Abtak Media Google News

પેપર ચેકીંગ વખતે ત્રણ શિક્ષક સાથે એક શિક્ષક મોડરેટરની ફરજ બજાવશે

શિક્ષકોના પડત પ્રશ્નોને લઇ ગુજરાત માધ્યમીક અને ઉચ્ચસ્તર માધ્યમીક બોર્ડની પરિક્ષાના ધોરણ ૧૦-૧૨ના પેપર ચેકીંગનો બહિસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે આજથી ધોરણ ૧૦-૧૨ના પેપર ચેકીંગની ઝુંબેશ ગુરૂઓ દ્વારા ઉપાડવામાં આવશે. શિક્ષકોની મુખ્ય ચાર માગ સરકાર સંચાલિત શાળા અને તેના પગાર ધોરણો, પરમેન્ટ નોકરી, સરપ્લસ ટીચરો અને દર વર્ષે નિર્ધારિત રજાઓ આ પ્રકારના તમામ પડતર પ્રશ્ર્નોને લઇ શિક્ષકો હડતાલ પર ઉતર્યા હતા.

ઉચ્ચસ્તર માધ્યમીક શિક્ષણ વિભાગના વડા ભરત પટેલે કહ્યુ હતું કે, ડેપ્યુટી સીએમ નિતિન પટેલે શિક્ષકોની પડતર માગો અંગે ચૂંટણી પંચને જાણ કરી છે તેથી ગુરૂઓએ ફરીથી પોતાની ફરજ બજાવવાની શરૂઆત આથી શરૂ થતી પેપર ચેકીંગથી કરી છે.

શિક્ષકોની વિવિધ માગ પૈકીની મુખ્ય ચાર માગણીના કારણે રાજયભરના શિક્ષકોએ બોર્ડની પરિક્ષાના પેપર ચેકીંગની કાર્યવાહી ન કરવાનું જાહેર કરી આંદોલન શ‚ કર્યુ હતું પરંતુ ડેપ્યુટી સીએમ નિતિન પટેલે શિક્ષક સંધના વડાઓ સાથે બેઠક યોજી લોકસભાની ચૂંટણી જાહેર થઇ હોવાથી આચાર સહિતાનો મુદો આગળ ધરી શિક્ષકોને વિશ્વાસમાં લેવા માટે શિક્ષકોની માગણી અંગે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ દ્વારા અપાયેલી ખાતરીના કારણે શિક્ષકોએ હડતાલ સમેટી પેપર ચેકીંગની આજથી કાર્યવાહી શ‚ કરી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાના ૨૦૦ શિક્ષકોને પેપર ચકાસણી માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. ઉત્તરવહીના અવલોકનનીકામગીરી માટે ત્રણ શિક્ષકો સાથે એક શિક્ષક મોડરેટરની
ફરજ બજાવશે. ચીફ મોડરેટીંગ પાસે ૯૦થી અને ૩૦થી ઓછા માર્ક મેળવનારા પરીક્ષાર્થીઓનું કરાશે.

ધો. ૧૨ની અન્ય વિષયોની ચકાસણી આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓના મોટાભાગના પશ્ર્નપત્રો પૂર્ણ થઇ જતાં આજથી પેપર તપાસણી કરવામાં આવશે. તમામ વિષયોમાંથી ગુજરાતીનું
વિષયનું પ્રશ્ન એકંદરે સરળ રહેતા તેમાં વિદ્યાર્થીઓને સારા માર્કસની અપેક્ષાઓ છે પરંતુ પરીણામો ઉપર નિર્ધાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.