Abtak Media Google News

શહેરભરમાં ગણપતિ મહોત્સવ ધામેધૂમે ઉજવાઈ રહ્યો છે. ત્યારે શહેરના પ્રખ્યાત ‘ચંપકનગર કા રાજા’ ના દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો મોટી લાઈનો લાગી રહી છે. ભવ્ય, લાઈટીંગથી સુશોભિત ગેઈટ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ચંપકનગર જારે ગણેશમય બની ગયું છે. દરરોજ બાપાના દર્શન માટે લોકોનો પ્રવાહ વધી રહ્યો છે. ગણપતિજીની વિશાળ મૂર્તિ તેમજ થ્રી ડી ઈમેજ લોકોને અભિભુત કરી રહી છે. આયોજકો પણ દરેક દર્શનાર્થી સારી રીતે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જાળવી રહ્યા છે.

વિશાળ પંડાલમાં દરરોજ બાપાના ધૂન-ભજન વાગી રહ્યા છે. શહેરની દરેક વ્યકિત ‘ચંપકનગર કા રાજા’ના દર્શનાર્થે આવે તે માટે આયોજકોનો અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.