Abtak Media Google News

બુધવાર સુધીમાં પાણી નહીં આપવામાં આવેતો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

હળવદ પંથકમાં વરસાદન ખેચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ધેરાયા છે એકબાજુ ચોમાસું બેઠાના બે માસ જેટલો સમય વિતવા છતાં વાવણી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો ની હાલત કફોડી બની ગઈ છે.ત્યારે આજે હળવદની નર્મદા નિગમની કચેરી ખાતે ચરાડવા સહીત આજુબાજુ ગામના ૫૦૦ જેટલા ખેડૂતોએ રજૂઆત કરી જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં પિયત માટે પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન તેમજ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

ચોમાસાની ઋતુના બે માસ જેટલો સમય વીતી ગયો છે ત્યારે હજુ સુધીમાં હળવદ પંથકમાંં વરસાદના છાંટાજ પડ્યાં છે જેથી ખેડૂતો ની હાલત કફોડી બની ગઈ છે ત્યારે આજે હળવદ નર્મદા નિગમની કચેરી ખાતે ચરાડવા, દેવીપુર,કડીયાણા, પાંડાતીરથ, સમલી,સરંભડા સહીતના ગામોના ૫૦૦ જેટલા ખેડૂતો આજે રજૂઆત કરવા ધશી આવ્યા હતાં રજુઆત પત્ર મા જણાવ્યા મુજબ હળવદના દિધડીયા સુધી પાણી પહોંચે છે જેથી ચરાડવા સહિત આજુબાજુ ના ગામોની ૫૦૦૦ હેકટર જેટલી જમીન હજુ કોરી ધાકોળ છે પાણી નહીં પહોચતા ખેડૂતોની હાલત દયનીય બનીજવા પામી છે.

આ સાથે અશોકસિંહ, બળદેવભાઈ,જેરામ ભાઈ, જગુભા સહિતનાઓએ જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં પિયર માટે પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હાઈવે ચક્કાજામ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકમાં મેઘરાજાએ મહેર નહીં કરતા હળવદ પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે થોડા દિવસો પહેલાં સરકાર મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમા ૧૨૦૦ કયુસેક પાણી હળવદ પંથકની કેનાલમા છોડ્યુ હતુ પરંતુ અમુક મેલી મૂરાદ ધરાવતા લોકોએ નદીઓ તેમજ વોકળામા બકનળી નાખી પાણી વેડફી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.