Abtak Media Google News

હિમાચલ પ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં બુધવારે રાત્રે બરફવર્ષા થઈ છે. મનાલી અને શિમલા જિલ્લાના નારકંડામાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ છે. જેનાથી વિસ્તારમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે. તો કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં પણ બુધવારે હિમપાત થયો. હવામાન વિભાગે એક બે દિવસમાં મેદાની વિસ્તારમાં સર્દી વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

Manali 1હિમાચલ પ્રદેશમાં શિમલા જિલ્લાના નારકંડા, કિન્નૌર જિલ્લાની સાંગલા અને કૂલ્લૂ જિલ્લાની સોલંગ ઘાટીમાં ગુરૂવારે બરફ વરસાદ થયો છે. લાહૌલ-સ્પીતિના કેયલોન્ગમાં સવારે તાપમાન માઈનસ 3.3 ડિગ્રી સેલ્સિયસ, મનાલીમાં માઈનસ 1.2, કલ્પામાં માઈનસ 0.8, કુફરીમાં માઈનસ 0.3 અને શિમલામાં 3.3 ડિગ્રી નોંધાઈ હતી. નવેમ્બરમાં બરફવર્ષા થવાથી આશા છે કે આ વખતે ક્રિસમસ અને નવા વર્ષે મોટા પ્રમાણમાં પર્યટકો ઉમટી પડશે.

Manali 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.