Abtak Media Google News

એક્સિસ બેન્કના સહી કરેલા ૩૭ ચેકની ચોરી કરી બેન્કમાં જમા કરાવી રૂ.૧૦.૭૫ લાખ ઉપાડી લીધા

શહેરના ટાગોર રોડ પર આવેલા સિલ્વર ચેમ્બરના ફસ્ટ ફલોર પર આવેલી ફિલ્મ પ્રોડ્યુશરની ઓફિસે ગોવાથી આવેલા મિત્રએ સહી કરેલા ૩૭ ચેકની ચોરી કરી જુદા જુદા ખાતામાં જમા કરાવી રૂ.૧૦.૭૫ લાખની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ટાગોર માર્ગ પર સિલ્વર ચેમ્બરમાં ઓફિસ ધરાવતા ફિલ્મ પોડ્યુશર રાજેશ હરીલાલ રૂપારેલીયાએ ગોવા રહેતા આશિષ રાજેશ પટેલ સામે રૂ.૧૦.૭૫ લાખની ઠગાઇની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજેશભાઇ પટેલના ભાઇના મિત્ર આશિષભાઇ પટેલ ગત તા.૧ જાન્યુઆરીએ રાજકોટ આવ્યા હતા ત્યારે તેમની ઓફિસે બેસવા આવ્યા હતા. ત્યારે તેમને ઓફિસનું ધ્યાન રાખવાનું કહી રાજેશભાઇ જમવા માટે ગયા હતા. તે દરમિયાન આશિષભાઇ પટેલે ઓફિસમાં સહી કરેલા એક્સિસ બેન્કના ૩૭ ચેકની ચોરી કરી બેન્કના જુદા જુદા ખાતામાં જમા કરાવી રૂ.૧૦.૭૫ લાખ ઉપાડી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જી.અંબાસણા સહિતના સ્ટાફે આશિષ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.