Abtak Media Google News

કિર્તીદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, ધીરુભાઇ સરવૈયા, બિહારીદાન ગઢવી અને લલીતાબેન ધોડાદ્રાએ લોકોને ડોલાવ્યા

સરગમ કલબ દ્વારા ચાલી રહેલા સાંસ્કૃતિક મહોત્સવના ત્રીજા દિવસે લોકડાયરો યોજાયો હતો અને કલા પ્રેમી રાજકોટની જનતાએ મોડે સુધી લોક કલા માણી હતી.આ લોકડાયરાનું દીપ પ્રાગટય કરીને ઉદધાટન સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે બિલ્ડર જગદીશભાઇ ડોબરીયા, ઉઘોગપતિ મૌલેશભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા, હિરેનભાઇ સોઢા, અશોકભાઇ ડોબરીયા, રામભાઇ મોકરીયા, જશવંતસિંહ ભટ્ટી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નરેશભાઇ લોટીયા વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉઘોગપતિ મનીષભાઇ માડેકા, સ્મિતભાઇ પટેલ, ઘનશ્યામભાઇ મારડીયા, યોગેશભાઇ પુજારા,  જયમીન ઠાકર, શિવલાલભાઇ રામાણી અને રાજેશભાઇ કાલરીયા ઉ૫સ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચન નાથાભાઇ કાલરીયાએ કહ્યું હતું કે, સરગમ કલબ જાહેર જનતાના લાભાર્થે આવા કાર્યક્રમો કરે છે એ આવકારદાયક છે.કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટીએ પણ આ સાંસ્કૃતિક મહોત્સવ યોજવા બદલ સરગમ પરિવારને અભિનંદન આપ્યા હતા.રાજયપાલ વજુભાઇ વાળાએ પોતાના ઉદબોધનમાં કલા પ્રેમી રાજકોટની પ્રજાને બિરદાવી મહતી અને કહ્યું હતું કે પ્રજા હંમેશા આવા કાર્યક્રમોને આવકારે છે. તેમણે લોકકલાને જીવંત રાખનારા કલાકારોને પણ બિરદાવ્યા હતા અને તમામનું અભિવાદન કર્યુ હતું.જાણીતા લોક કલાકારો કીર્તિદાન ગઢવી, અભેસિંહ રાઠોડ, ધીરુભાઇ સરવૈયા, બિહારીભાઇ ગઢવી અને લલીતાબેન ધોડાદ્રા વગેરેએ લોકકલા રજૂ કરી હતી અને લોકોને મોડે સુધી તરબોળ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. સંજય કામદારે કર્યુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ અકબરી, કેતન મીરાણી, જગદીશ કીયાડા, ગુણવંતભાઇ પરસાણા, નરેન્દ્ર આડેસરા નીતીન ગોંડલીયા ઉપરાંત જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી, નીલમ વ્યાસ, રેખાબેન પાનસુરીયા, જસમીનબેન, મીનાક્ષી લીંબાસીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.