Abtak Media Google News

ઠેર-ઠેર ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો યોજાયા: લોકો દેશભકિતના રંગે  રંગાયા

સમ્રગ રાજયમાં પ્રજાસત્તાક પર્વની ગૌરવવંતી ઉજવણી કરવામાં આવી હતી ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

Photo 2020 01 27 09 46 59 2

અમદાવાદની સંસ્થા Happy To Help Youના કાર્યની મહેક ફેલાઇ છે. સંસ્થા દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો અને ગરીબ- શ્રમિક પરિવારના બાળકોને હોટલમાં લઇ પિત્ઝા – આઇસ્ક્રીમની જાયફત કરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે.આ અંગે માહિતી આપતા Happy To Help Youના ફાઉન્ડર પ્રિન્સ ત્રિવેદી, હાર્દિક દવે કહે છે કે, આ સંસ્થાની સ્થાપના તેઓએ દોઢ વર્ષ પહેલા કરી હતી. ગરીબ બાળકો અને શ્રમિક પરિવારના બાળકો હોટલની બહાર ભીખ માંગતો હોય છે. તેઓને પણ પિત્ઝા ખાવાના ઇચ્છા થતી હોય છે. પરંતુ તેઓને હોટલ અંદર જવા દેવામાં આવતા નથી. ત્યારે અમને વિચાર આવ્યો કે આવા બાળકો માટે હોટલમાં જમવાનુ આયોજન કરવામાં આવે. જેથી આ બાળકો પણ હોટલની મજા માણી શકે, અને ખરા અર્થમાં આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી શક્યા છીએ.

ચાંપરડા

સંત મુકતાનંદજી સ્થાપિત બ્રહ્મનંદ વિદ્યા ધામ ચાપરડામાં ૭૧મો પ્રજાસત્તાક દિવસ સંતો, જય અંબે હોસ્પિટલ સેવા આપવા આવેલા ડોકટરશ્રીઓ ટીમ ઉપસ્થિતમાં ભવ્ય રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઈન્ડિયન આર્મીના પૂર્વ મેજર મહેતાએ ચીન, પાકિસ્તાન સાથેના યુદ્ધના શૈર્યમય પ્રસંગોની જીવંત વાતો વિદ્યાર્થીઓને કરી હતી.સાથો સાથ શાળાની મેજર  રાણાનાં માર્ગદર્શન નીચે એન.સી.સી આર્મી વિગ્સના કેડેટસએ સરસ પરેડ રજૂ કરી હતી.

હડિયાણા

જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે  ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ખુબજ ધામધુમથી ઉજવાયો હતો.હડીયાણા તાલુકા શાળાના પટાંગણમાં હડીયાણા માધ્યમિક શાળા, હડીયાણા તાલુકા શાળા તથા હડીયાણા ક્ધયા શાળાનો સયુંકત રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર

પ્રજાસત્તાક દિનની ઉજવણી અને રંગારંગ કાર્યક્રમ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ખાતે યોજાયો હતો.જેમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ક્રાંતિભાઈ ટમાલીયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તે સમયે જીલ્લાના નાયબ ડી.ડી.ઓ બાલમુકુંદ રાજેન્દ્રસિંહ સુર્યવંશીએ તેમજ કોંગ્રેસ પાર્ટીના પદાધીકારીઓ અને જીલ્લા પંચાયતના કર્મચારીઓ સીનીયર સિટી નકલબ સભ્યો, સંસ્કાર વિદ્યાલય વઢવાણના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બગસરા

Img 20200126 092515

ઝવેરચંદ્ર મેઘાણી હાઈસ્કુલમાં પ્રજાસત્તાકપર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથરના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે એડવોકેટેનું શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકાના ચીફઓફિસર ભાવનાબેન ગૌસ્વામી હાજર રહ્યા હતા નગરપાલિકા સદસ્યશ્રી રસ્મીનભાઈ ડોડી આ તથા મેઘાણી હાઈસ્કુલના પ્રિન્સીપાલ રામસિંહભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

પાલીતાણા

Img 20200127 205058

પાલીતાણાના જાળિયા(અમરાજી) કે.વ.શાળામાં ૭૧માં પ્રજાસતાક પર્વની ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૈનિક તરીકે ફરજ બજાવતા સૈનિકોના માતા  પિતાની વંદના રાખવામાં આવી તેમજ નવા ભારતી થયેલ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથો સાથ તેજસ્વી તારલાઓ ને પણ સન્માનિત નો કાર્યકમ રાખવામાં આવ્યો હતો આ કાર્યકમ ના દાતા ગંભીરસિંહ ધીરુભા સરવૈયા અને તેમના પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો.

મોટીપાણીયાળી

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામાં પ્રજાસત્તાક દિન નિમિતે સવારે ધ્વજ વંદન કાર્યક્રમ અને વર્ષ દરમ્યાન જન્મેલ ૩૨  દીકરીઓને વધાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ૩૫ ખેલાડીઓનું સન્માન બી.આર.સી હાર્દિકભાઈ ગોહિલ અને શાળાના આચાર્ય બી.એ.વાળા તથા યુનુસખાન બલોચ તેમજ નાથાભાઈ ચાવડાના હસ્તે  કરવામાં આવ્યું હતું.

રાજુલા

Img 20200127 Wa0032

અમરેલી જીલ્લાનાં ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજુલા મુકામે કરાય હતી અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકેના વરદ હસ્તે રાષ્ટ્ર ઘ્વજને સલામી તથા પરેડ નીરીક્ષણ કરવામાં આવેલ હતું. રાજુલા માં આવેલ બાલાક્રિષ્ના વિઘાપીઠના વિશાળ પટ્ટાગણમાં ર૬મી જાન્યુઆરી ૨૦૨૦ નો ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારતની આનબાન અને શાન રાષ્ટ્ર ઘ્વજ ફરકાવીને તથા પોલીસ પરેડ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયેલ હતો.

આ તકે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, નગરપાલિકાના પ્રમુખ કનુભાઇ ધાંખડા જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, પ્રાન્ત અધિકારી ડાભી, મામલતદાર ગઢીયા તથા પી.આઇ. ઝાલા તથા ટીડીઓ હર્ષદભાઇ દવે તાલુકા પ્રમુખ જીલુભાઇ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઇ વાવ, કારોબારી ચેરમેન પ્રતાપભાઇ મકવાણા, પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી મનુભાઇ ધાંખડા ઉ૫સ્થિત રહ્યા હતા.

જોડિયા

જશાપર પ્રાથમિક શાળા મુ. જસાપર તા.જોડીયા માં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી. સરપંચ હેમરાજભાઈ પનારા, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, તલાટી કમ મંત્રી તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી

20200128 082807

સરકારી પ્રાથમિક શાળા નંબર ૧૭ ખાતે ૭૧ માં પ્રજાસત્તાક દિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજવંદન વિધિ શાળાની વધુ ભણેલી દીકરી ઝાપડા મનિષાબેન વિઠ્ઠલભાઈ( હાલ એસ.વાય.બી.એ ચાલુ છે) ના હસ્તે કરવામાં આવેલ તેમજ શાળાના બાળકો દ્વારા કરાટેના દાવ અને સ્વચ્છ ભારત અભિયાન વિશે નાટક રજૂ કરવામાં આવ્યું તેમજ બેંક.ઓફ.બરોડા ધોરાજી ના સહયોગથી તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં તેના કર્મચારીઓ હરેશભાઈ ત્રિવેદી તથા અન્ય સ્ટાફ દ્વારા અંદાજીત  રૂપિયા ૧૦૦₹ની આસપાસ ની કીટ ૨૨૨ બાળકોને અંદાજિત ૨૦ થી ૨૫ હજારના ખર્ચે બાળકોને  આનો લાભ મળતા સૌ હર્ષભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા.

બુટાવદર

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે તાલુકા કક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર, ગ્રામ પંચાયતના સરપંચ સહીત ગ્રામજનો ઉ૫સ્થિત રહ્યા હતા.

વિસાવદર

Img 20200127 Wa0184

વિસાવદર ન્યાય મંદીર ખાતે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. બન્ને ન્યાયમૂર્તિઓ રજા હોય બાર એસોસીએશન વિસાવદરના પ્રમુખ નયન જોશી દ્વારા તેમના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવેલ હતું.  નગરપાલિકા હાઇસ્કુલના નિવૃત શિક્ષક નાગજીભાઇ પરમાર, વિસાવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા જીઆરડીનો સ્ટાફ તથા નગરજનો ઉ૫સ્થિત રહ્યા હતા.

મેધપર

જોડીયા મામલતદાર સરપદડીયાના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન મોહનભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી જે.વી. રાજગોર, વિસ્તરણ અધિકારી કે.એન. નંદાસણા, વિસ્તરણ અધિકારી આર.ડી. કાલાવડીયા, એસ.પી. પોપટ, હીરામન હાઇસ્કુલ મેધપરના દાતાશ્રી ગોવિંદભાઇ સોલંકી, સી.ડી.પી.ઓ. ડોડીયાબેન, દુધાગરા પીજીવીસીએલ જોડીયા તથા મામલતદાર કચેરીના સ્ટાફ તથા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ ગણ તથા અન્ય શાખાધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.