બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં દિપોત્સવી પર્વ પરંપરાગત રીતે ઉજવાશે

31

આગામી દિપાવલી પર્વ નિમિતે યાત્રાધામ દ્વારકાની સાથોસાથ ઠાકોરજીનું શયન સ્થાન ગણાતા બેટ દ્વારકાધીશ મંદિરમાં પણ દિપોત્સવી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

જે અનુસાર તા.૨૮.૧૦ને સોમવારના રોજ નૂતન વર્ષના દિને અન્નકુટ મહોત્સવ યોજાનાર છે. તા.૨૮મીએ ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬ કલાકે, ગોવર્ધન પૂજા સવારે ૮.૩૦ કલાકે, અન્નકૂટ ભોગ પહેલા ભોગના દશર્ન સવારે ૧૧ થી ૧૨ વાગ્યા સુધી અન્નકુટના બીજા ભોગના દર્શન બપોરે ૧ થી ૨ વાગ્યા સુધી, અન્નકુટ ઉત્સવ રાજભોગ સહના દર્શન સાજે ૭ થી ૯ વાગ્યા સુધી તેમજ શંખનારાયણજી મંદિરમાં સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી અન્નકુટ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તા.૨૯.૧૦ થી ૧.૧૧ સુધી ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭.૩૦ કલાકે, ઠાકોરજીને મીઠાજળ બપોર ૧ કલાકે, ઠાકોરજીના ઉત્થાપન સાંજે ૪ કલાકેતેમજ ઠાકોરજીના શયન રાત્રે ૮ કલાકે થનાર હોય દરેક ભાવિકોએ ઠાકોરજીના વિવિધ ઉત્સવ મનોરથોનો લાભ લેવા મંદિરના ઈન્ચાર્જ વ્યવસ્થાપકની યાદીમાં જણાવાયું છે.

Loading...