Abtak Media Google News

નવા નાણાં મંત્રી નિર્મલા સીતારમન પર કેન્દ્રીય બજેટમાં અર્થતંત્રને મજબૂત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ભાજપ અને એનડીએ જવલંત સફળતા મેળવી હતી. મોદી સરકારના નવા મંત્રીમંડળની પરમ દિવસે થયેલી શપથવિધિ બાદ ગઇકાલે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી હતી. જે બાદ મળેલી પ્રથમ કેબીનેટની બેઠકમાં ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર ૧૭મી જુનથી પ્રારંભ કરીને ર૬ જુલાઇ સુધી ચલાવવાનો નિર્ણય  કરાયો છે. ઉપરાંત કેન્દ્રીય બજેટ પમી જુલાઇએ રજુ કરવામાં આવનારું હોવાનું વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના માહીતી અને પ્રસારણ ખાતાના મંત્રી પ્રકાશ જાવેડકરે આ અંગેની માહીતી આપતા જણાવ્યું હતું કે લોકસભા અઘ્યક્ષની ચુંટણી ૧૯મી જુને થશે. સત્રના પ્રથમ બે દિવસે સરકારના સભ્યોના શપથની પ્રક્રિયા પુરી કરાશે. ર૯મી જુને રાષ્ટ્રપતિનું સંબોધન અને આભાર વિધી થશે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબીનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.સસંદના પ્રથમ સત્રમાં જ બજેટ જેવી મહત્વની કામગીરી માટે સરકાર કવાયત હાથ ધરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારના પ્રથમ સત્ર જુન ૧૭મી જુલાઇ  ૨૬ જુલાઇ દરમિયાન પમી જુલાઇએ બજેટ રજુ થશે. ઉપરાંત મહત્વની કામગીરી તથા સરકાર દ્વારા ગત લોકસભાના સત્ર દરમિયાન બાકી રહી ગયેલા કેટલાક મહત્વના ખરડાઓ પણ હાથ પર લેવાશે. નરેન્દ્ર મોદીની બીજા ટર્મની સરકાર અગાઉના ટર્મની અધુરી કામગીરી પૂરી કરવાની સેડો સરકાર તરીકે ચાલેતેવો નિર્દેશન છે.

નવા નાણાંમંત્રી તરીકે વરાયેલા નિર્મલા સીતારમન તેનું પ્રથમ બજેટ ૫મી જુલાઈએ રજૂ કરશે લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાનું લોકપ્રિય બજેટ રજૂ કરનારી મોદી સરકારે તેમાં કરેલી જોગવાઈઓનો અમલ કરાવવાની સાથે સાતે દેશમાં છેલ્લા થોડા વર્ષોથી વિકાસનો દર નીચે જઈ રહ્યો છે. તેને સ્થિરતા આપવાની જવાબદારી પણ સીતારામનના શિરે આવનારી છે. જોકે, દેશનાઅર્થતંત્રને મજબૂત બનાવવા નવા કડક પગલા લેવાની કામગીરી પણ તેમના પર આવનારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.