Abtak Media Google News

વગર વ્યાજની લોનથી મળતા વધારાના લાભ સામે બોસે ટીડીએસ કાંપવું કર્મચારી માટે લાભદાયી

કર્મચારીએ તેના બોસ પાસેથી લીધેલી વગર વ્યાજની લોન ઉપર પણ ટેકસ ભરવો જરૂરી છે. તેમ ધ ઈન્કમ ટેકસ એપેલેટ ટ્રીબ્યુનલ આઈટીએટીએ જણાવ્યું છે વેતનની સાથે મળતા અન્ય લાભો પણ આવકનો જ એક ભાગ ગણી શકાય આથી બોસ પાસેથી લીધેલી વગર વ્યાજની લોન પર આવકવેરા કાયદા અંતર્ગત ટેકસ ભરવો પડે જેની નોંધ તમામ કર્મચારીઓએ લેવી આવશ્યક છે.

ખાનગી કંપની તીજ ઈમ્પેકસમાં કામ કરતી નેહા શરાફે તેના બોસ પાસેથી ઈન્ટરસ્ટ ફ્રી લોન (વગર વ્યાજે) લીધી હતી. આઈટીઆર ફાઈલ કરતી વેળાએ તેની પાસેથી આ લોન પર પણ ટેકસ વસુલાયો હતો જેને લઈ તેણીએ આઈટીએટીમાંકેસ દાખલ કર્યો હતો. અને આ અંગે વિસ્તૃત જાણકારી આપવા કહ્યું હતુ.

વર્ષ ૨૦૧૧-૧૧ના નાણાંકીય વર્ષનાં આંકલન દરમિયાન નેહા શરાફની દલીલો હતી કે તેણીએ રૂ.૨૪ લાખના પગારમાંથી ટેકસ ડિડકશન એટ સીર્સ ટીડીએસ કપાવ્યો હતો. આ મામલે આવકવેરા વિભાગના અધિકારીએ લોન પર ૧૫% વ્યાજની ગણતરી કરી વ્યાજની રકમ ૪૩.૮ લાખ રૂપીયા તેના આવકમાં ઉમેર્યા આઈટી કમિશનરે આ વ્યવહારની ચકાસણી કરી તેમણે પણ જણાવ્યું કે, કર્મચારીના હાથમાં રહેલી વ્યાજવગરની લોન પણ ઈન્કમ ટેકસના દાયરામાં આવે.

શરાફે એ પણ દલીલ કરી હતી કે, લોન પર તેણીએ વ્યાજ જ ચૂકવ્યું નથી આ વ્યાજનો કંપનીના ચોપડામાં જ ઉલ્લેખ નથી તો કેવી રીતે ટેકસ ભરવો પડે ? આઈટી કમિશનરે આ દલીલોને નકારી હતી અને કહ્યું કે, બોસે વ્યાજ વગરની આપેલી લોન કર્મચારીના ખાતામ વધારાના લાભ તરીકે દર્શાવવી જોઈએ અને આવકમાંથી ટીડીએસ પણ કાપવું જોઈએ. આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું કે, જો આવકમાંથી ટીડીએસ કાપ્યું નહિ હોય તો કર્મચારીએ ઘણી આફતો ભોગવવી પડે. લોનના વધારાના ફાયદા પર તેણે ટેકસ તો ભરવો પડે પણ આ સાથે જો એડવાન્સ ટેકસ મોડેથી ભર્યો હોય તો તેનો ચાર્જ પણ ચૂકવવો પડે અને જો આ વધારાના લાભની વેલ્યુ આઈટીઆરમાં દેખાડેલી ન હોય તો આવકવેરા વિભાગ લોનના ૫૦ થી ૨૦૦ ટકા સુધી દંડ પણ ફટકારી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.