વિશ્વના સૌથી ઉંચા ૪૩૧ ફૂટના મંદિર ઉમિયાધામનો શિલાન્યાસ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે શિલાન્યાસ સમારંભ સંપન્ન

મુખ્યમંત્રી, નાયબ-મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંતો-મહંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શિલા પૂજન

બ્રહ્મવિહારી સ્વામી, શ્રીશ્રી રવિશંકર સહિતના સંતોની ઉપસ્થિતિ; ૨ લાખથી વધુ શ્રધ્ધાળુ રહ્યા ઉપસ્થિત

બોલ મારી ઉમિયા, જયજય ઉમિયાનો જય ઘોષ

અમદાવાદના એસ.જી. હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસેના જાસપૂરમાં ૧૦૦ વીઘા જમીનમાં વિશ્ર્વના સૌથી ઉંચા ૨૩૧ ફૂટના મંદિર ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ શનિવારે સંપન્ન થયો હતો. આ શિલાન્યાસ સમારોહમાં ૨ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહારીદાસજી સ્વામી, આર્ટ ઓફ લિવિંગના શ્રીશ્રી રવિશંકર, રાષ્ટ્રીય સંત સમિતિના અવિચલદાસજી મહારાજ સહિતના સંતો-મહંતો કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વૈદિક મંત્રોચ્ચાર સાથે શિલા પૂજન કર્યું હતુ.

આ પ્રસંગે રાજય મંત્રી મંડળના સૌરભભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ અનુપ્રિયા પટેલ, વિશ્ર્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ દિપકભાઈ પટેલ, ડી.એન. ગોલ સહિતના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સતત બે દિવસ યોજાયેલા સમારોહ વિશ્ર્વ ઉમિયાધામ સંકુલ ગુંજતુ રહ્યું.

સતત બે દિવસ સુધી બોલ મારી ઉમિયા, જય જય ઉમિયાના ગગનનાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ર્માં ઉમિયાનું મંદિર વિશ્ર્વનું ઉંચામાં ઉંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. તે ગૌરવની વાત છે. માત્ર પાંચ જ વર્ષમાં આ ભવ્ય મંદિર આકાર લેશે.

વિશ્ર્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે વિશ્ર્વાસ વ્યકત કરતા જણાવ્યું હતુ કે, વિશ્ર્વ ઉમિયાધામ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોમાં એક નવું યાત્રાધામ બની રહેશે. ગુજરાત ઉતમમાંથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે.

ર્મા ઉમિયા મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય ૯ શિલા તૈયાર કરવામાં આવશે. જેમાં કૂર્મશિલા નંદ શિલા, જવા શિલા, પૂર્ણા શિલા, અજિતા શિલા, અપરાજિત શિલા, શુકલા શિલા, સૌભાગિની શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ સાથે કુલ ૫૦૦ દંપતીએ શાસ્ત્રોકત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૦૦ શિલાઓ તથા ૧૦૮ કળશનું પૂજન કર્યું હતુ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિશ્ર્વ ઉમિયાધામ માટે ૫૦૧ કરોડનાં દાનની રકમની દાતાઓએ જાહેરાત થતા જ વિશ્ર્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ સહિતની ટીમે જે મીઠાઈ અંગેની બાધા લીધી હતી. તેઓને મીઠાઈ ખવડાવવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, વિશિષ્ટકાર્યો કરવાની તાકાત પાટીદાર સમાજમાં રહેલી છે. પાટીદાર સમાજએ મહેનતુ, ઈમાનદાર અને પરોપકારી કરનારો સમાજ છે. વિશ્ર્વ ઉમિયાધામ મંદિર નવી પેઢીમાં સંસ્કાર, નૈતિકતા, સ્વાવલંબીનું સિંચન કરશે.

પાટીદાર સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ સહકાર આપીને નેશન ફર્સ્ટનો ભાવ પ્રદર્શિત કરી સૌ આગળ વધી રહ્યા છે. તે સૌભાગ્યની વાત છે.

શિલાન્યાસ સંપન્ન થાય ત્યાં સુધીમાં ૫૦૧ કરોડની રકમ એકત્રિત થઈ: આર.પી. પટેલ

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતુકે, ઉમિયાધામના દર્શને સમગ્ર વિશ્ર્વમાંથી લોકો આવશે એક હજાર કરોડના ખર્ચે બનનાર મંદિરની અડધી રકમ એટલે કે ૫૦૧ કરોડ શિલાન્યાસ સંપન્ન થાય ત્યાં સુધી એકત્રીત થઈ હતી.

૫૦૦ કરોડમાં ૧૪૦ કરોડ બાકી એવી જાહેરાત થતા  ૨૪ કલાકમાં જ દાનનો આંકડો ૫૧૧ કરોડે પહોંચ્યો

ગુજરાતની પ્રથમ એવી સંસ્થા જયાં અનેક દાતાઓએ નામ વગર ૨૫ કરોડ રૂપિયાનું માતબર દાન આપ્યું હતુ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશને એક નવો ચીલો ચાતર્યો છે. પ્રથમ વખત એવી ઘટના બની કે પ્રમુખે તા.૨૮મીએ એવી જાહેરાત કરી હતી કે ૫૦૦ કરોડમાં હજુ ૧૪૦ કરોડ બાકી છે. અને માત્ર ૨૪ કલાકમાં દાનનો આંકડો ૫૧૧ કરોડ સુધી પહોચ્યો.

શિલાન્યાસ સમયે સોનું, ચાંદી, હીરા, માણેક મોતી પધારાવાયા

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન.ગોલે જણાવ્યું હતુ કે, શિલાન્યાસ સમારોહના બીજા દિવસે ગર્ભગૃહમાં ૯ ચાંદીના કળશમાં સોનું, ચાંદી, હીરા, ઝવેરા અને તાંબુ પીતળ પધરાવાયું હતુ. શ્રી યંત્ર પણ નવશિલાની સાથે પધરાવવામાં આવ્યા હતા. ૫૦૦થી વધુ ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કર્યા.

Loading...