપારમાં સ્થિરતા.

નવા સાહસ માટે પ્રતિકુળ સમય રહેશે. ખોટી લાલચ, મોહ કે કપટથી સંભાળીને ચાલવું, ૬, ૭ , ૮ તથા  ૯ ઓકટોબરના દિવસો ઉતમ રહેશે.

મિથુન : ક,છ,ઘ

003

નવ યુવાન વર્ગ તથા હાઈસ્કુલ -કોલેજના સ્ટુડેંટ્સ, સ્કોલર્સ તથા ગૃહિણી માટે આ સપ્તાહ આવકવાળુ તથા ફળદાયી નિવડશે.  આ સપ્તાહે  પરિજનો-સ્વજનો વચ્ચે સુમેળ  વધવાની શકયતા.   સગાં તથા પરિજનો દ્વારા  ધન સિવાય અનેક પ્રકારે લાભ મળવાની સંભાવના તથા સગાંઓ દ્વારા વ્યવસાયિક અવસરો મળવાની સંભાવના. આ સપ્તાહ માટે,  ઉતાવળે બોલવાની ટેવ વાળા જાતકોએ  થોડું સંભાળવું. તેમજ ખુબ વિચારી બોલવું. આયાતા નિકાશ ક્ષેત્રે સંકળાયેલ  વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભદેય રહેશે.  એકંદરે આ સપ્તાહ સારુ રહેશે, દેશ તથા વિદેશ ફરવાં જવાનો સાનુકુળ સમય. ૧૦ ઓકટોબરનો દિવસ સરેરાશ રહેશે.

કર્ક : ડ,હ

004 1

મોટા ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ, પ્રતિકુળ રહેશે. આથી આયોજન સાથે કાર્ય કરવું.  લાગણીશીલ-બૌદ્ધિક જાતકો માટે સુંદર સપ્તાહ. મિત્ર વર્તુળ તથા મોસાળ પક્ષ દ્વારા અનેક પ્રકારે સાથ સહકાર મળવાંની સંભાવના.  કુટિર ઉદ્યોગ તથા નાના નાના ધંધા, વ્યાપાર-વણિજ અને છુટક માલના વ્યાપારી માટે આ સપ્તાહ પણ  બરકત વાળુ રહેશે. સરકારી નોકરીયાત માટે પ્રમોશનના સંયોગો. વિશિષ્ટ યોગ ધરાવતા  કર્ક રાશિના જાતકો  માટે આ સપ્તાહ અનેક પ્રકારે,  તથા અનેક માર્ગે લાભદાયી નીવડશે.   ૬ ઓકટોબરનો દિવસ મધ્યમ રહેવાંની સંભાવના.

સિંહ : મ,ટ

005

ડિસ્ટ્રીબ્યુટર્સ,એજંસીઝ અને  હોલસેલના વ્યાપારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન  અનેક પ્રકારે  લાભ મળવાની સંભાવના. વ્યાપારમાં વેચાણ વધારાની શકયતા.  આ ક્ષેત્રે  કામ કરતાં તમામ વર્ગને યેનકેન પ્રકાર લાભ થવાની સંભાવના.  સરકારી નોકરીયાત વર્ગ માટે ખાસ કરીને રેલ્વે ખાતાના કર્મચારીઓ માટે  આ સપ્તાહ દોડધામ વાળૂ રહેશે.   મરીન કે સ્પેશ ટેકનિકલોજી ક્ષેત્રે કામ કરતાં જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  દુષિત યોગવાળા જાતકો માટે પણ આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  આ સિવાયના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભદેય તથા દોડાદોડી વાળુ રહેશે.  ૭ તથા  ૮ ઓકટોબરના દિવસો વધારે શ્રેયકર નીવડશે.

કન્યા : પ,ઠ,ણ

006

આ સપ્તાહે પણ મિત્ર-વર્તુળ તથા સગાં-સ્નેહીઓ તરફથી સહકાર તેમજ આર્થિક લાભ મળવાની સંભાવનાઓ રહેશે.  ફેશન ડિઝાઈનર્સ, તથા ટેઈલરીંગ ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદેય નીવડશે.  સરકારી કાર્યોમાં રુકાવટ થવાના સંયોગો. વ્યાપાર વણિજ તથા છુટક વ્યવસાય ક્ષેત્રે  હાડમારી કે પરિશ્રમ સાથે  કાર્યો થવાની શકયતાઓ.

રજત થતા સુવર્ણના આભુષણકારો  માટે આ સપ્તાહ અસલી સોનાની ચમકતી તેજી જેવું.   ૬ તથા ૧૦ ઓકટોબર આ બે દિવસ મધ્યમ રહેશે, બાકીના દિવસો સુખદ નીવડશે.

તુલા : ર,ત

007 1

મિત્રો વર્તુળ તથા સગાં સ્નેહીઓ તરફ થી સહકાર મળવાની શકયતાઓ.  સરકારી કે ધંધા વ્યવસાયના ચડત કાર્યોના અવરોધ દુર થઈ જવાની સંભાવના. ઈમીટેશન આભુષણ ક્ષેત્રે સંકળાયેલ તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ અસલી સોનાની તેજી જેવું રહેશે.

રીયાલ્ટીમાં રોકાણ કરવાં માટે હજુ પણ સરેરાશ સમય છે. ૩૦ સપ્ટેમ્બર તથા ૨ ઓકટોબર, આ બે દિવસ મધ્યમ રહેશે, બાકીના દિવસો સુખદ નીવડશે.

વૃશ્ચિક : ન,ય

008 1

પન્નોતિ દરમ્યાન અંત્યંત મહત્વનું કશું ગુમાવવાનું થયુ હોય તે બધું ઉતરતી પન્નોતિના આ સપ્તાહે પરત કરશે. અર્થાત લાભ આપશે,  પારિવારીક સુખમાં વધારો થશે. તમામ સગાંઓ સ્નેહીઓ તરફથી સ્નેહ ભર્યો સહકાર અને સત્કાર મળવાંના સંયોગો. નવા વાહન ખરીદવા માટે ઉતમ સમય ગાળો. તેમજ લોખંડ ધાતુના યંત્ર કે યાંત્રિક કાર્યો કે ઉદ્યોગ શરુ કરવાનો યોગ્ય સમય. તા,ક, શનિવારે નવ કાર્યનો પ્રારંભ કરવો.  એકંદરે વૃશ્ચિક રાશિ માટે આ સપ્તાહના તમામ દિવસો સાનુકુળ તથા મંગલકારી રહેશે.

ધન : ભ,ફ,ધ,ઢ

009 1

આ સપ્તાહ દરમ્યાન અધુરા રહેલ કાર્યોને પૂર્ણ કરવાં. ધન રાશિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે પરંતું પરિણામલક્ષી રહેશે.  હોલસેલના તથા મોટા વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, તેમજ લેથ  ફેબ્રીકેશન કાર્ય ક્ષેત્રે લોકો માટે આ સપ્તાહં મધ્યમ લાભદેય રહેશે. છુટક કે દૈનિક કામ કરનારા વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૬ ઓકટોબર થી ૯  ઓકટોબર સુધીના દિવસો શ્રેયકર નીવડશે.  પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જાય તેની ખાસ તકેદારી લેવી.

મકર : ખ,જ

010 1

શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગ તથા કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક, સાનુકુળ સાથે પરિણામ લક્ષી નીવડશે.  ખાનગી ક્ષેત્રના શૈક્ષણિક સંસ્થાપકોએ પોતાની સંસ્થામાં કોઈ પણ પ્રકાર નાનાંમાં નાનો વિવાદ ઉત્પન્ન ન થાય તેની વિશેષ કાળજી રાખવી. ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે, વર્કીંગ વૂમન  માટે આ સપ્તાહ દરમ્યાન ખુબ જ આગોતરી કાળજી લઈને કામ કરવું. સરકારી કર્મચારી તથા જાહેર ક્ષેત્રે જોડાયેલ લોકો માટે માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. વ્યાપારીઓ માટે દોડધામ થવાંના સંયોગો. ૯ ઓકટોબરનો દિવસ મધ્યમ રહેશે

કુંભ : ગ,શ,ષ

011 1

સરકારી કે ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ તથા ગૃહ જીવન વિતાવતા લોકો માટે આ સપ્તાહ સારું નિવડશે.  નાના નાના ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાની સંભાવના. ઈલેક્ટ્રોનિક કે ઈલેક્ટ્રીસીટીના ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યાપાર તથા વ્યવસાયમાટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ રીતે પસાર થશે. કોલેજના  વિદ્યાર્થી તેમજ ગૃહિણીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે. આ રાશિના સેલેબલ કે જાહેર વ્યક્તિઓ માટે સરેરાશ સમય ગાળો. એકંદરે કુંભ રાશિ માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી અને સહકાર ભર્યુ નીવડશે.

મીન : દ,ચ,ઝ,થ

012 1

આ રાશિના લેકચરર્સ,પ્રોફેસર્સ  સહિત પ્રાથમિક શિક્ષકો, ખાનગી ટયુટર્સ કોચ તથા આચાર્ય ગણો, માટે આ સપ્તાહ લાભવાળુ તથા સાનુકુળ  નીવડશે. મોટા વ્યાપાર સાથે  જોડાયેલ લોકો, તથા આયાત નિકાસના વ્યાપારી, ક્લીયરીંગ એજંટ્સ માટે આ સપ્તાહ પ્રગતિવાળૂ સાબીત થશે. અલગ અલગ સ્થળના પ્રવાસ તથા હળવી દોડધામ રહેવાનાં સંયોગો. સેવાકીય સંસ્થાઓમાં માનદ સેવા પ્રદાન કરનારાં લોકો માટે ઉતમ સપ્તાહ.  જન્મ રાશિ તથા લગ્ન રાશિ એક હોય તેવા કલાકાર જાતકો માટે આ સપ્તાહ અપૂર્વ સાબીત થશે. ૮ તથા ૧૨  ઓકટોબરનો દિવસ લાભવાળો નીવડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.