Abtak Media Google News

૩૦૯૯ કરોડની ઓફર કરી: મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકની સામે સોશિયલ મીડિયા જાયન્ટ

આઈપીએલના ટીવી રાઈટ્સ મેળવવામાં ફોકસની સાથે એફબીએ પણ ઝુકાવ્યું છે. ૩૯૦૦ કરોડની ઓફર કરી છે. અબજોપતિ રૂપર્ટ મર્ડોકની કંપની ૨૧ સેન્ચ્યુરી ફોકસ તો આઈપીએલના ગ્લોબલ પ્રસારણના ટીવી રાઈટ્સ મેળવવા માટે દાવેદાર હતી જ હવે એમાં સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે પણ ઝુંકાવ્યું છે.

ફેસબુકે ૬૦૦ મિલીયન ડોલર એટલે કે આશરે ૩૯૦૦ કરોડની રૂપિયાની ઓફર આઈપીએલના ગ્લોબલ ટીવી રાઈટ્સ મેળવવા માટે કરી છે. ભારતની ટોપ લીગ આઈપીએલની ક્રિકેટ મેચના પ્રસારણના ટીવી રાઈટ્સ મેળવવા માટે ફેસબુકને પણ રસ પડયો છે. તેણે ફોકસ કરતા ઘણી મોટી રકમ ઓફર કરી છે. ૮૬ વર્ષના રૂપર્ટ મર્ડોકની કંપનીએ ૨૫૫ મિલીયન ડોલરની ઓફર કરી હતી. તેની સામે હરીફ કંપનીએ લગભગ ચાર ગણી રકમ ઓફર કરી છે.

મુળ ઓસ્ટ્રેલીયામાં જન્મેલા રૂપર્ટ મર્ડોક મીડિયા મુગલ કહેવાય છે. ઓસ્ટ્રેલીયા સહિત અમેરિકાના લોસ એન્જલસ તેમજ દુનિયાભરમાં તેમનો બિઝનેશ છે. કોઈપણ ઈવેન્ટના ટીવી રાઈટ્સ મેળવવામાં હંમેશા રૂપર્ટ મર્ડોક મોખરે હોય છે. પરંતુ તેની સામે હવે હરીફ કંપનીઓ ઉભી થઈ છે.

રૂપર્ટ મર્ડોક કંપનીઓને પણ ખરીદી લેવામાં માને છે. તેની પાસે અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ૧૩ એકરમાં મોર્ગન એસ્ટેટ નામથી વાઈન યાર્ડ છે. રૂપર્ટ મર્ડોક કહે છે કે, હું ખરા સમયે ખરો નિર્ણય લેવામાં માનુ છું, હવે જોવાનું એ રહે છે કે, મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક આઈપીએલના રાઈટ્સ મેળવી શકે છે કે, સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક આઈપીએલના પ્રસારણના રાઈટ્સ મેળવવામાં સફળ થાય છે.

પાંચ વર્ષના આઈપીએલના ક્રિકેટ મેચના પ્રસારણનો ગ્લોબલ રાઈટ્સ મેળવવા માટે ગત સપ્ટેમ્બરમાં ૨.૩૫ બિલીયન અમેરિકી ડોલર જેવી અધધધ રકમ રૂપર્ટ મર્ડોકે ઓફર કરી હતી. જો કે ત્યારે દુર દુર સુધી ફેસબુક ઈંન્ક કંપની હરિફાઈમાં ન હતી. પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.