Abtak Media Google News

સાત એપ્રિલથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનની શરૂઆત થઈ રહી છે. પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. IPL માં  અનેક સદીઓ લાગી ચુકી છે પરંતુ અત્યારસુધીમાં સૌથી ઝડપી પાંચ સદીઓ કોને ફટકારી તે જાણવું રાષ્પ્રદ બની રહેશે

 

ક્રિસ ગેલ

Images 3

આઈપીએલમાં વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ઘણા વર્ષો સુધી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો મહત્ત્વનો ખેલાડી રહ્યો હતો. ગેલ પોતાની આક્રમક બેટિંગને કારણે જાણીતો છે. યુનિવર્સલ બોસ તરીકે ઓળખાતા ગેલના નામે આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે. ગેઇલે વર્ષ ૨૦૧૩માં પૂણે વોરિયર્સ સામે રમતા ૩૦ બોલમાં જ સદી ફટકારી હતી. તે આ મેચમાં ૧૭૫ રનની આક્રમક ઇનિંગ રમી હતી. ગેઇલે આ ઇનિંગ દરમિયાન ૧૭ સિક્સ અને ૧૩ ચોગ્ગા ફટકાર્યા હતા. આ વર્ષે ગેલ પંજાબની ટીમ તરફથી રમતો જોવા મળશે.

યુસુફ પઠાણ

96

વર્ષ ૨૦૧૦માં યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ૩૭ બોલમાં જ સદી ફટકારી હતી. જોકે, તેમ છતાં મુંબઈનો ૪ રને વિજય થયો હતો. પઠાણે પોતાની ઇનિંગ દરમિયાન ૯ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા.

ડેવિડ મિલર

Download

િકંગ્સ ઈલેવન પંજાબના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર આ મામલે ત્રીજા નંબર પર છે. ૨૦૧૩માં મિલરે RCBસામે ૩૮ બોલમાં જ સદી ફટકારી હતી. આ ઇનિંગ બાદ ડેવિડ મિલરને આક્રમક બેટ્સમેનની ઓળખ મળી હતી. એટલું જ નહીં ચાહકોમાં તે ’મિલર ઈઝ કિલર’ના નામે જાણીતો બન્યો હતો.

 એબી ડિવિલિયર્સે

Images 1 1

રોયલ ચેલેન્જર્સ બેગ્લોર તરફથી રમતા એબી ડિવિલિયર્સે વર્ષ ૨૦૧૬માં ગુજરાત વિરુદ્ધ ૪૩ બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે ૧૨ સિક્સ ફટકારી હતી. તેની આક્રમક ઇનિંગને કારણે ટીમનો સ્કોર ૨૪૮ સુધી પહોંચ્યો હતો.

એડમ ગિલક્રિસ્ટ

Download 1

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ ડેક્કન ચાર્જર્સ અને કિગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી ચૂક્યો છે. વર્ષ ૨૦૦૯માં ડેક્કન તરફથી રમતા ગિલક્રિસ્ટે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૪૨ બોલમાં સદી ફટકારી હતી. ૨૦૦૯માં ગિલક્રિસ્ટ ડેક્કનને આઈપીએલમાં ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.