Abtak Media Google News

ઉમેશ બારોટ, પ્રદીપ ઠકકર, પરાગી પારેખ, પ્રિતી ભટ્ટ ગીતોના તાલે ખેલૈયાઓને ડોલાવશે: પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા જૈનમ મઘ્યસ્થ કાર્યાલય ખાતેથી પાસ બુકીંગ થઇ શકશે: આયોજકો ‘અબતક’ના આંગણે

છેલ્લા ત્રણ વર્ષથી જૈન સમાજનાં ભાઇ-બહેનો માટે જૈનમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છ. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી બેનમુન આયોજન બનાવી આપેલ, જૈનમ ટીમ દ્વારા સતત ચોથા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે.

માં આદ્યશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા. ર૯ સપ્ટેમ્બર થી તા. ૭ ઓકટોબર  ૨૦૧૯ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે પણ નવરાત્રી  મહોત્સવ રાજકોટનાં રાજમાર્ગ સમા ૧પ૦ ફુટ રીંગ ઉપર ચંદ્રકાંતભાઇ શેઠના પારીજાત પ્લોટનં.૩ લાખ સ્કેવર ફુટનાં વિશાળ ગ્રાઉન્ડમાં કોઇ કોમર્શિયલ હેતુ વગર આયોજીત થનાર છે. ગ્રાઉન્ડમાં આકર્ષક લાઇટીંગ સાથે મનમોહન સ્ટેજનું નિર્માણ કરવામાં આવનાર છે.

રાજકોટ જૈન સમાજનાં ખેલૈયાઓનાં હૈયાઓને ડોલાવવા  જૈનમ દ્વારા જેબીએલ વટેકસ-૪ વે લાઇનરી એક લાખ વોટની શાનદાર સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમશે જેમાં સરાઉન્ડીંગ સાઉન્ડ પ્રયોગ આ વખતે રાજકોટમાં નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવનાર છે.

Dsc 1900

આ નવરાત્રી  મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. જેઓના પરર્ફોમન્સ યુ ટયુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. તેવા કલાકારો જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ધુમ મચાવશે. ખ્યાતનામ સીંગર પ્રદીપ ઠકકર, પ્રીતી ભટ્ટ વગેરે ખેલૈયાઓને મન મૂકીને ઝુમાવશે. આવા અદભુત આયોજનમાં સંપૂર્ણ પારિવારિક માહોલમાં જેએસજીઆએફ સૌરાષ્ટ્ર રીજીયન તથા રાજકોટના જૈન સોશ્યલ ગ્રુપ મેઇન, વેસ્ટ  મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સીલ્વર, જૈન યુવા જુનીયર, જૈન જાગૃતિ સેન્ટર જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉન ટાઉન સંગીની એલીટ જોડાનાર છે.

શહેરના જૈન સમાજના તમામ ફીરકાઓમા આ આયોજનને લઇને અનેરો ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. જૈનમ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવના મઘ્યસ્થ કાર્યાલય, તરુણભાઇ કોઠારી, ડોકટર, પ્લાઝા, કસ્તુરબા રોડ, જયુબીલી ગાર્ડન સામે, રાજકોટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જયાંથી ખેલૈયાઓ પોતાના પાસ અંગેની તમામ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.

પાસ તેમજ કોર્પોરેટ સ્પોન્સરશીપ અંગેની વધુ માહીતી માટે જીતુ કોઠારી મો. નં. ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી મો. નં. ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા મો. નં. ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવો. નવરાત્રી મહોત્સવ માટે હિતેષભાઇ શાહ, આકાશ વાલાણી, અમિતભાઇ લાખાણી, ઉદયભાઇ ગાંધી, મૌલિકભાઇ મહેતા, કેવીનભાઇ ઉદાણી, કૃણાલભાઇ મહેતા, ચિંતનભાઇ દોશી અને ચિરાગભાઇ શાહે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.