Abtak Media Google News

આગામી ૩ સપ્તાહમાં સોશિયલ મીડિયા માટેનાં ધારાધોરણ નકકી કરવા સુપ્રીમનો આદેશ

સમગ્ર વિશ્વ સોશિયલ મિડીયાનાં ઓથા હેઠળ જીવી રહ્યું છે ત્યારે સોશિયલ મિડીયાનો ઉપયોગ કેટલા અંશે અને કેવી રીતે કરવો તેની સભાનતા લોકોમાં જોવા મળતી નથી. જયારે વિશ્વ સમુદાયની વાત કરવામાં આવે તો ભારત સિવાયનાં વૈશ્વિક દેશો તેની જવાબદારી સમજી સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે. જયારે ભારત દેશમાં અતિરેક ઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે જે દેશ માટે ખતરે કી ઘંટી સમાન સ્થિતિનું નિર્માણ પણ થયું છે ત્યારે આ પરિસ્થિતિને કેવી રીતે શકાય અને કેવી રીતે ડામી શકાય તે દિશામાં સરકારે પ્રયત્નો કરવા અતિઆવશ્યક છે. વિશ્વનાં અન્ય દેશોમાં ડેટા સિકયોરીટી સૌથી વધુ જોવા મળી છે જેનો અભાવ ભારત દેશમાં હોવાથી સોશિયલ મિડીયા પર અતિક્રમણ થતું હોવાનું સામે આવી રહ્યું છે જેનાથી બચવા માટે સરકારે યોગ્ય પગલા લેવા અત્યંત આવશ્યક બન્યા છે જો આ દિશામાં સરકાર આગામી દિવસોમાં કોઈ નકકર પગલા નહીં લે તો દેશને ઘણુખરું ભોગવવું પડશે ત્યારે આ વાતની જાણ સુપ્રીમને થતા જ કેન્દ્ર સરકારનાં ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને આદેશ કરતા જણાવ્યું છે કે, આગામી ૩ સપ્તાહમાં સોશિયલ મિડીયા માટેનાં ધારાધોરણો નકકી કરવા આદેશ કરવામાં આવ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે, અત્યારસુધી સોશિયલ મિડીયા માટેનાં કોઈ નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી જેનાં કારણોસર લોકો મનફાવે તે રીતે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે અને અનેકવખત તેઓને ભોગવવું પણ પડે છે.

સુપ્રીમ કોર્ટ આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સાયબર સિકયોરીટીને વધુ પ્રસ્થાપિત કરવા માટે નવા ધારાધોરણો ટુંક સમયમાં લાગી કરશે જેથી દેશને તેની માઠી અસરનો સામનો ન કરવો પડે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયાના દુરઉપયોગ પર ચિંતા દર્શાવતા કહ્યું કે દેશમાં સોશિયલ મીડિયાનો દુરઉપયોગ ઈ રહ્યો છે જે ખૂબ જ ખતરનાક છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવતા કેન્દ્ર સરકાર પાસે સોશિયલ મીડિયાના દુરઉપયોગ સંબંધી એક ગાઇડલાઇન નિશ્ચિત સમય મર્યાદામાં બનાવીને કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે.

કોર્ટે કહ્યું કે સરકારે જલ્દીમાં જલ્દી આ મુદ્દાના નિરાકરણ માટે પગલા લેવા જોઈએ. જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની પીઠે આ બાબતે ગંભીર ચિંતા દર્શાવી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ અફવા ફેલાવતા મૂળ વ્યક્તિની ઓળખ ની કરી શકાતી. સોશિયલ મીડિયા દ્વારા નુકસાનકારક સંદેશા, સામગ્રી ઉપલબ્ધ કરાવતા લોકોની ઓળખ કરવી એક ગંભીર મુદ્દો છે અને તેના માટે નીતિ જરુરત હોય છે. પીઠે કહ્યું કે હવે સરકારે પગલા લેવાની જરુર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓનલાઇન અપરાધ અને સોશિયલ મીડિયા પર ભ્રામક જાણકારી ફેલાવતા લોકોને ટ્રેક કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે આપણે એમ કહીને છૂટી શકીએ નહીં કે આવું કરવા માટે આપણી પાસે ટેક્નોલોજી ની. જો સરકાર પાસે આ લોકોને રોકવાની ટેક્નોલોજી છે તો રોકે. કેમ કે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ એક ખતરનાક વળાંક પર છે, હવે સરકારે આ મામલે દખલ દેવાની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.