Abtak Media Google News

આરતી સુશોભન સ્પર્ધાની વિજેતા બહેનોને પુરસ્કારો આપીને બહુમાન કરાયું: રાત્રે લોક ડાયરો

ત્રિકોણબાગ ચોક ખાતે ત્રિકોણબાગ કા રાજાનો ૧૯મો જાજરમાન ગણપતિ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો છે. અહી પ્રસ્થાપીત થયેલ રાજા સ્વરૂપે પ્રજાને આશીર્વાદ દેતી ગજાનન ગણેશજીની મૂર્તિ સન્મૂખ આવનાર દરેક ભાવિકને સંમોહિત કરે છે. સવાર સાંજ થતી સાર્વજનીક સમૂહ આરતીમાં ભાગ લઈને સેંકડો ભાવિકો કૃતાર્થ થાય છે.

ગઈકાલે છઠ્ઠા દિવસે ત્રિકોણબાગકા રાજાના દર્શનાર્થે પધારેલા શહેરના વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહેમાન મહાનુભાવોનું આયોજન સમિતિના સભ્યોએ પુષ્પમાલા, પુષ્પગુચ્છ અને પ્રસાદ અર્પણ કરીને સ્વાગત સન્માન કર્યું હતુ.

ઈસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિત સંગીત કાર્યક્રમોથી ત્રિકોણબાગ પરીસર ગુંજી ઉઠ્યું હતુ. આજે બુધવારે રાત્રે જાણીતા લોક સાહિત્ય કારો અરવિંદ બગથરીયા ગ્રુપ અને વિશાલ વરૂ ગ્રુપનો મોજ કરાવે એવો જાજરમાન લોક ડાયરો છે.અને આવતીકાલે ગુરૂવારે રાત્રે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો ભકિતસભર કાર્યક્રમ છે.

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનાં જાજરમાન આયોજનમાં જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ તેમના સાથી મિત્રો ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, ચંદુભાઈ પાટડીયા, પ્રભાત બાલાસરા, નિલેશ ચૌહાણ, કુમારપાલ ભટ્ટી, જયપાલસિંહ જાડેજા, ઉદયસિંહ જાડેજા, ભરત મકવાણા, કશ્યપ પંડયા, નાગજી બાંભવા, રાજન દેસાણી, સહિતના ૧૦૦ ઉપરાંત કાર્યકરો સેવાઓ આપીરહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.