Abtak Media Google News

એફએમસીજી ક્ષેત્રના મોટાભાગના એકમો હોટસ્પોટ વિસ્તારોમાં છે

બ્રિટાનીયા, નેસ્લે, આઈટીસી સહિતની કંપનીઓને શ્રમિકોનો પ્રશ્ન સતાવે છે

દેશમાં કોરોનાને લાગુ કરાવેલ લોકડાઉનપૂર્ણ થયા બાદ પણ એફએમસીજી ક્ષેત્રને થાળે પડતા લાંબો સમય લાગશે તેમ જણાય છે. કારણ કે એમએસસીજી ક્ષેત્રની કંપનીઓ દેશના જે વિસ્તારોમાં આવેલી છે. તે તમામ વિસ્તારો કોરોના હોટ સ્પોર્ટ છે. આ વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવા સિવાય કોઈ પણ પ્રકારથી છૂટ નથી જેથી લોકડાઉન ખૂલ્યા બાદ પણ એફએમસીજી ક્ષેત્રની કંપનીઓને પોતાની કામગીરી શરૂ કરવા સમય લાગશે. વળી આવી કંપનીઓને જયાંથી કાચો માલ મળે છે. તેવા વિસ્તારોમાંથી અવર જવર પણ મોટો પ્રશ્ર્ન છે.

દેશમાં કોરોનાના વ્યાપ બાદ સરકાર લોકડાઉન જેવા કડક પગલા લીધા છે. લોકડાઉનનાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પ્રકારની છૂટછાટ નથી.

કોલગેટ, આઈટીસી, બ્રિટાનીયા, નેસ્લે, ડાબર અને બજાજ ક્ધઝયુમ્સ સહિતની એફએમસીજી કંપનીઓ દેશના કોરોના હોટસ્પોર્ટ વિસ્તારો હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉતરાખંડ અને પ.બંગાળમાં આવેલી છે. એફએમસીજી કંપનીઓના ૧૫૭ યુનિટમાંથી ૬૮ એકમો એટલે કે ૪૩ ટકા એકમો કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં આવેલા છે.

કોરોના હોટસ્પોર્ટ વિસ્તારોમાં આવેલી કંપનીના કોઈ કર્મચારીને કોરોના કેસ ન હોય તેવી કંપનીઓને આરોગ્યના કડક ધારાધોરણોના અમલ સાથે ચાલુ કરવા દેવા મંજૂરી આપવા માટે અમે સરકારને રજૂઆત કરી છે. તેમ ડાબરનાં ઓપરેશન એકઝકયુટીવ ડાયરેકટર શાહરૂખ ખાને જણાવ્યું હતુ.

શના ૧૨ શહેરોમાં ૭૬ ટકા સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો સંપૂર્ણ બંધ છે. અને તેમાના ૬૦ ટકા એકમો આગામી બે વર્ષ સુધી કાર્યકરી શકે તેવી આર્થિક સ્થિતિની અનિશ્ર્ચિતતા છે તેમ વિશ્ર્વની જાહેરાત ક્ષેત્રની સંશોધક સંસ્થાના કંતારે જણાવ્યું હતુ. મધ્ય માર્ચથી જ તંત્ર તરફથી કંપનીઓને કામ કરવાની મનાઈ કરવામાં આવી છે. એટલે આખા દેશમાં જીવન જરૂરી તથા એક ફૂડનું ઉત્પાદન તથા પૂરવઠા વ્યવસ્થાની વ્યવસ્થા ખોરવાઈ છે. તો વળી કેટલાક કારીગરો ગ્રામ્ય વિસ્તારમાં જતા રહ્યા હોવાથી તેઓ કોરોનાનો રોગચાળો લાગી ન જાય તથા તંત્ર ભારે ઔદ્યોગિક એકમ ગમે ત્યારે બંધ કરાવે તેવી દહેશતથી કામ કરવા આવતા નથી જેથી એકમો ચાલુ કરવાઓ પણ એક મોટો પડકાર છે.

એફએમસીજી ક્ષેત્ર માટે ઉત્પાદક એકમો પૂન: કાર્યરત નહી થાય ત્યાં સુધી પૂરવઠો પૂન: સ્થાપિત કરવોએ એક પડકાર છે. તેમ એન્ટીકટેસ્ટોક બ્રોકીંગના સંશોધક અભિજીત કુડુએ જણાવ્યું હતુ.

એન્ટીકના સંશોધક કહે છે કે દેશના સૌથી મોટા એફએમસીજી જૂથની ૪૬ ટકા ફેકટરીઓ કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં છે જયારે તેના પ્રતિ સ્પર્ધી આઈટીસની ૬૧ ટકા ફેકટરીઓ કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં છે.

બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. વરૂણ બેરી કહે છેકે અમે અમારા બિસ્કીટ ડેરી ઉત્પાદનની સરકારના ૭૫ ટકા ઉત્પાદન શરૂ કરી દીધું છે. પણ લોકડાઉનને કારણે વિતરણ વ્યવસ્થાને માઠી અસર થઈ છે. ફેકટરીમાં કામદારો અને વાહન ચાલકોની પણ સમસ્યા છે. જોકે તે થોડી હળવી થઈ છે.

નેસ્લેએ મંગળવારે સ્ટોક એકસચેંજને એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તેમના બધા ઉત્પાદક એકમોને ચાલુ કરવા મંજૂરી મળી ગઈ છે. જાણકારો માલપૂરા પાડનારા, વેરાહાઉસ તથા વિતરણ વ્યવસ્થાના કારણે ઉત્પાદન ઓછુ કરવું પડી રહ્યું છે. નેસલેના ૫૦ ટકા એકમો કોરોના હોટસ્પોટ જિલ્લાઓમાં આવેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.