Abtak Media Google News

ગીરસોમનાથ ના વેરાવળ નજીક આવેલ ઈણાજ ગામે બની અનોખી ઘટના..વાડી વીસ્તાર માં ઘુસી આવેલ દોઢ વર્ષના દીપડા ને સ્થાનીકો એ નેટ માં કોર્ડન કરી લોકેટ કર્યો.વન વિભાગ ની રેસ્કયુ ટીમે દીપડાને ટ્રાંકવિલાઈઝર ઈન્ઝેક્શન આપી કર્યો બેહોશ. બાદમાં અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડાયો..

ગીરસોમનાથ જીલ્લામાં તાજેતરમાં વન્યપ્રાણી સિંહ, દીપડા ગામોમાં ઘુસી આવવાના બનાવો વધારે પ્રમાણમાં બની રહ્યા છે. ઊનાળાનાં કારણે વન્ય પ્રાણીઓ પાણી અને શિકારની શોધમાં જંગલ વિસ્તાર માંથી ગ્રામ્ય વિસ્તારોમાં આવી રહ્યા છે. આજે ગીર સોમનાથ ના ઇણાજ ગામે અનોખી ઘટના બની છે. જેમાં એક દોઢેક વર્ષ નો દીપડો ખેતર ના બગીચા માં ઘુસ્યો હતો. આસપાસ ના લોકો એ નેટ ની કોર્ડન કરી દીપડા ને વચ્ચે ખુલ્લી કેદ માં પુરી દીધો હતો. વન વિભાગને ગામ લોકો એ જાણ કરતાં વન વિભાગ ની સ્થાનીક તેમજ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ દીપડાનું રેસ્ક્યુ હાથ ધાર્યું હતું.

Untitled 1 24ગીર સોમનાથનાં ઈણાજ ગામે નેટ ની કોર્ડનમાં કેદ થયેલા દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગામલોકો એકઠા થયા હતા. વન વિભાગ ને રેસ્ક્યુ કરવામાં થોડી અગવડતા પણ પડી હતી. આખરે વન વિભાગનાં ડોક્ટરે સ્પેશિયલ ગન દ્વારા ટ્રાંકવિલાઈઝ ઈન્જેક્શન આપી દીપડા ને બેહોશ કરી દીધો હતો. આ બેહોશ દીપડાને એનીમલ કેર સેન્ટર અમરાપુર ખાતે લઈ જવાયો છે.ઈણાજ ગામે સ્થાનીકો ના સહયોગ થી આજે દોઢેક વર્ષ નો દીપડો ઝડપાઇ ગયો હતો.દીપડાની પ્રાથમીક તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે દીપડો થોડો બીમાર પણ છે. તેને વધુ સારી સારવાર પણ અપાશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.