Abtak Media Google News

ગોંડલનું સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ના દ્વારા આજ થી લોકો ના દર્શનાર્થે ખોલવામાં આવ્યા છે. ગોંડલની અક્ષર દેરી વિશ્વમાં ખુબજ મહત્વ ધરાવે છે.આજે 3 મહિના બાદ મંદિર ના દ્વાર ખુલતા લોકોની દર્શન માટે ભીડ ઉમટી હતી. સાવરે 8 થી 10 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર મશીનોની છે ખાસ વ્યવસ્થા અક્ષર મંદિરમાં રાખવામાં આવી છે.

Final Oksમંદિરની અંદર દર્શનાર્થીઓએ દંડવત અને પ્રદક્ષિણા કરવા મનાઈ ફરમાવવામાં આવી છે.ભક્તો મંદિરની આરતી માં પણ ઉપસ્થિત નહીં રહી શકે.

તમામ શ્રદ્ધાળુઓ માટે ગોંડલના અક્ષર મંદિરના દ્વાર ખૂલ્લા મુકવામાં આવ્યાં છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સેનિટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Ds 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.