Abtak Media Google News

અબતક સાથેની વાતચીતમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડો.પ્રફૂલ ધાનાણી જણાવ્યુ હતું કે ડોક્ટર માટે પણ એક દિવસ એવો હોવો જોઈએ કે જે પોતાનું જીવન બદલીને દર્દીઓ માટે સમર્પિત થતાં હોય છે. સાથે સમાજ પણ તેમના સાથે પ્રયત્ન કરે તો ખુબજ સારી  બાબત છે .હેલ્થ  ની વ્યાખ્યામાં જો શરીરની સાથે માનસિક સ્વાસ્થય અને સામાજિક રીતે જે ઉપયોગ થાય  દર્દીઓને તેને ખરા અર્થમાં ડોક્ટર કેહવાય.

ડોક્ટર બનવાની પ્રેરણા મને પરિવારમાથી જ મળી જ્યારે મારા દાદાને આસ્થામાં હતો ત્યારે તેમણે કીધું હતું કે બેટા તું ડોક્ટર બની મારો ઈલાજ કરીશ અને ત્યારથી જ મને પ્રેરણા મળી કે મારે સારો ડોક્ટર બનવું છે અને દર્દીઓ જેટલી પણ સારવાર આપી સકું તે મારા માટે પ્રેરણ રહેશે.

ડોક્ટરના જીવન માં જ યુવાની પસાર થતી હોય છે.ડોક્ટરોએ ઉચ્ચ શિક્ષણ બાદ જેની સાથે  દિલ કરવાની છે તે સામાન્ય માણસો હોય છે.ડોકટોરોએ સારવાર સાથે લોકો સાથે  કેમ વર્તન કરવું તે પણ શીખવું  મહત્વ નું હોય છે. વર્તમાન સમયમાં જો જોઈએ તો ડોક્ટર કદાચ ડોક્ટરના બાળકોને ડોક્ટર બનવાની પ્રેરણા નહીં આપે ડોક્ટરોએ ભણતર સાથે શારીરિક અને માનસિક તૈયારીઑ રાખવી પડે છે.ડોક્ટરોએ સરજ્તા અને પોતાના સેલિબ્રેશન પણ એક તરફ રાખી દર્દીઓને સંભાળવું પડે છે.

ડોક્ટરોને પોતાની દિનચર્યા સાંભળવી ખૂબ જ અઘરી પડે છે. કારણકે કોઈ પણ સમયે ઈમરજન્સી આવે તો દર્દીઓને પ્રથમ પ્રાયોરિટી આપવની રહે છે. મેડિકલ સાઇન્સ દિવસે અને દિવસે બહુ જ આગળ વધી રહ્યું છે. ત્યારના અને હાલના સમયમાં ખૂબ મોટો  તફાવત છે. પહેલા સામન્ય બાબતે થતી તકલીફો એચએએલ થોડી ઓછી થઇ છે.હાલના સમયમાં દર્દીઓનું વધુ સારું નિદાન થઇ સકે છે અને ઝડપી નિદાન થઈ શકે છે .

મનુષ્યના જન્મ થી લઈ અંત સુધી ડોક્ટર લોકો સાથે સંકળાયેલા રહે છે.વર્તમાન સમયમાં કવોલિટી ઓફ લાઈફ ઈમ્પૃવ થઈ છે

મને યાદ છે હજુ કે હોળીના દિવસે હું પરિવાર સાથે બહાર જવા નીકળ્યો હતો ત્યારે હું પાલનપુરમાં સારવાર કરતો હતો.ત્યારે એક પોઈસનનો કેશ આવ્યો અને મને જણાવ્યૂ કે શહેરમાં કોઈ ડોકટર છે નહિ ત્યારે હું પરિવાર સાથે અપચો ફર્યો તેમણે સારવાર આપી અને દર્દીને સાજા કર્યા બાડ ફક્ત તેમના પરિવારજનો નહીં પરંતુ પૂરા ગામના લોકોએ મારી કામગિરિ બિરદાવીજ્યારે કોઈ નજીક્ન વ્યક્તિ દર્દી તરીકે સારવાર માટે આવે ત્યારે ખુબજ અઘરું રહે છે. કારણ કે એક ડોક્ટર તરીકે તેને પરિણામનો ખ્યાલ હોય છે. ત્યારે તેમની સારવાર કરવી બહુ જ મુશ્કેલીયો પડે છે. પરંતુ ડોકતાર તરીકે પોતાની જાતને ભૂલી ડોક્ટરના બીબમાં મૂકીએ છીએ જ્યાં કોઈ સંબંધી નથી હોતા.

મારા અનુભવના આધારે દર્દીઓને સમજાવવાની અમે વાતચીત કરવાની એક રીત ડોક્ટરને બનાવે છે. સારવાર પહેલા દર્દીઓને સાચી જગ્યાએ અમે પોતાની તકલીફ સમજાવવાનો અહેસાસ કરવો પડે છે. દર્દી અને ડોક્ટર વચ્ચે પરફેક્ટ વાર્તાલાપ થવો એ પણ એક સારવારનો ભાગ છે.

લગભગ દરેક ઇમરજન્સીમાં દર્દીઓની સાથે તેમના સંબંધીઓને સાંભળવાના હોય છે, ત્યારે સંબંધીઓને સમજાવી આગળ વધવાનું હોય છે. જ્યારે તેમના સંબંધીઓ ડોક્ટર પર પૂરો વિશ્વાસ મૂકે તો તે સારવાર સૌથી સારી નીવડે છે. અને આવા કિસ્સામાં જાદુ પણ થયી શકે છે.

ડોક્ટર જો ભગવાન સમાન હોય તો તેમણે પણ સામાન્ય માનવીની જેમ લોભ લાલચ દૂર કરી દર્દીઓની સારવાર કરવી પડશે. સામે સમાજની પણ ફરજ છે કે જો ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનતા હોય તો તેની વાત પણ સાંભડવી જોઈએ.

કારણકે દર્દીઓ પૂરી સારવાર લઈ જાય ત્યારે સૌથી વધુ ખુશી ડોક્ટરને જ થતી હોય છે. પર્યટન કરવો એ ડોકટરનું કામ છે, પણ દર વખતે પરિણામ સારા હોય એ જરૂરી ન પણ બની શકે. ડોક્ટર બનવું ખુબજ અઘરું હોય છે. ૩૦થી ૩૨ વર્ષ સુધી ભાગ્ય બાદ પણ ડોક્ટરને પોતાના અંગત જીવનથી દૂર રહી ડોક્ટરની ફરજ બજાવવી પડે છે. દર્શકો માટે એટલી જ વિનંતી છે કે ડોક્ટરને સપોર્ટ કરે કારણ કે ડોક્ટર હમેશા સારા પ્રયત્નો કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.