Abtak Media Google News

મુંબઇમાં કમલા મિલ્સ કંપાઉંડની પાસે નવનિર્મિત બિલ્ડિંગમાં આગ લાગી હતી.ફાયરબ્રીગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પોહચી ગાઈ છે.આગ સવારે સાત વાગ્યાની આસપાસ પાંચમા માળે લાગી હતી.અને આગને ઠારવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને હજુ સુધી કોઈ જાનહાનિની થયાની ખબર નથી.

મુંબઇમા આગલાગવાની ધટના વધી રહી છે. કમલા મિલ્સ પાસે મોસોસ બિસ્ત્રો અને વન-અબવ પબમા આગ લાગી હતી.જેમાં 14 લોકોની મૃત્યુ થયા હતા.જ્યારે ફાયરબ્રીગેડ દ્રારા તપાસ કરવામાં આવી હતી ત્યારે બન્ને પબમાં અગ્નિ સુરક્ષાને લગતી ખામી સામે આવી હતી.અને બન્ને પબમાં ફાયર ઓડિટ વગર મંજૂરી મળી ગઈ હતી.

6 વર્ષમાં 29,140 વખત આગની  ઘટના ઘટી.

જૂન મહિનામાં RTI દ્રારા મળેલી માહિતી પ્રમાણે 6 વર્ષમાં લગભગ 29,140 વખત લાગવાની ઘટના નોધાય છે.અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા લગભગ 300 જેટલી છે.મહારાષ્ટ્ર અગ્નિ પ્રતિબંધક અને જીવબચાવ યોજના 2006 હેઠળ,આ નિયમોનું પાલનની કરાવવાની જવાબદારી મુંબઈ ફાયર બ્રિગેડની છે.પરંતુ 6 વર્ષમાં આ ઘટનામાં વધરો થઈ રહ્યો છે.આનાથી સ્પષ્ટ થાય છે કે આ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.