Abtak Media Google News

મોડા ભાડિયા ગામમાં દિવાળીના તહેવાર ઉપર છવાયો માતમ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાયા અંતિમ સંસ્કાર

માંડવી તાલુકાના મોટા ભાડીયાના વતની અને ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા એક જવાન તથા તેમના પત્નીનું રાજસ્થાનમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં  નિધન થયું  છે. આ દૂર્ઘટનામાં તેના સાડા ચાર વરસના માસુમ પુત્રનો બચાવ થયો હતો. આજે ધનતેરસના દિવસે જ ગામમાં બંનેની અંતિમયાત્રા નિકળતા ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.

આ અંગેની મળતી વિગતો અનુસાર માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના વતની અને હાલ ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા વિરમ વાલાભાઈ ગઢવી(ઉ.વ.૩૦) તેમના પત્ની કમશ્રીબેન અને સાડા ચાર વરસના પુત્ર હરેશ સાથે જમ્મુાથી કારમાં વતન તરફ આવી રહ્યા હતા. દિવાળીના તહેવારો કરવા આવી રહેલા આ પરિવારને રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢ તાલુકાના લાસેડી ગામ નજીક અકસ્માત નડયો હતો. તેમની કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં કારમાં સવાર જવાન વિરમ ગઢવી અને તેમના પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે ઘટનામાં સાડા ચાર વરસના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. બનાવને પગલે મોટા ભાડીયા સહિત આસપાસના ગામોમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આજે આ દંપતિના અંતિમ સંસ્કાર મોટા ભાડીયા ગામ ખાતે જ કરવામાં આવ્યા હતા.મોટા ભાડિયાના લશ્કરના જવાનનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.ગામના હજુ ૧૯ યુવાનો ભારતીય સેનામાં વિવિધ પદો પર ફરજ બજાવી રહ્યા છે. જેના કારણે ગામમાં પહેલાથી જ રાષ્ટ્રભાવનાનો માહોલ પ્રબળ છે. આજે મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે સૈન્યના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તેમજ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.