દારૂડિયાએ કોરોનાને બેફામ ગાળો દીધી…

કોરોનાએ આખા વિશ્વનું ટાઈમટેબલ વિખી નાખ્યું છે અને લોકડાઉનને બધા જ ગોરખ ધંધાને રોકી દીધા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પાન, ફાકી અને દારૂડિયાને પણ તોબા પોકારવી દિધા છે.

દારૂની ટેવ વાળા એક દારૂડિયાએ દારૂ ન મળવાથી પરેશાન થઈને કોરોનાને મન મૂકીને અનહદ ગાળો દીધી છે બિચારો એવો પરેશાન છે કે ઘરમાં બધા તેને જોઈને રાજી થાય છે કે અમે નો કરાવી શક્યા તે કોરોનાએ કરાવી દીધું.

પોતે દારૂ વિના રહી પણ ન શકે અને બહાર જાય તો પોલીસ ધોકાવી નાખે અને દારૂ વેચવાની હજુ પરમિટવાળા પણ પ્યાસા છે તો આ બિચારાના તો હાલ જ ન પૂછો, ફાકી અને તમાકુને કાળી બજારમાં ભાવ વધારેથી મળી જાય છે પરંતુ બિચારો દારૂડિયો તો ક્યાં જાય તે તેને સમજાતું નથી.

ભગવાનને દારૂની પ્રાર્થના કેમ કરી શકે ! મદિર પણ હજુ બંધ છે

હવે પછી કરવું તો શું ? એટલે કોરોનાને લીધો જપટે અને મનભરીને કોરોનાની હૈયા વરાળ ઠાલવી નાખી જે પણ બળાપો હતો તે બધો ભેગો કરીને કોરોનાને મનફાવે તેવી ગાળો દીધી, પછી થોડી પોતાના જીવને શાંતિ થય અને હવે વિચારે છે કે આત્મનિર્ભર ગુજરાત યોજનામાં ફોર્મ ભરીને એક લાખની લોન લઈ પોતે હેરાનનો થાય તેવો બંધોબસ્ત કરી લેશે.

Loading...