હિરાસર એરપોર્ટનાં રનવેની જગ્યાએ વહેતું વોંકળાનું પાણી ડાયવર્ટ કરાશે

જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની બેઠકમાં પાણીનું વહેણ બદલાવવા જીપીએસ સિસ્ટમથી સર્વેની કામગીરીને લીલીઝંડી

રાજકોટની ભાગોળે નિર્માણ પામનાર હિરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ અરેપોર્ટનાં રનવે ઉપર વોકળાનાં પાણીનું વહેણ નડતરરૂપ હોય તેને ડાયવર્ટ કરવા માટે જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની બેઠકમાં જીપીએસ સિસ્ટમથી સર્વેની કામગીરીને લીલીઝડી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિની બેઠક આજે કાર્યવાહક ચેરમેન વીનુભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સત્ય અર્જુનભાઈ ખાટરીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધોરાજી સિંચાઈ પેટા વિભાગના ક્ષેત્રીય કામગીરી માટે વાહન ભાડે રાખવા, ઈમ્પુવમેન્ટ ટુ જગવડ-૧ અનુશ્રવણ તળાવને વહીવટી મંજુરી આપવા નિર્ણય લેવાયો હતો. સાથોસાથ હિરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એસોર્ટનાં રનવે ઉપર વોકળાનું પાણી રહેતુ હોય તેને ડાયવર્ટ કરવા માટે જીપીએસસી સિસ્ટમથી સર્વે કામગીરીનાં ભાવો મંજુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  એગ્રીમેન્ટ કે સીકયુરીટી ડિપોઝીટી ન ભરાયેલ હોય તેવી ગોંડલની શકિત મજુર બાંધકામ મંડળીને ૩ વર્ષ માટે બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી.   આ સાથે  કાર્યવાહક ચેરમેન જસદણ અને વિછીંયાનાં સીધી સિંચાઈ માટે ઉપયોગી એવી ૮ કેનાલ તેમજ પડધરી તાલુકાનાં સુવાગની એક કેનાલ તાત્કાલીક રીપેર થાય તે માટે તુરંત સર્વેની કામગીરી શરૂ કરવા તાકીદ કરી હતી.

ચેક ડેમ રીપેર ઝૂંબેશ: કાર્યપાલક ઇજનેર પ લાખ, અધિક્ષક ઇજનેર ૧૦ લાખ  સુધીના કામની મંજુરી આપી શકશે

રાજય સરકાર દ્વારા ચેક ડેમ રીપેર ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં જીલ્લાનાં વિસ્તારમાં ચેકડેમ રીપેર કરવા માટે કાર્યપાલક ઇજનેરને રૂા પ લાખ, રૂા ૧૦ લાખના કામની સૈઘ્ધાતિ મંજુરી આપવાના પાવર્સ અપાયા છે. જો કે આ પરિપત્ર ગડમથલ રુપ મુદ્દો એ છે કે ચેક ડેમ જેટલી રકમમાં તૈયાર થયો હોય તેની ૩૦ ટકા રકમ રીપેર કામ માટે મંજુર કરી શકાય છે. જો રીપેરીંગ ખર્ચ ૩૦ ટકાથી વધે તો રાજય સરકારની મંજુરી લેવી પડશે. વર્ષો પહેલા બનેલા ચેકડેમો ખુબ ઓછી રકમમાં તૈયાર થઇ ગયેલા છે. હવે તેનો રીપેરીંગ ખર્ચ પણ નિર્માણ ખર્ચથી ત્રણ ચાર ગણો થાય તેમ છે.

પુર સંરક્ષણ દિવાલનું રૂા. ૫૦ લાખ સુધીનું કામ જિલ્લા પંચાયત હસ્તક થઇ શકશે

રાજય સરકારે ચોમાસ પૂર્વે જ અતિવૃષ્ટિ સામે લડવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. જેના ભાગરુપે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં પુર સંરક્ષણ દિવાલનું પ૦ લાખ સુધીનું કામ જીલ્લા પંચાયત હસ્તક રહેશે. પરંતુ તેમા એક શરત મુકવામા આવી છે. જો પુરથી ગામને નુકશાન થાય તેમ હોય અને ત્યાં દિવાલ બનાવવાની હોય તો જ જીલ્લા પંચાયત હસ્તક દિવાલનું કામ થઇ શકશે. ખેતીની જમીનને નુકશાનથી બચાવવા માટે દિવાલનું નિર્માણ કાર્ય રાજય સરકારની મંજુરીથી થશે.

Loading...