Abtak Media Google News

હાલ આ ઝડપી યુગમાં ભારતમાં વિશ્વનો સૌથી સસ્તો ડેટા મળે છે

ભારતમાં ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક  ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પનિય માહિતીઓનો દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા કમ્પ્યૂટર પર સંશોધનનોનો ઉપયોગ વહેંચવાનું તથા વાણિજ્યિક હેતુ માટે અને મનોરંજનાત્મક હેતુઓ માટે એમ બહુહેતુક રીતે ઉપયોગમાં  આવતું માધ્યમ છે.

હાલમાં ઇન્ટરનેટના માધ્યમથી કંપ્યૂટરમાં ફાઈલની આપ-લે કરવા દે છે અને મળ્યા વગર સરળતાથી કામ કરી શકે છે. એનું  “સર્ચ એંજિન” નામનું સાધન, પોતાના બ્રાઉજરમાં આપણી જરૂરિયાત અનુસારનો પ્રશ્ન ટાઈપ કરી, તેનો જવાબ શોધી આપે છે. એની WWW નામે ઓળખાતી World wide web એ એક એવી સેવા છે જે વેબ સર્વર ( web server) તરીકે ઓળખાય છે. “વેબ” એટલે કરોળિયાનું જાળું; તેથી આ વિશ્વવ્યાપી એક એવું જાળું છે કે જેના  દ્વારા વિશ્વના અનેક કપ્યૂટર સાથે સંપર્ક સાધી શકાય છે અને તેથી તેને WWW કહેવામાં આવે છે. જેની સ્થાપના ટિમ બર્ન્સ લી દ્વારા કરવામાં આવી હતી તે ઇન્ટરનેટ કનેક્ટ કરવાનું સૌથી સરળ માધ્યમ છે.

નવું શીખી શકો છો અને પોતાની જાતને વધારે સુદ્રઢ બનાવી શકો છો.

ઈંટરનેટના ઉપયોગની ચર્ચા કરીએ તો આપણે ઈલેક્ટ્રોનિક મેઈલ(E-mail) , ન્યૂઝ, ચેટિંગ  અને વીડિયો કોંફરંસ જેવી અતિ ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જે આપણા માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. શિક્ષણના અને જ્ઞાનપ્રાપ્તિ ક્ષેત્રો તો ઈંટરનેટના ફાયદા બહુજ વધારે છે. ઈંટરનેટનો ઉપયોગ એટલો હાથવગો થઈ ગયો છે કે ઘેરબેઠા તમે દુનિયાભરનું, કોઈપણ ભાષાનું, કોઈપણ પુસ્તક ઈંટરનેટ દ્વારા વાંચી-ભણી શકો છો એટલું જ નહિ, કોઈ પણ મુદ્દા પરની વિશ્વભરની ઉપલબ્ધ માહિતી તમે તમારા રૂમમાં, આગળીમાં વેઢા પર ગણી શકો છો.

ઈંટરનેટના દુરૂપયોગથી આપણું યુવાધન અશિસ્ત્ર અને અસંયમના ગેરમાર્ગે દોરવાઈ રહ્યું છે.

પરંતુ હવે એના બીજા પાસાની વાત કરીએ તો, ભારત જેવા આર્થિક પછાત દેશ માટે ઈંતરનેટ એ પોષાય એવી સેવા છે જ નહિ, ઈંટરનેટની આપણાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પર પણ ભારે વિપરીત અસર પડી રહેલ જોવા મળે છે.  વળી, ઈંટરનેટના કારણે ભારત જેવો બેરોજગારીથી પીડાતા દેશમાં બેકારીનું પ્રમાણ પણ ઘણું જ વધી ગયું છે માણસોને દરરોજનો 1.5 જીબી ડેટાએ બેરોજગારીનો એહસાસ થવા નથી દેહતુ અને વધુ લત લગાડે છે.
Internet E1544524060436 760X427 1
ઓનલાઇન શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પ્રવેશ થવાથી એને ઉપયોગ વધવાથી શિષ્ય -ગુરુ વચ્ચેના પવિત્રસંબંધો પર પૂર્ણવિરામ મુકાતું જાય છે. ઈ-મેઈલ, વ્હાટસએપ જેવી સુવિધા થવાથી વ્યકતિ-વ્યકતિ વચ્ચેના સામાજિક સંબંધો, પ્રત્યક્ષ મળવાની પ્રક્રિયા વગેરે બંધ થઈ જતા માનવ -માનવ વચ્ચેનું અંતર વધતું જાય છે.
બાળકો અને યુવાનો ઈંટરનેટ પર રજૂ થતાં મનોરંજનાત્મક કાર્યક્ર્મ પાછળ પોતાનો કિમતી સમય વેડફી રહ્યા છે; જેને  પરિણામ એમનો બૌદ્ધિક વિકાસ અટકી ગયો છે. પોતે સોલ્યુસન ગોતવાના બદલે તે કમ્પ્યુટર પર આધારિત થઈ ગયા છે.
ઇન્ટરનેટનો ખોટો અને ગેરસમજભર્યો તથા વધુ પડતો અતિરેક થશો તો નિ:શંક આપણને ન કેવળ આર્થિક ક્ષેત્રે નહીં પણ કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ભારેમાં ભારે નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે.

“ઈંટરનેટ” એટલે શું ?

“ઈંટરનેટ” શબ્દ એ Inter Connection and Net-work આ બે શબ્દો પરથી ઉતરી આવેલો શબ્દ છે. આ ઈંટરનેટ એ વિશ્વવ્યાપી માહિતીઓનું જાળું છે. હકીકતમાં  ઈંટરનેટ એક નેટવર્ક છે. આ નેટવર્ક દુનિયાભરમાં ફેલાયેલું છે. ઈંટરનેટ નેટવર્કનો અર્થ થાય છે. એકસમાન લાક્ષણિકતાઓ ધરાવતી ઘણી બધી વસ્તુઓ વચ્ચેનું આંતર જોડાણ; એક કરતાં વધારે કમ્પ્યૂટર અને નેટવર્ક જોડતા ‘ઇન્ટરનેટ’ બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.