Abtak Media Google News

ઇનોવા કાર પર ચડી સિગારેટ સળગાવી મોટા અવાજે ગોકિરો કરતા તમાશા જોવા ટોળા થયા એકઠા

ગોંડલ રોડ પર ટ્રાફીક ફરજ બજાવતા પીએસઆઇએ જેતપુર તરફથી આવતી ઇનોવા કારને ફેન્સી નંબર પ્લેટ મામલે દંડ કરવાનું કહેતા આંબેડકટનગરના કાર ચાલકે જાહેરમાં બધડાટી બોલાવી હતી. ટ્રાફીક પીએસઆઇ સાથે ત્રણ કલાક માથાકુટ કર્યા બાદ પોતાની કાર પર ચડી સિગારેટ સળગાવી મોટા અવાજે ગોકિરો કરતા તમાશો જોવા માટે ગોંડલ ચોકડી પાસે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અંતે મહાજહમતે પોલીસે આંબેડકટનગરના  શખ્સને નીચે ઉતારી આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી શખ્સની અટકાયત કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત  વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ મુજબ ગોંડલ ચોકડી પાસે ટ્રાફીક પીએસઆઇ જી.કે. રાજયગુરુ પોતાના સ્ટાફ સાથે ફરજ પર હતા ત્યારે જેતપુર તરફથી જીજે ૦૩ ઇસી ૧ર૧૩ નંબરની ઇનોવા કારની નંબર પ્લેટ ફેન્સી હોવાથી પોલીસે આંબેડકરનગર શેરી નંબર-૪ માં રહેતા ભૂપત પીઠા કંટારીયા નામના શખ્સને રોકી નંબર પ્લટનો દંડ વસુલવા કાર્યવાહી કરી તે દરમિયાન ભૂપત કંટારીયા નામના શખ્સે ત્રણ કલાક સુધી કારમાં બેસી પોલીસ સામે રંકજક કરી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી શખ્સની અટકાયત કરી હતી.જેતપુરથી ફેન્સી નંબર પ્લેટ સાથે પોતાની પત્ની સાથે ઇનોવા કારમાં આવતો ભૂપત કંટારીયાને ટ્રાફીક પોલીસે રોકી રોકડ દંડ અને ઇ ચલણ દંડ વિશે કહેતા ઉશ્કેરાયેલા ભૂપતે પીએસઆઇ રાજયગુરુ સાથે બોલાચાલી કરી ભર ટ્રાફીકમાં પોતાની જ કાર પર ચડીને સિગારેટ સાથે મારું કોઇ કાંઇ કરી નહિ લે તેવું કહી ધમાલ મચાવવાનું શરુ કર્યુ હતું. મહા જહેમત બાદ પોલીસે શખ્સને નીચે ઉતાર્યા બાદ પોલીસને જોઇ લેવાની પણ ધમકી આપી હતી.

ધટનાની જાણ આજી ડેમ પોલીસ મથકમાં થતા જ હેડ કોન્સ્ટેબલ સવજીભાઇ બાલાસરા ઘટના સ્થળ પર પહોંચી ભૂપત કંટારીયાને ઝડપી પાડી ટ્રાફીક પીએસઆઇ જી.કે. રાજયગુરુની ફરીયાદ પરથી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આરોપી ભુપતના મોટાભાઇએ શખ્સ માનસિક બિમાર હોવાનું પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.