Abtak Media Google News

વેલ્ફેર ફંડની રકમ રૂ.૨૫૦૦, જિલ્લા-તાલુકા મથકે અને હાઈકોર્ટમાં પ્રેકટીસ કરતા એડવોકેટને વેલફેર ટિકિટમાં ઘટાડો

બીસીઆઈમાં દિલીપ પટેલ, લો.હેરાલ્ડના ચેરમેન તરીકે હિરાભાઈ અને વહિવટી કમિટીમાં અનિલ કૈલાની વરણીને બહાલી

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય સભામાં ચેરમેન દિપેન દવેની અધ્યક્ષતામાં મળેલી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે રાજકોટના દિલીપ કે.પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે. તેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વતી ભારતની તમામ લો કોલેજ ઈન્સ્પેકશન, નવી લો કોલેજની મંજુરી, કાયદામાં થતા સુચિત ફેરફાર તેમજ ધારાશાસ્ત્રીઓના વેલફેર ફંડના પ્રશ્ર્ન સંદર્ભની બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં પ્રતિનિધિત્વ કરશે.

આ ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય સભામાં વેલફેર ફંડમાં મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને નિયમિત સમયસર ચુકવવી પડતી રકમના વિલંબનો પ્રશ્ર્ન હાથ ધરવામાં આવેલો અને જેમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વેલફેર ફંડના સભ્યો વાર્ષિક નિયમિત રીતે વેલફેર ફંડની રકમમાં એક સરખુ લવાજમ ભરે તેવો નિર્ણય કરવામાં આવેલો અને તા.૧૫/૯/૨૦૧૮ થી ગુજરાત એડવોકેટ વેલફેર ફંડના તમામ ધારાશાસ્ત્રીઓના સભ્યોએ વાર્ષિક રૂ.૨૫૦૦/- પુરા તારીખ ૩૧/૧૨/૨૦૧૮ સુધી ભરવા માટે નકકી કરવામાં આવેલી અને નિયમિત પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓ વેલફેરની ટીકીટોનું ભારણ વધુ ના પડે તે માટે ધારાશાસ્ત્રીઓએ તા.૧/૧/૨૦૧૯ થી તાલુકા તથા જીલ્લા અદાલતોમાં રૂ.૨૦/-ની જગ્યાએ રૂ.૧૦ની વેલફેર સ્ટેમ્પ લગાવવી તથા હાઈકોર્ટમાં તથા ટ્રીબ્યુનલમાં રૂ.૪૦/-ની જગ્યાએ રૂ.૨૦ની ટીકીટ લગાવવાનો નિર્ણય કરવામાં આવેલો તેમજ તા.૧/૪/૨૦૧૯ થી ગુજરાતમાં મૃત્યુ પામનાર એડવોકેટના વારસદારોને મૃત્યુ સહાયની રકમ રૂ૩ લાખથી વધારીને રૂ.૪ લાખ કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવે છે.

તદઉપરાંત તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા બાર એસોસીએશન કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોઈપણ પ્રસંગે કોર્ટમાં હડતાલ કે બહિષ્કારમાં જે અંકુશ કરવામાં આવેલો છે જે લોકશાહી પર સીધો પ્રહાર કરે છે જે સંદર્ભમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં તારીખ ૫/૯/૨૦૧૮ના રોજ આપવામાં આવેલા આદેશ અનુસાર તા.૧૭/૯/૨૦૧૮ના રોજ દરેક તાલુકા તથા જીલ્લા અદાલત દ્વારા જાગૃતિ અભિયાન શરૂ કરાવાનું નકકી કરવામાં આવેલું અને એડવોકેટની બંધારણીય હકક અંગેના ઠરાવ લોકશાહીનો ઠરાવ સ્થાનિક કલેકટર, જીલ્લા ન્યાયાધીશને તાલુકા કક્ષાએ મામલતદારને અને મુખ્યમંત્રીને રૂબરૂ મળીને સુપરત કરવાનું તથા મેમરેન્ડમ આપવાનું નકકી કરવામાં આવે છે આવનાર સમયમાં સમગ્ર રાજયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સંચાલન સમિતિ બનાવી ધારાશાસ્ત્રીઓના હડતાલ સંદર્ભના પ્રશ્ર્નોને રાજય વ્યાપી આંદોલન કરવા માટે નકકી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આજની સાધારણ સભામાં ગુજરાત લો હેરાલ્ડના ચેરમેન તરીકે મોડાસાના હીરાભાઈ એસ.પટેલ તેમજ એડમીનીસ્ટેટીવ કમિટીમાં તેમજ બી.સી.આઈ વેલફેર કમિટીમાં અમદાવાદના સભ્ય અનિલ સી.કેલ્લાની વરણી કરવામાં આવેલી છે. બાર કાઉન્સીલના ગુજરાતના સમરસ પેનલના સંયોજક જે.જે.પટેલએ બીસીસીઆઈના નવ નિયુકત સભ્ય દિલીપ કે.પટેલ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની નવી ટીમને અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.