Abtak Media Google News

હાલ દુબઈ ખાતે આઈપીએલની ૧૩મી સિઝન રમાઈ રહી છે ત્યારે ચેન્નઈ અને દિલ્હી કેપિટલ વચ્ચેનો મેચ રમાયો હતો જેમાં ચેન્નઈની સતત બીજી હાર પણ સામે આવી હતી. કહેવાય છે કે, રણની પીચ ધોની જેવા ધુરંધરોનો પન્નો ટુંકો પાડયો છે. ચેન્નઈ સુપરકિંગ્સની જો વાત કરવામાં આવે તો શેન વોટશન, મુરલી વિજય, ડુપ્લેસી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિંહ ધોની જેવા ધુરંધરો ટીમમાં હોવા છતાં આપવામાં આવેલા લક્ષ્યાંકને પહોંચવામાં નિષ્ફળ સાબિત થયા છે. બીજી તરફ દુબઈ, અબુધાબી અને સારજહાની રણની પીચ રનનો ખડકલો બીજી ઈનીંગમાં કરવામાં અત્યંત નિષ્ફળ સાબિત થયું છે. ચેન્નઈ જયારે રન ચેસ કરવા માટે ગ્રાઉન્ડ પર ઉતરી ત્યારે બાઉન્ડ્રી ફટકારવામાં ટીમના ખેલાડીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડયો હતો.

દિલ્હી કેપીટલવતી રમી રહેલા પૃથ્વી-શોનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું જેમાં તેણે અડધી સદી પણ ફટકારી હતી અને ટીમને ૧૭૫ રન સુધી પહોંચાડવામાં મદદ પણ કરી હતી. શિખર ધવન ૩૫, રિષભ પંત ૩૭ અને શ્રેયાંશ અય્યરે ૨૬ રનનું યોગદાન આપી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું હતું જયારે રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ મેચ સરળતાથી જીતી શકશે તેવું મનાતું હતું પરંતુ ડુપ્લેસી અને કેદાર જાદવ સિવાય કોઈપણ ખેલાડી સારી રમત રમી શકયા ન હતા જેમાં મુરલી વિજય ૧૦, સેન વોટસન ૧૪, ધોની ૧૫, રવિન્દ્ર જાડેજા ૧૨ અને ઋતુરાજ ગાયકવાડ માત્ર ૫ રન જ બનાવી શકયા હતા ત્યારે દિલ્હી તરફથી બોલીંગ કરતા કગિશો રબાડાએ સર્વાધીક ૩ વિકેટ ઝડપી હતી. ચેન્નઈના બોલરોની જો વાત કરવામાં આવે તો માત્ર પિયુષ ચાવલા ૨ વિકેટ અને સેમ કરન ૧ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. હાલ જે રણ વિસ્તારમાં જે આઈપીએલ રમાઈ રહ્યો છે તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે આવનારા તમામ મેચો ઘણાબધા ફેરબદલ અને સુધારાઓ જોવા મળશે અને ખેલાડીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડશે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ માત્ર ૫ સ્પેશ્યાલીસ્ટ બોલરો સાથે રમી રહી છે જેમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન અત્યંત પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક છે. ધોનીના જણાવ્યા મુજબ અંબાતી રાયડુ ચેન્નઈના મેચમાં પરત ફરશે જેથી ટીમ કોમ્બીનેશનમાં પણ સુધારો જોવા મળશે અને વધુ એક એકસ્ટ્રા બોલર ટીમને મળશે. હાલ જે રીતે આઈપીએલ રમાઈ રહ્યો છે તેને જોતા ટીમના ધુરંધર ખેલાડીઓને ઘણી તકલીફો પડી રહી છે રન બનાવવા માટે ત્યારે ચેન્નઈનો જે રીતે પરાજય થયો છે તે જોતા ટીમના ધુરંધરોના પન્ના પણ અનેકવિધ રીતે ટુંકા પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.