Abtak Media Google News

પ્રજ્ઞાચક્ષુ આશિષ માંકડની ‘દૂરંદેશી’એ જુનાગઢની કો.કો બેંકમાં ડંકો વગાડયો

જુનાગઢ કો.કો. બેન્કના ચેરમેનપદે આશિષ માંકડની બિનહરીફ વરણી

બેંકના ઈતિહાસમાં પ્રથમ વખત ચેરમેનપદે પ્રજ્ઞાચક્ષુની વરણીથી ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા

જુનાગઢ કો.કો. બેન્કના ચેરમેન પદે પ્રજ્ઞાચક્ષુ આશિષ માંકડની બિનહરીફ વરણી કરવામાં આવી છે, બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત ચેરમેનપદે પ્રજ્ઞાચક્ષુ અગ્રણીની વરણી થતાં આશિષ માંકડ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે. જુનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડની ૫૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સાધારણ સભા પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઇ હતી જેમાં બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા ચેરમેન પદ માટે બેંકના ડિરેક્ટર અને ગોલ્ડ મેડાલિસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષભાઈ માંકડના નામની દરખાસ્ત કરતા તેઓ ચેરમેન પદે બિન હરીફ ચૂંટાયા હતા. તેઓ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બેન્કની નાણાકીય અને વહીવટી કામગીરીને સુપેરે નિભાવી રહ્યા છે.

જ્યારે મેનેજિંગ ડિરેક્ટર તરીકે એડવોકેટ પી.ડી. ગઢવી અને વાઇસ ચેરમેન તરીકે અગ્રણી વ્યાપારી નિકેશભાઇ મશરૂના નામની દરખાસ્ત આવતાં અને અન્ય કોઈ દાવેદારી ન આવતા તેઓ પણ બિનહરીફ ચૂંટાયા હતા.

Img 20201228 200346

જન્મથીજ અંધ આશિષભાઈ માંકડએ જીવનને ચેલેન્જ આપી પોતાની સફળ કારકિર્દી ઊભી કરી છે. સ્વીકૃતિ હંમેશા જીવનમાં નવી તક લઈ ને આવે છે જૂનાગઢ ના ખ્યાતનામ સી.ઍ. આશીસભાઈ માંકડ એ અબતક સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક પ્રશ્ન અને પડકાર તરીકે લેવું તો જ તેનું નિવારણ આવી શકે છે. તેમના જીવનના હર એક કદમ પર પડકારો આવ્યા હતા, પણ તેમણે એ પડકારોને ભારે  ચેલેન્જની જેમ ન લેતાં, નાના ઇશ્યુની જેમ ગણ્યા છે અને નાનપણમા સવથિ વધુ પ્રશ્નો ઉભા થાય છે પણ નાનપણ જ્યારે બધુ રૂટિન સેટ થઈ જાય પછી વાંધો આવતો નથી. આ પડકાર સામે લડવાની તાકત તેમને તેમના માતા પિતા દ્વારા મળી હતી. સૌથી વધારે તેમને આ લેવલ સુધી પહોંચાડવા માટે  તેમના માતાપિતાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આશિષ ભાઈ નું કહેવું છે કે, “ઘરના વાતાવરણ ઉપરથી જ નક્કિ થાય છે કે બાળક આશાવાદી બને છે કે નિરાશાવાદી, અને એટલે જ મારામાં નિરાશાવાદી ન પ્રવેશે એવું વાતાવરણ મારા માતા-પિતાએ ઊભું કર્યું હતું.” સાથે જ તેમના શિક્ષકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમના દરેક ટ્યુશનના અને કોલેજના શિક્ષકે તેમના પર પૂરતું ધ્યાન આપ્યું હતું, અને તેમના દરેક પ્રશ્નો સાંભળીને તેનું નિવારણ આપ્યું હતું. માત્ર મીડિયા દ્વારા જ નહીં પરંતુ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ પણ આશિષભાઈ ની આ સિદ્ધિની નોંધ લીધી છે. સાથે જ જૂનાગઢમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરે છે અને તેમના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફનો પણ સારો પ્રતિસાદ આપવામાં આવે છે.  તમારા ચેલેન્જ ને તમે ઑપર્ચ્યૂનિટિમાં બદલો અને જે કાંઈ પણ બને તેને સ્વીકાર કરો અને તેના પર પુરતી મહેનત કરો તો જ તમે તમારા જીવનમાં સફળ થશો. માત્ર મીડિયા દ્વારા જ નહીં પરંતુ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પણ આશિષભાઈની સિદ્ધિની નોંધ લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.