Abtak Media Google News

હજારો હિજરતીઓ પાણી, જમવાની કરી રહ્યા છે માંગ

મધ્ય પ્રદેશનાં સૈંધવામાં એકઠા થયેલા પરપ્રાંતીયો તોફાને ચડયા: વાહનો પર પથ્થરમારો

સમગ્ર દેશના વિવિધ રાજયોમાં અત્યારે વિસ્થાપિત મજૂરોની સમસ્યા વહિવટી તંત્ર માટે પડકારજનક બનતી જાય છે. ગૂરૂવારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ પર સેંઘવા ખાતે સેંકહો હિજરતી મજૂરોએ જમવાની અને પરિવહનની સુવિધાની માંગ કરી તોફાનો મચાવીને પથ્થરમારો શરૂ કર્યો છે.

કોરોના સંક્રમણને પગલે મહારાષ્ટ્રમાંથી હજારો લોકો ઉતરનાં રાજયો તરફ રવાના થયા છે તે મધ્યપ્રદેશના બારવાણી જિલ્લાના સેંધવામાં ભેગા થયા છે.

એક આંખે જોનાર સાહેદે આપેલી વિગતો મુજબ હિજરતીઓનું એક જુથ સરકારી તંત્ર સામે જમવાની અને પરિવહનની કોઈ વ્યવસ્થા ન કરતું હોવાના આક્ષેપ કરી કેટલાક લોકોએ ધીરજ ગુમાવીને પથ્થરમારો શરૂ કર્યો હતો. પરંતુ સદનસીબે આ ઘટના કોઈને જાનહાની થઈ ન હતી.

પુનાથી બરવાની પહોચેલા શૈલેષ ત્રિપાઠીએ જણાવ્યું હતુ કે ગર્ભવતી મહિલાઓ બુઝુગો અને નાના બાળકો સહિતના હિજરતીઓ ખોરાક, પાણી અને પરિવહનની સુવિધાના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજારો હિજરતીઓ રેવા, અનુપપુર અને મધ્યપ્રદેશના અન્ય જિલ્લાઓનાં લોકો બોર્ડર ઉપર જમવાની અને પરિવહનની સુવિધાની રાહ જોઈ રહ્યા છે.

બરવાનીનાં જિલ્લા કલેકટર અમિત જોમરે દાવો કર્યો હતો કે ૧૩૫ બસ દ્વારા વિસ્થાપિતો ને વિવિધ જિલ્લાઓમાં પોઈન્ટ ઉપર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બસોની અછતના પગલે જે લોકોને બસમાં જગ્યા મળી ન હોય તે લોકો બસને અડે પડવીને પથ્થરમારો કરવા લાગ્યા હતા.ને વધારાના વાહનની માંગણી કરી હતી.

રાજય સરકારે દાવો કર્યો હતો કે ૧૫,૦૦૦જેટલાક વિસ્થાપિતક મજૂરોને સેંધવારાથી છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્થળે પહોચાડયા હતા સૌથી વધુ વિસ્થાપિતોનું દબાણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની સરહદે સેંધવારા ખાતે ઉભુ થયું છે. ત્યાં દરરોજ ૫થી ૬ હજાર મજૂરો પહોચી રહ્યા છે.

વિસ્થાપિતોને આરોગ્ય ચકાસણી અને જમવાનું આપ્યા બાદ દેવાંશ મોકલવામા આવે છે. દેવાંશથી તેમને બસ મારફત સાગર, છતરપૂર, ગુના અને શિવપુરી જેવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે. આજ રીતો ઉતરપ્રદેશના લોકોને પણ તેમના ઘર સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડ અને બિહારના લોકો પણ ઉતર પ્રદેશની સરહદ તરફ ભાગી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિસ્થાપિતોને ભયભીત ન થવા અપીલ કરી છે. આ કપરી ઘડીમાં ગભરાવવાની જરૂર નથી. મધ્યપ્રદેશ સરકાર દરેક હિજરતીને ઘરે પહોચાડવાની જમવાની અને આરોગ્ય તપાસણીની વ્યવસ્થા અને બસોની સુવિધા આપશે જયાં સુધી દરેક વિસ્તાપિત તેમના ઘેર ન પહોચે ત્યાં સુધી આ સેવા ચાલુ રહેશે. તેમ શિવરાજસિંહ ચૌહાણે ખાત્રી આપી હતી.

અધિક મુખ્ય સચિવ આઈસીપી કેસરીએ માહિતી આપી હતી કે લગભગ ૨.૨૬ લાખ વિસ્તાપિતોને મધ્યપ્રદેશ પરત લાવવામાં આવ્યા છે. જયારે ૮૬ હજાર લોકોને ટ્રેન મારફત લવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.