Abtak Media Google News

રેડક્રોસ બ્લડ બેન્કનો સહયોગ: સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું સંપૂર્ણ પાલન સાથે કેમ્પ સંપન્ન

સમગ્ર વિશ્ર્વ જયારે કોરોનાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉદભવે તો વધુ પ્રમાણમાં લોહીની જરુર પડી શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ વિકસિત દેશો પણ લોહીની જરુરીયાત બાબતે પૂર્વ આયોજનના અભાવે થાપ ખાઇ ચુકયા છે ત્યારે અગમ ચેતીના પગલારૂપે આ દિશામાં ઘ્યાન આપવું જરૂરી લાગતા જે.સી.આઇ. રાજકોટ મીડટાઉન દ્વારા ફેવરીટ ફીટનેસ અને ઉત્સવ પાર્ટી પ્લોટના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. જે.સી.આઇ. રાજકોટ મીડટાઉનના પ્રેસીડેન્સ જે.સી. ધર્મેશ પારેખ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજન કરેલ રકતદાન કેમ્પમાં યુવાનો ઉત્સાહ ભેર જોડાઇને રકતદાન કર્યુ હતું.

Img 20200413 Wa0014

હાલની પરિસ્થિતિમાં અનેક સંસ્થાઓ મદદગાર બનવા તૈયાર હોઇ પરંતુ લોકડાઉનના કારણે મેગા કેમ્પ કરવા અશકય છે. કદાચ આવા સોશિયલને સફળ બનાવવા માટે હિતેશ પારેખ, મનીષા પારેખ (ફેવરીટ ફીટનેશ), જીતેશ  પારેખ (ઉત્સવ પાર્ટી પ્લોટ) રાજેન્દ્ર પરમાર, હર્ષ પુજારા, સંજય તંતી, રવિ ભુવા, રોનક વખારીયા, સોનલ શિયાળીયા, સુનીલ પટેલ, અલ્કેશ જેઠવા, વિરાંગ ત્રિવેદી:, અનંત ચૌહાણ, શતિ આહીર, અલ્પેશ સાંચેલા, આતિફ ખ્યાર, અગ્રાવત રતનેશ ઝાલા, અમિત પોપટ, મહેન્દ્ર કાનાબાર, મેહુલ ચૌહાણ, તેજસ શીશાગીયા, મમતા ઠકકર, નિયતિ વખારીયા વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.