ગુજરાતીઓની પહેલી ચાહત : ચા

બધી જ બાબતોનું નિરાકરણ કાઢવું અઘરું છે પરંતુ જો કોઈ ગુજરાતી વ્યક્તિ પાસે થી સલાહ લેવામાં આવે તો તો સમસ્યાનું સમાધાન અચૂક મળશે કારણકે તેઓ પાસે બધી જ સમસ્યાનું એક જ સમાધાન છે ‘ ચા ‘.

એક ગુજરાતીઓ માને છે કે મોટામાં મોટા ઝઘડાઓનું સમાધાન ‘ ચા’ થી થઈ શકે છે. તેઓ માટે તો સુખમાં પણ ચા, દુઃખમાં પણ ચા,પ્રેમ થયો હોય તો પણ ચા,પ્રેમમાં દગો મળ્યો હોય તો પણ ચા. ઝઘડો થયો હોય તો મગજ શાંત કરવા ચા , ઝઘડાનું સમાધાન માટે પણ ચા .ગુજરાતીઓ માટે તો ચા જ જીવન છે.

જ્યારે નોકરી પરથી થાકીને આવ્યા હોય અને થાક ઉતારવા મમ્મીના હાથની ગરમગરમ ચા મળી જાય તો શુ જોઈ બીજું જીવનમાં.ચા એક એવું પીણું છે કે જે ઉચ્ચ કક્ષાના લોકોથી લઈને નિમ્ન વર્ગ પણ પી શકે છે. મિત્રોની મહેફિલતો ચા વગર અધૂરી છે.

અત્યારે તો કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે ને એમાં સવાર સવારમાં ચા મળી જાય તો આખો દિવસ આનંદમય રહે છે. ઉનાળામાં ગુજરાતીઓની માન્યતા છે કે ગરમી જ ગરમીને મારે એટલા માટે ઉનાળામાં ગુજરાતી વધુ ચા પીવે છે. ચોમાસાના ખુશનુમા વાતાવરણમાં તો ચા પીધા વગર ચાલે જ નહીં.આમ ગુજરાતી માટે ચા તો બારેમાસ પ્રિય છે.

એકવાર એક ગુજરાતી પ્રેમી પોતાની પ્રેમિકાને ફરવા લઈ ગયો ત્યાં તેને 2 ચા મંગાવી તેની પ્રેમિકાએ ચા પીવાની ના પાડી દીધી તો તે ગુજરાતી પોતાની પ્રેમિકા સાથે સબંધ પૂરો કરી આવ્યો કારણકે જેને ચા નથી ગમતી તેને હું કેમ ગમીશ. ગુજરાતનો ગૌરવ છે ચા .અકડામણનને દૂર કરતી ચા મનને શાંતિ આપે છે.

ચા ઉપર એક કવિએ ખૂબ કહ્યું છે કે , ‘ ભેગી કરેલી વાતોને એક સાંજ આપીદે ,એક સાંજની ચા તું મારા નામ આપી દે.’

Loading...