Abtak Media Google News

ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોંચવા બેલડીના રિમાન્ડ મેળવવા તજવીજ: રૂા.૧૦.૧૦ લાખનો મુદામાલ કબજે

દ્વારકા પંથકમાંથી ગઈકાલે પોણા સાત કિલો ચરસ ઝડપાતા ચકચાર મચી છે. જિલ્લામાં નશીલા પદાર્થ ઘુસાડવાની પેરવી સાથે બે આરોપીઓને ૧૦ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે. આ ડ્રગ્સ કૌભાંડના મુળ સુધી પહોંચવા બેલડીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોકકસ તત્વો દ્વારા નશીલા પદાર્થો ઘુસાડવાની પેરવી સાથે જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તાલુકાના શંકાશીલ વિસ્તારોમાં આ અંગે પી.આઈ જે.એમ.પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સવાણી તથા જીવાભાઈ ગોજીયાને માહિતી મળી હતી કે મીઠાપુર નજીક ગૌશાળામાં રહેતા આશાપાંભા ગગાભા હાથલ તથા દ્વારકાના રૂપેણ બંદર નજીક રહેતા અબ્બાસ ભીખાભાઈ ખેરાઈ આ બંને શખ્સો સાથે મળી માદક પદાર્થની હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી જે માહિતીના આધારે એસઓજીની ટીમ દ્વારા વ્યુહાત્મક આયોજન કરી માદક પદાર્થ ચરસ ૬ કિલો ૭૩૨ ગ્રામ તથા મોબાઈલ ફોન મળી રૂા.૧૦,૧૦,૩૦૦નો મુદામાલ કબજે કર્યો હતો તથા બંને આરોપીઓની અટકાયત કરી પુછપરછ કરી હતી.  આ અંગેની તપાસ ડીવાયએસપી ચૌધરી, પી.આઈ જે.એમ.પટેલ, શ્રદ્ધાબેન ડાંગર, મહમદભાઈ બ્લોચ, ભીખાભાઈ ગાગિયા, વિરેન્દ્રસિંહ જાડેજા, લખમણભાઈ સાવલિયા વગેરે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.