Abtak Media Google News

કર્મચારીઓને નજીવી સજા કરી કેસમાંથી મુકત કરાયા: ૯૦ કેસો પેન્ડિંગ રખાયા

રાજકોટ સહિત રાજયભરના એસ.ટી.કર્મચારીઓ સામે જુદા-જુદા નિયમ ભંગ બદલ કરવામાં આવતા સંખ્યાબંધ ડિફોલ્ટ કેસોનો આજરોજ રાજયભરના જુદા જુદા એસ.ટી.વર્કશોપ ખાતે ઝુંબેશના સ્વરૂપે નિકાલ થનાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ રાજકોટ એસ.ટી.વર્કશોપ ખાતે રાજકોટ એસ.ટી.વિભાગના કર્મચારીઓના ૧૦૪૬ જેટલા ટીકીટ ચોરી, કામમાં બેદરકારી, રૂટ બોર્ડ, ડ્રેસ ન પહેરવો, વાહનોને નુકસાન સહિતના કેસોનો સવારે ૧૧:૩૦ વાગ્યેથી નિકાલ કરવામાં આવ્યો હતો. જે-તે કર્મચારીઓને સુધરવાની તક સાથે હળવી સજાના હુકમ કરવામાં આવ્યા હતા. રાજકોટ એસ.ટી.વિભાગમાં સૌથી વધુ ગોંડલ ડેપોના ૧૯૫, મોરબીના ૧૫૩ અને રાજકોટ ડેપોના ૧૪૦ ડીફોલ્ટ કેસો નોંધાયા હતા.

Dsc 1074આ તકે અમદાવાદ એસ.ટી.મધ્યસ્થ કચેરીથી એસ.ડી.સુથાર (સચિવ), પી.પી.ધામા, પરિવહન અધિકારી, એસ.કે.કલોલા, યાંત્રિક ઈઝનેર, એન.બી.વરમોરા, ડેપો મેનેજર કે.ડી.દવે, વહિવટી અધિકારી તથા એકાઉન્ટ ઓફિસર પ્રહલાદસિંહ રાણા, સિકયુરીટી ઓફિસર, એસ.ટી.ના માન્ય સંગઠનના મુખ્ય અને અન્ય પ્રમુખ ઈન્દુભા જાડેજા, જયુભા જાડેજા અને મહેશભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Dsc 1090

અમદાવાદ મધ્યસ્થ કચેરીના સચિવ એસ.ડી.સુથારે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ડેપોમાં વિભાગીય કચેરીમાં કુલ ૧૫૪ કેસો ડિફોલ્ટ પેન્ડીંગ છે. જેમાં ૧૪૦ કેસોનું આજરોજ નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે કુલ ૧૦૪૬ કેસો પેન્ડીંગ હતા. જેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને અન્ય ૯૦ કેસો પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. ભુતકાળમાં એસ.ટી.ના ઈતિહાસમાં આવી કોઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી નહોતી. દરેક કામદારોને સુધરવાની તક મળે અને તેમનો સ્ટ્રેસ ઓછો થાય અને તેઓ તેમની નોકરી શાંતીથી કરી શકે તે માટેનો લોક દરબારનો હેતુ હતો.

Dsc 1111

આ લોક દરબાર દરમિયાન સૌથી વધુ ૨૨ વખત ગુન્હામાં આવેલા વાલજીભાઈ નથુભાઈ હોપીએ જણાવ્યું હતું કે, ૧૯૯૨થી કંડકટર તરીકે એસ.ટી.નિગમમાં ફરજ બજાવું છું. છેલ્લે રાજકોટ થી ખોખડદડ સુધી જતી બસમાં કુલ-૪ મુસાફર પાસેથી ભાડાની કુલ રકમ રૂ.૫૬ વસુલી હતી પરંતુ મુસાફરને ટીકીટ આપી ન હતી. આ ગુન્હા માટે મને સસ્પેન્ડ કરવા માટેની સજાની જોગવાઈ થવાની હતી પરંતુ લોક દરબાર યોજીને એસ.ટી.નિગમ દ્વારા આગામી માસના પગારમાંથી રૂ.૨૦૦૦ પેટે વસુલાત કરવાની શિક્ષા આપી છે અને મારી નોકરી પણ ચાલુ રહેશે એ માટે એસ.ટી.નિગમનો હું આભારી છું.

Dsc 1077

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.