Abtak Media Google News

યે આગ કબ બુઝેગી?

ખેડૂતોના નામે આંદોલન ચલાવી ખાલીસ્તાનનું ભૂત ઉભું થતા રાજકારણ ગરમાયું

ખેડૂત આંદોલનમાં રાજકીય દાવપેચ કારણે મામલો સંગીન બન્યો છે. એક તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે. બીજી તરફ આંદોલનના માધ્યમથી ખાલિસ્તાનનું ભૂત ફરી ધૂણી રહ્યું છે. અગાઉ પણ રાજકારણીઓના કારણે ખાલિસ્તાનનો માહોલ બન્યો હતો. ફરીથી આવા જ કારણોસર ખાલિસ્તાની ચળવળ ફરી શરૂ થાય તેવી ભીતિ છે. ખેડૂતોને મહોરું બનાવી કેટલાક રાજકીય પક્ષો પોતાનો ફાયદો જોઈ રહ્યા છે. અમરિંદર સિંહ અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ વચ્ચે આક્ષેપોનો મારો થઈ રહ્યો છે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થતા હોવાનું પણ ફલિત થાય છે

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આઠમો અને મહત્વનો દિવસ છે.  ખેડૂત અને સરકાર વચ્ચે ફરી વાતચીત થશે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની મીટિંગ થશે. બુધવારે સાંજે અચાનક આ નિર્ણય થયો હતો.

૧લી ડિસેમ્બરે સરકારે પંજાબ અને ઉત્તરપ્રદેશના ખેડૂતો સાથે અલગ અલગ વાત કરી હતી. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સરકાર સમાધાનની જગ્યાએ કાવતરું ઘડી રહી છે. તે ખેડૂતો સાથે અલગ અલગ બેઠક કરીને ભાગલા પાડવા માગે છે. ખેડૂતોએ નિર્ણય કર્યો છે કે સરકાર સાથે હવે અલગ અલગ નહીં, પણ એકસાથે મીટિંગ કરીશું.

આજની મીટિંગમાં આ ૫ મુખ્ય માગ રહેશે. જેમાં કેન્દ્રીય કૃષિ કાયદાને તાત્કાલિક રદ કરવામાં આવે. કેન્દ્રની કમિટીની રજૂઆત મંજૂર નહીં કરવામાં આવે. ટેકાના ભાવ હંમેશાં લાગુ રહે. ૨૧ પાકને આનાથી ફાયદો મળશે. અત્યારસુધી ખેડૂતોને ઘઉં, ધાન અને કપાસ પર ટેકાના ભાવ  મળે છે. આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને કેન્દ્ર તરફથી આર્થિક મદદ મળે. આ મુદ્દા ખેડૂત આંદોલનના કારણો હોવાનો દાવો થાય છે.

ખેડૂત આંદોલન પાછળ કેટલાક પક્ષો નો રાજકીય ખાટવાની નીતિ પણ જવાબદાર છે દસકા પહેલા ખાલિસ્તાની ચળવળના કારણે દેશને નુકસાન થયું હતું ફરીથી આ ચળવળ શરૂ થઈ અને દેશને નુકસાન થાય તેવી દહેશત છે. ખેડૂત આંદોલનમાં રાજકીય દાવપેચ કારણે મામલો સંગીન બન્યો છે. એક તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે. બીજી તરફ આંદોલનના માધ્યમથી ખાલિસ્તાનનું ભૂત ફરી ધૂણી રહ્યું છે.

અગાઉ પણ રાજકારણીઓના કારણે ખાલિસ્તાનનો માહોલ બન્યો હતો. ફરીથી આવા જ કારણોસર ખાલિસ્તાની ચળવળ ફરી શરૂ થાય તેવી ભીતિ છે. ખેડૂતોને મહોરું બનાવી કેટલાક રાજકીય પક્ષો પોતાનો ફાયદો જોઈ રહ્યા છે. અમરિંદર સિંહ અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ વચ્ચે આક્ષેપોનો મારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.