Abtak Media Google News

રાજકોટા શહેરના હૃદય સમા રેસકોર્સ સ્થિત યોગસૂક્તમ સંસ્થા દ્વારા કેવલ્ય યોગ શાળા, અહમદાબાદ સાથે સમ્મિલિત થઈને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ અલાયન્સ સ્થાના ટીચર્સ ટ્રેનિંગ કોર્સનું આયોજન થઈ રહ્યું છે યોગ અલાયન્સ વિશ્વમાં એવી મોટી સ્થા છે જેના સાથે જોડાયેલ યોગ સ્કૂલ અને યોગ ટીચર દરેક દેશમાં અને દરેક શહર માં હોય છે! એના જુદા જુદા કોર્સમાં યોગનું સ્ટાન્ડર્ડ શિક્ષણ હોય છે અને જેના થી યોગની જુદી જુદી પદ્ધતિયો ના ટીચર અને પ્રકટીશનર બનાવામાં આવે છે. એના અભ્યાસ ક્રમમાં જોડાયેલ યોગ ટીચર કોઈ પણ દેશમાં, કોઈ પણ શહેરમાં યોગ ટીચર રીતે કામ કરી શકે!

યોગસૂક્તમ સ્થા દ્વારા આ કોર્સના આયોજન કરવામાં આવ્યું છે જેનું ૨૦૦ કલાક ના શિક્ષણ બે મહિના માં કરાવામાં આવશે જેમાં યોગનું અભ્યાસ સેન્ટર ઉપર થશે અને થયિરીનું શિક્ષણ ઓન  લાઈન થઇ શકે. આ કોર્સ દરમિયાન, કોરોના કાળ માં લાગુ પડતી બધી ગાઈડ લાઈન પ્રમાણે સેનિટાઇઝેશન, સોશલ ડિસ્ટંસીન્ગ અને માસ્કનો અનિવાર્ય પ્રયોગ આ બધી કરવાનો રહેશે. આ વધી ગાઈડ લાઈન પ્રમાણે યોગ સાધકો ની સંખ્યા ઓછી રાખવામાં આવશે જેમાં વહેલા તે પહેલાના ધોરણ આધારે પ્રવેશ આપવામાં આવશે.

યોગસૂક્તમ સ્થાના સ્થાપક અભિષેકભાઈ દ્વિવેદી, જે યોગ ના ક્ષેત્રમાં ૨૦ વર્ષ થી કાર્યરત છે અને આંતરરાષ્ટ્રીય યોગ સ્થા -કેવલ્યધામનાં નિષ્ણાંત છે, તે જણાવે છે કે આ કોર્સ આગામી ચાર ઓકટોબરી પ્રારંભ થશે જેમાં કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ જેણે ૧૨ ધોરણ પાસ કર્યું હોય, પ્રવેશ લઇ શકે છે અને આ અભ્યાસ ક્રમ પૂર્ણ થય પછી પ્રમાણ પત્ર આપવામાં આવશે જેના આધારે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં યોગ ટીચર બની શકે છે યોગ અલાયન્સનાં આ ૨૦૦ કલાકની ટીચર્સ ટ્રેનિંગમાં યોગ ની બે પદ્ધતિયો હઠ અને અષ્ટાંગ વિન્યાસ શીખવવામાં આવશે જે પોતાના સ્વાથ્ય માટે ઘણી ઉપયોગી છે,  જેથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે છે! અભિષેકભાઈ પહેલા કેવલ્યધામના યોગ ઇન્સ્ટ્રક્ટર કોર્સમાં ફેકલ્ટી હતા અને હાલ માં યોગસૂક્તમ્ સ્થામાં દર્દીઓની યોગ ચિકિત્સા દ્વારા સેવા કરે છે. આ કોર્સ યોગના અભ્યાસીઓ માટે, જેને યોગના ક્ષેત્રે કામગીરી કરવી હોય જેમને સ્વસ્થ જીવન જીવવું હોય અને જેમને યોગની જુદી જુદી પરંપરાઓનું આઘ્યાત્મિક અનુભવ કરવો હોય એના માટે એક સોનેરી તક છે. આ કોર્સની વધુ વિગત અથવા પ્રવેશ માટે સંસ્થા ઉપર રૂબરૂ સંપર્ક થઈ શકે છે. મુલાકાત અને માહિતી માટે મો.નં.૯૪૨૭૭ ૨૭૩૬૯ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.