યુ.એસ.ની આગ ૨.૩ લાખ એકરમાં ફેલાઈ, ૧૯૩૨ બાદ ૫ાંચમી સૌથી મોટી ઘટના

૧ સપ્તાહ પહેલાં વેન્ટુરા અને સેન્ટ પોલમાં આગ લાગી હતી, ૨.૫ લાખ લોકો ઘર છોડવા મજબૂર બન્યા

અમેરિકામાં કેલિફોર્નિયાનાં જંગલોમાં એક સપ્તાહ પહેલાં લાગેલી વિનાશક આગનો ઘેરાવો સતત વધી રહ્યો છે. આગે ૨.૩૦ લાખ એકરનાં જંગલોને ઝપેટમાં લીધાં છે. આ વિસ્તારનું ક્ષેત્રફળ ન્યૂયોર્ક શહેરથી પણ મોટું છે. ચાર ડિસેમ્બરે વેન્ટુરા અને સેન્ટ પોલ વિસ્તારમાં લાગેલી આ આગ ૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતી હવાઓના કારણે ઝડપથી ફેલાઈ રહી છે. તેની લપેટમાં અત્યાર સુધીમાં સેન્ટા બારબરા કાઉન્ટીના તટવર્તી વિસ્તારો પણ આવી ગયા છે. ત્યાં લોકોને ઘર ખાલી કરવા જણાવી દેવાયું છે. ભીષણ સ્થિતિના કારણે પ્રાંતમાં પહેલેથી જ ઈમર્જન્સી લાગી ચૂકી છે. રાજ્યના ઈતિહાસમાં ૧૯૩૨ બાદથી આ ૫મી વખત સૌથી ભીષણ આગ લાગી છે. ત્યારે ૨.૨ લાખ એકર જંગલ રાખ થઈ ગયું હતું.

Loading...