સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી ફલાય ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા હલ થશે

ધારાસભ્ય વિક્રમ માડમની રજૂઆત બાદ સરકારે મંજુરી આપી

જામનગર શહેરમાંથી પસાર થતા અતિ વ્યસ્ત અને મુખ્ય માર્ગ ગણાતા સુભાષબ્રીજી સાત રસ્તા સુધીના ઈન્દિરા માર્ગ પરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજય સરકાર સમક્ષ આખા માર્ગ પર ફલાય ઓવરબ્રીજ બનાવવાની માંગણી કરી હતી. આ ઉપરાંત ગુજરાત રાજયની અંદાજપત્ર બેઠકમાં પણ વિક્રમભાઈ માડમે આ ફલાય ઓવરબ્રીજ બનાવવા માટે રૂપિયા દોઢસો કરોડની રકમ ફાળવવા રજૂઆત કરી હતી. જે માંગણી રજૂઆતનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે અને જામનગરમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ફ્લાય ઓવર માટે રાજય સરકાર તરફી રૂ. ૧પપ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.

જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે સરકારે વર્ષ-ર૦૧૩-૧૪ અને ર૦૧પ દરમિયાન આ સમસ્યા માટે ઓવરબ્રીજ બનાવવાની યોજના કરી હતી. તેમજૃ લોકોની રજૂઆત ધ્યાને લઈ માંગણીઓ મુજબ વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો સર્વે કરાવી ઓવરબ્રીજ કરાવવા માટે ક્નસલટન્ટની પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા સલાહ – સૂચન માટે નિમણૂક કરી સલાહ લેવામાં આવી હતી. જે-તે સમયે આ સંભવિત ઓવરબ્રીજ વિકટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો બનાવવા માટે લોકોની માંગણીઓ હતી, પરંતુ નગરપાલિકાના તંત્ર દ્વારા આ ઓવરબ્રીજ ટૂકાવી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો અને અંબરટોકિઝથી ગુરૃદ્વારા ચોકડી સુધીનો ઓવરબ્રીજ બનાવવાનું નક્કી કરેલ હતું અને આવા નાના બ્રીજ માટે ગ્રાન્ટ મંજૂર થયાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ જામનગર શહેરની જો ખરેખર ટ્રાફિક સમસ્યા હલ કરવાની થતી હોય, તો વિકોટોરીયા પુલથી સાત રસ્તા સુધીનો ઓવરબ્રીજ બનાવવો જરૂરી છે. નહીં કે અંબર ચોકડીથી ગુરૃદ્વારા સુધીના નાના ટૂકડા જેવો ઓવરબ્રીજી શહરેની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે નહીં, તેવી રજૂઆતો ધારાસભ્ય વિક્રમભાઈ સમક્ષ જુદા-જુદા શહેરના આગેવાનો તથા લોકો દ્વારા જે-તે સમયે કરવામાં આવતા વિક્રમભાઈ દ્વારા આ ઓવરબ્રીજ પ્રથમ પ્લાન પ્રમાણે લોકોના હિતને ધયને રાખી વિક્ટોકરીયા પુલથી સાત રસ્તા સુધીનો ઓવરબ્રીજ બનાવવો જરૂરી હોય, આમાં લોક હિર્તો ઓવરબ્રીજનું કામ કરવું, તેમજ લોકોની માંગણી મુજબનો જ, વિકટોરીયા પુલી સાત રસ્તા સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે, તો જામનગર શહેરની ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ ધારાસભ્ય વિક્રમભાઈ માડમને ખ્યાલમાં આવતાં તેમજ આ ઓવરબ્રીજ બને તો જામનગર શહેરના નવાગામ-ઘેડ, વાલકેશ્વરી જેવા વિકસિત એરીયાની ટ્રાફિક સમસ્યા પણ હલ થઈ શકે.

આવી તમામ બાબતો સાથેનો વિગતવાર આવેદન નાયબ મુખ્યમંત્રીને તા. ર-૧ર-ર૦૧૯ થી પત્ર દ્વારા જણાવતા, માંગણી ન્યાયી તથા લોક હિતમાં હોવાનું જણાતાં ગુજરાત સરકાર દ્વારા જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે વિકટોરિયા પુલથી સાત રસ્તા સુધીનો ઓવરબ્રીજ બનાવવા માટે પ્રમ રૂ. ૧પપ કરોડ મંજૂર કરી, આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમ જામનગર મહાનગરપાલિકાના સૂત્રો મારફત જાણવા મળ્યું છે.

Loading...