Abtak Media Google News

કુશીનગરથી ૧૬ કિલોમીટર દુર પાવાપુરી હાલનું ફાજલનગર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમી

પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન પર બુદ્ધ પુરુષ પૂજ્ય મોરારીબાપુનાં મુખેથી માનસ – ગંગા પ્રવાહિત થશે. ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ રામકથા, નીતિ-નિયમોનાં પરિપાલન સાથે, મર્યાદિત સંખ્યામાં  આમંત્રિત શ્રોતાઓ માટે છે.  સવારના ૧૦ થી ૨ સુધી   કથાનું લાઈવ પ્રસારણ જોઈ-સાંભળી શકાશે.

Morari

હિન્દુસ્તાનની ધર્મ પરંપરાનું ’ત્રિવેણી-તીર્થ’ કહી શકાય એવું-. ઉત્તરપ્રદેશનુંકુશીનગર અત્યંત ગૌરવશાળી ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે. આ પાવન સ્થાન, હિન્દુ સનાતન ધર્મ પરંપરાનાનવમા અવતાર ભગવાન બુદ્ધની નિર્વાણ ભૂમિ છે. વાલ્મિકી રામાયણ અનુસાર ત્રેતાયુગમાં આ સ્થાન ભગવાન રામચંદ્રજીના પુત્ર કુશની રાજધાની ’કુશાવતી’ તરીકે પ્રસિદ્ધ હતું.

કુશીનગરથી ૧૬ કિલોમીટર દૂર, ’પાવાપુરી’ (હાલનું ફાજીલનગર) જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ છે.

આ રીતે હિંદુ સનાતન ધર્મ પરંપરાના ભગવાન રામ, બુદ્ધ ધર્મ પરંપરાના ભગવાન ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મ પરંપરાના ભગવાન મહાવીર  એમ ધર્મ ત્રિવેણી-સંગમ સમું આ સ્થાન અતિ પવિત્ર તીર્થ મનાય છે.

કુશીનગર બૌદ્ધ ધર્મીઓનું મુખ્ય યાત્રાધામ છે. પરંતુ ઉત્તર ભારતનું એકમાત્ર સૂર્યમંદિર પણ કુશીનગર જિલ્લાની તુર્કપટ્ટીમાં સ્થિત છે. પુરાતત્વ વિભાગ દ્વારા થયેલાં ખોદકામથી અહીં સૂર્ય ભગવાનની મૂર્તિ પ્રાપ્ત થયેલી, જે ગુપ્ત વંશનાસમયકાળદરમિયાનની હોવાનું મનાય છે.

કુશીનગરજનપદનું મુખ્ય જિલ્લા મથક ’પડરૌના’ છે. લોકવાયકા એવી છે કે જનકપુરીમાંકરાયેલા સીતા સ્વયંવર પછી, લગ્ન ગ્રંથીથીજોડાએલાં ભગવાન રામ અને ભગવતી સીતા – મહારાજા દશરથનાપરિવારજનો સાથે આ માર્ગે થઈને અયોધ્યા પાછા ફર્યા હતા. ભગવાન રામની પદ રજથી પવિત્ર થયેલી આ ધરતી ’પદરામ’ – ’પદરામા’ તરીકે ખ્યાતિ પામી, જે પછીથી પદરેના – પડરૈના- પડરૌના તરીકે ઓળખાવા લાગી. પડરૌનાથી દસ કિલોમીટર દૂર પૂર્વમાં વહેતીબાંસી નદી પાર કરીને ભગવાન રામ અયોધ્યા તરફ સિધાવ્યા હતા. જે સ્થાનેથી તેમણે નદી પાર કરી હતી, તે સ્થાન આજે પણ ’રામઘાટ’ તરીકે ઓળખાય છે. પ્રતિવર્ષ અહીં ભવ્ય લોકમેળો યોજાય છે. બાંસી નદીનું આ  સ્થાન શ્રદ્ધાળુઓ માટે એટલું મહત્વનું બની ગયું છે કે ‘સો વાર કાશી ને એક વાર બાંસી’ કહેવત પ્રચલિત બની છે!

પાવાનગરી (હાલનું ફાજીલનગર) નાં ’છઠીઆવ’ ગામના કોઈ નિર્દય વ્યક્તિએ ભગવાન બુદ્ધનાં ભિક્ષા પાત્રમાં સુવ્વરનું કાચું માંસ પીરસ્યું. બૌદ્ધ સન્યસ્ત ધર્મના નિયમ મુજબ ભગવાને એ આરોગ્યા પછી એમને અતિસાર નામની બીમારી લાગુ પડી. દેહની રૂગ્ણાવસ્થામાં જ ભગવાન બુદ્ધ, કુશીનારાનાં ’શાલ વન’ સ્થાન પર અંતિમ પ્રવચન આપીને પરિનિર્વાણ પામ્યા.

આ પ્રાચીન તીર્થસ્થાનનો જીર્ણોદ્ધાર મૌર્ય વંશ દરમિયાન થયો.  સમ્રાટ અશોક દ્વારા અહીં બૌદ્ધ ધર્મનાંસ્તૂપો અને સ્થાપત્યોરચાયાં.પરંતુઈસવીસન ૧૬૦૦ આસપાસ મુસલમાન શાસકોનાઅત્યાચારથી ભયભીત થઈને બુદ્ધ ભીખ્ખુઓ આ સ્થાન છોડી ગયા. મુસ્લિમ શાસકોએ અહીંના બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મ સ્થાનકોનો ધ્વંસ કર્યો. અને આ પવિત્ર સ્થાન કાળની ગર્તામાં વિલીન થયું. વિસરાએલાં આ તીર્થસ્થાનની શોધ કરવાનું શ્રેય અંગ્રેજ ગવર્નર જનરલ કનીંઘમ અને તેના સાથી જનરલ કાર્લાઈનનેફાળે જાય છે. ૧૮૬૧માં અહીં ખોદકામ કરાવતા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં બનેલી ’સૂતેલા બુદ્ધ’ ની મૂર્તિ મળી આવી. ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા વિશેષ સંશોધન થતાં પ્રાચીનકાળનાં અનેક ધર્માવશેષ અહીંથી મળી આવ્યાં.

કુશીનગરમાંથાઈલેન્ડ, ચીન, જાપાન, શ્રીલંકા જેવા દેશોએ બનાવેલા બૌદ્ધ મંદિરો પણ દર્શનીય છે. તેથી વિદેશી પર્યટકો માટે પણ આ પર્યટન ધામ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.વ્યાસપીઠની વિશ્વ વાટિકાનાંફ્લાવર્સને કથા શ્રવણનો અમૂલ્ય અવસર આ દિવસોમાં પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.