દ્વારકામાં દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ઉમટયાં ભાવિકો

115

જગતમંદીરમાં હાટડી દર્શન અને નુતન વર્ષના અન્નકુટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો

ભાઇબીજના દિવસે ભાવિકોએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંઘ્યું

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ પાવન નગરી દ્વારકામાં દિવાળીના તહેવારો દરમ્યાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ અને દીપાવલીના શુભદિને ભગવાન દ્વારકાધીશના જગતમંદીરમાં યોજાયેલ હટડી દર્શન તથા નૂતન વષ ના દિવસે યોજાયેલ અન્નકુટ ઉત્સવ મનોરથનો નજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ. દિવાળીના તહેવારો દરમ્યાન રાજાધિરાજને વિવિધ વસ્ત્રો , પરીધાન, અલંકારો અને ઝવેરાતોથી નવાજવામાં આવેલ. આ અલૌકિક દર્શન મનોરથની ઝાંખી માત્રથી જ મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે. આ સુંદર અને નયનરમ્ય દર્શન મનોરથનો ખુબ જ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

દિવાળીના તહેવારો દરમ્યાન ભગવાન દ્વારકાધીશના જગતમંદીરને લાઇટીંગ ડેકોરેશનની રોશનીથી શુસોભિત કરવામાં આવ્યું હતું. તેમજ જગત મંદીરમાં આવેલા અન્ય તમામ મંદીરોમાં પણ અલગ અલગ દર્શનોની વિશેષ ઝાંખી બહારથી પધારેલા ભાવિકોએ નીહાળી હતી. અને ભાવવિભોર બની ગયા હતા. ભાવિકોની ભીડને અનુલક્ષીને શહેરની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ આવનારા બે સપ્તાહ સુધી એડવાન્સ બુક થયેલા છે. ભાઇબીજના દિવસે ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી શહેરની પુણ્યનુ ભાથુ બાંઘ્યું હતું. આ ઉપરાંત ભાઇબીજના દિવસે પરંપરાગત રીતે દર વર્ષની જેમ સાંજના સમયે ગોમતી નદીમાં દીવડાની હારમાળા તરતી મુકવામાં આવેલી હતી. આ સમયે હજારોની સંખ્યામાં ગ્રામજો તથા બહારથી પધારેલા ભાવિકો ઉમટી પડયા હતા.

 

તહેવારો ઉજવવા અને વેકેશનનો સદઉપયોગ કરી બહારથી મોટી સંખ્યામાં ભાવિકો યાત્રાધામ દ્વારકા ખાતે ઉમટી પડેલ. જેને અનુલક્ષીને શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફીક જામ થઇ ગયેલ અને શહેરના ધીરુભાઇ અંબાણી માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, સ્વામીનારાયણ માર્ગ, ભદ્રકાલી ચોક, જવાહર રોડ સહીતના  હાર્દસમાં વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગેલી હતી.ચારધામોમાં એક ધામ એવા દ્વારકાધામમાં પવિત્ર ગોમતી નદીમાં આજના ભાઇ બીજના દિવસે હજારો શ્રઘ્ધાળુઓએ પવિત્ર સ્નાનનો લાભ લીધેલ. લોકવાયકા પ્રમાણે આજના દિને યમુનાજીના ભાઇ એવા યજરામને આજના દિને યમુનાજીએ ભોજન માનટે આમંત્રયા હતા. બહેનનું આમંત્રણ સ્વીકારી યમરાજે આજન શુભદિને સોનાનાી દ્વારકામાંથી આવી તેમજા હાથે ભોજન આરોગ્યું હતું. અને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઇ આજના દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા કયારેય પણ નડતરરુપ થશે નહીં. આથી નગરની દરેક ગૃહીણી દ્વારા ભાઇબીજના દિને સાંજના સમયે ગોમતી નદીમાં પવિત્ર દીપ તરાવવાનું પણ અનેરું મહત્વ છે.

Loading...