અંગ્રેજીના પ્રભાવમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ ઘટયું છે !!

શૈક્ષણિક ક્ષેત્રમાં હિન્દીનું મહત્વ કેટલું ?

વિશ્વમાં ૭ હજારથી વધુ ભાષા બોલાય છે, જયારે ભારતમાં વિવિધ બોલી-ભાષા ૩૦૦થી વધારે બોલાય છે: ડો.યશવંત ગોસ્વામી

હિન્દી ફિલ્મો-ગીતો-સિરિયલોમાં મુખ્ય હિન્દી ભાષા હોવાથી આજનો યુવા વર્ગ હિન્દી ભાષા તરફ આકર્ષાયો છે: કોલેજ છાત્રા અનિશા પઠાણ

આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે છાત્રો જોડાય શકયા નથી પણ ઈન્ટરનેટ-સોશિયલ નેટવર્કના માધ્યમથી એક વીક સુધી સેલીબ્રેશન આજથી શરૂ થયું છે. અબતક ચેનલના ‘ચાય પે ચર્ચા’માં કણસાગરા કોલેજના હિન્દી ભવન અધ્યક્ષ ડો.યશવંત ગોસ્વામી અને કોલેજ છાત્રા અનિશા પઠાણ સાથે ચર્ચા યોજવામાં આવી હતી. આ ચર્ચા ચિંતન અને ચિંતા જેવી વિવિધ બાબતોની અબતક ચેનલમાં ચર્ચા કરાય હતી.

પ્રશ્ન:- ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસ કેમ ઉજવાય છે ?

જવાબ:- ૧૯૪૭માં આપણો ભારત દેશ આઝાદ થયો અને ૧૯૪૯માં ૧૪ સપ્ટેમ્બરે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે હિન્દીને આપણી મુખ્ય ભાષા તરીકે ઘોષિત કરવામાં આવી એટલે જ આપણા ભારતમાં તે દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ.

પ્રશ્ન:- હિન્દીનો ઈતિહાસ કેટલો જુનો છે ?

જવાબ:- ૧૯૦૦ની સાલથી આધુનિક હિન્દીનો ઈતિહાસ શરૂ થાય છે પણ પૌરાણીક દ્રષ્ટીએ લગભગ ૧૦૦૦ જુનો ઈતિહાસ છે.

પ્રશ્ન:- તમે એફવાયબીએ અંગ્રેજી સાથે કરી રહ્યા છો પણ હિન્દી પ્રત્યે આટલો લગાવ કેમ છે ?

જવાબ:- અંગ્રેજી માધ્યમમાં કોલેજ કરવાનો વિચાર તો પછીથી લીધો સૌપ્રથમ તો હિન્દી આપણી માતૃભાષા છે એટલે હિન્દી સાથેનો લગાવ મારો એટલો છે જેમ બાળકની તેની માતા સાથેનો હોય.

પ્રશ્ન: રાષ્ટ્રભાષા હિન્દી અને રાજભાષા હિન્દી આ બન્ને વચ્ચેનો તફાવત શું છે ?

જવાબ:- મને કહેતા બહુ દુ:ખ થાય છે કે પહેલા હિન્દીએ જન જનની ભાષા હતી અને એટલી લોકપ્રિય હતી કે આપણી આઝાદીની લડાઈ પણ આ માધ્યમથી જ લડી છે અને ૧૯૪૭માં જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ હિન્દી રાજનીતિક ષડયંત્રનો શિકાર છે. ૧૯૪૯માં હિન્દીને રાષ્ટ્રભાષા ઘોષિત કરવાનો લગભગ નિર્ણય હતો તે જ સમયે અંગ્રેજીના જે સમર્થકો હતા તેમણે હિન્દીનો વિરોધ કર્યો જેથી રાષ્ટ્રભાષા ઘોષિત ન કરી અને રાજભાષા ઘોષિત કરવી પડી.

પ્રશ્ન:- અંગ્રેજીના પ્રભાવમાં શું હિન્દી ભાષા દબાઈ ગઈ છે ?

જવાબ:- ભાષા ઉપર બીજી ભાષાનો પ્રભાવ તો હોય જ છે અને સમયાંતરે ભાષાનો પ્રવાહ પણ બદલાતા રહે છે ઘણા લોકો હિન્દીની પસંદગી કરતા આજે શૈક્ષણિક સંસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો સરકારની ઘણીબધી નીતિઓ હતી. પહેલા ૮ થી ૧૨ ધોરણ સુધી હિન્દી વિષય ભણાવવામાં આવે તો પછી ષડયંત્ર રચાયુ અને હિન્દી કાઢીને અંગ્રેજી ફરજીયાત કરવામાં આવ્યું. વિદ્યાર્થીને ઈચ્છા હોવા છતાં પણ હિન્દી વિષય ન રાખી શકે તેવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં જ છે.

પ્રશ્ન:- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘણી બધી કોલેજોમાં હિન્દી ક્ષેત્રે ઘણા કાર્યક્રમો થાય છે તે વિશે શું કહેશો ?

જવાબ:- મે જીવનમાં ત્રણ વસ્તુને સ્થાન આપ્યું છે હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાન આ ત્રણેય મારા માટે સત્યમ શિવમ સુંદરમ છે અને આ ત્રણેયનો વિકાસ થાય એજ મારો લક્ષ્ય છે. કહેવાય છે કે દેશની બધી જ ભાષાઓમાં કયાંકને કયાંક પ્રદેશ બોલે છે પણ હિન્દી જ એવી ભાષા છે જેમાં દેશ બોલે છે.

પ્રશ્ન:- ભારત સરકારની હિન્દી બાબતે કોઈ નીતિ છે ?

જવાબ:- ભારત સરકારની રાજભાષા તરીકે હિન્દી ભાષાના વિકાસ માટે અબજો રૂપિયાનો ખર્ચ કરે છે દર ચાર વર્ષે વિશ્ર્વનીતિ સંમેલનનો આયોજન થાય છે તેની સાથે ભારતનું કેન્દ્રીય હિન્દી નિર્દેશાલય દ્વારા સમગ્ર ભારતમાં હિન્દીનો ખુબ પ્રચાર થાય, હિન્દીનો સાહિત્ય રચાય, લોકોની હિન્દી પ્રત્યે રૂચી થાય તેવા કાર્યક્રમો કરવામાં આવે છે.

પ્રશ્ન: હિન્દીને કઈ બાબતથી ખતરો છે ?

જવાબ:- આપણા દેશના લોકોની માનસિકતાથી વધારે ખતરો છે વાલીઓ ભણેલા ન હોય છતા પોતાના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે તેવું નકકી કરે છે. અંગ્રેજી વિષય મુખ્ય વિષય રાખ્યો હોવા છતાં પણ પાંચ વર્ષે પાંચ વાકય અંગ્રેજીમાં બોલી શકતા નથી તો શું ફાયદો. અત્યારે સરકારે જે ત્રિભાષા સુત્ર આપ્યું છે તેને અપનાવવું જોઈએ. તમારી રાષ્ટ્રભાષા, તમારી માતૃભાષા અને વિદેશી ભાષા આ શીખવી જ જોઈએ.

પ્રશ્ન: આજના યુવાનો ચલચિત્ર, સિરિયલ જોતા હોય છે ત્યારે આ બધામાં હિન્દીને કેવું મહત્વ આપવામાં આવે છે?

જવાબ:- નાનુ બાળક પણ હિન્દી ચલચિત્ર કે હિન્દી ગીત સાંભળી હિન્દી બોલતા શીખી જાય છે. ખરેખર હિન્દી આપણા જીવનમાં અતુટ સંબંધની જેમ જોડાયેલ છે.

પ્રશ્ન:- શિક્ષણની બાબતમાં હિન્દીનું કેટલું મહત્વ છે ?

જવાબ:- મારે શરૂઆત એક એવા વાકયથી કરવી છે કે સ્ત્રી કે સર કી શોભા બઢાએ ઉસે બીંદી કહેતે હૈ, ઓર જો સારે રાષ્ટ્ર કી શોભા બઢાએ ઉસે હિન્દી કહેતે હૈ જો આપણે આપણા દેશ પ્રત્યે ગૌરવ હોય તો દરેક વ્યકિતને હિન્દી ભાષા શીખવી જ જોઈએ. જો અંગ્રેજી ન આવડે તો તે શરમની વાત નથી પણ હિન્દી ન આવડે તો શરમની વાત છે.

પ્રશ્ન:- એક અઘ્યાપક તરીકે હિન્દી વિશે કેવા કાર્ય કરી શકે અને તેનું મહત્વું શું ?

જવાબ:- વિદ્યાર્થીઓમાં આત્મવિશ્ર્વાસ લાવવો જયાં સુધી વિદ્યાર્થીઓમાં આત્મા વિશ્ર્વાસ જાગ્રત ન થાય, હિન્દી ભાષા વિશે નો ઇતિહાસ ન સમજાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને સમજ ન પડે આજે પણ મારી સાથે મારી કોલેજના વિદ્યાર્થી હિન્દીમા જ વાત કરે છે.

પ્રશ્ન:- વૈશ્વિક સ્તરે હિન્દીનુ મહત્વ કેટલું?

જવાબ:- વિશ્વની ૫ જે સમૃધ્ધ ભાષાઓ છે તેમાની હિન્દી ભાષા ૩ નંબર આવે છે. આ આપણા માટે ગૌરવની વાત છે. ૧૨ ભાગમા વિભાજીત શબ્દ સંસાર નામનો ગ્રંથ કે જેમાં હિન્દી શબ્દ સાગરમા બે કરોડ અગ્યાસ લાખ પચાર હજાર હિન્દી શબ્દોનું ભંડોળ છે. બાઇબલમાં જોઇએ તો ૫૦૦૦નું શબ્દ ભંડોળ છે પણ તેની સામે હિન્દી ભાષાનુ શબ્દ ભંડોળ જોઇએ તો સુરદાસનુ શબ્દ ભંડોળ ૮૦૦૦ શબ્દનુ અને તુલસીદાસનું ૧૮૦૦૦ શબ્દ ભંડોળ છે. વિશ્ર્વના ૫૦થી વધારે દેશોમાં ૧૨૫ યુનીવર્સીટીમા હિન્દી વિષય શીખવામાં આવે છે.

પ્રશ્ન:- તમારી વયના છાત્રોને શુ સંદેશો આપશો?

જવાબ:- આજના ટેકનીકલ લાઇફ આગળતો ખૂબ વધી રહ્યા છીએ પણ કયાંકને કયાંક આપણી રાષ્ટ્રીય ભાષા બોલવામા શરમ આવે છે. અપમાનજનક ગણાય કે જયારે આપણને આપણી હિનદી ભાષા બોલતા ન આવડે હંમેશા આપણી હિન્દી ભાષા સાથે જોડાયેલુ રહેવુ જોઇએ ભલે ટેકનીકલ રીતે આપણે ગમે તેટલા આગળ વધીએ.

પ્રશ્ન: સંવિધનની અંદર રાષ્ટ્રભાષા હિન્દીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતા તેનો પ્રયોગ કેમ ઓછો છે?

જવાબ:- આનુ સૌથી મોટુ કારણ લોકોની માનસિકા છે. આઝાદી પછી મેકોલોની શિક્ષણ પધ્ધતી આવી તેમા મેકોલોએ વાત કરી કે જેને ભારત સ્વતંત્ર હોવા છતા પણ ગુમામ બની ગયુ છે. દુનિયામા એવો એક પણ દેશ નથી કે આઝાદ થયા પછી બીજી ભાષામા પોતાના વહીવટ ચલાવતી હોય એવો એકમાત્ર દેશ હોય તો તે ભારત છે અને તે શરમની વાત છે. એટલે જ હું કહીશ કે દેશ કી આગ હે હિન્દી, દેશ કી શાન હે હિન્દી, સચ પુછીએના તો દેશ કી પહેચાન હે હિન્દી. જે દેશની કોઇ રાષ્ટ્ર ભાષા ન હોય તે દેશની કોઇ નીતી જ નથી હોતી.

પ્રશ્ન:- હિન્દી ભવનનુ કાર્ય શુ અને તેની નીચે આવતી કોલેજોમાં કેવા કાર્યક્રમો થતા હોય છે.

જવાબ:- છેલ્લા ૨૫ વર્ષથી અમારી કણસાગર કોલેજમાં ધામધૂમથી હિન્દી ઉત્સવ મનાવીએ છીએ વિદ્યાર્થીઓની અંદર ખૂબ જ ઉત્સાહ હોય છે. સતત સાત દિવસ સુધી સાંસ્કૃતિક સ્પર્ધાઓ, વ્યાખ્યાઓનો આયોજન જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓમા હિનદી પ્રત્યે જાગૃતિ આવે છે. અમારા પૂજય બાપુજી વાલજીભાઇ પટેલના આશીવાદ, કીરણભાઇ પટેલના સતત પ્રયત્નો અને અમારા પ્રીન્સિપાલના માધ્યમથી લોકડાઉનમા પણ સતત પ્રયત્નો કર્યા છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શીક્ષણ આપીએ અને ૧૪ સપ્ટેમ્બરથી સાત દિવસ ઓનલાઇન હિનદી સપ્તાહ ઉજવીએ છીએ. ભાષાએ તો હોતીએ ભાવોકો જાન ને કા ઝરીયા, હિન્દી ભાષામે સમાયા હે ભાવનાઓ કા દરીયા હિન્દી પ્રેમ, કરુણાની ભાષા છે અને આ દિવસે મળીને સંકલ્પ કરીએ કે હિન્દીને દિલથી અપનાવીશું

પ્રશ્ન:-૨૫ વખત કૈલાશ માનવસરોવર યાત્રા કરી ૩૦ વખત વિદેશ યાત્રા કરી તો ત્યાં હિન્દીની શુ સ્થિતિ હતી?

જવાબ: આપણા ભારતના લોકોને હિન્દી બોલવામા શરમ આવે છે પણ આપણા જ દેશના લોકો વિદેશમા હોય ત્યારે સૌથી પહેલો મહત્વ હિન્દીને આપે છે અને હિન્દી બોલે છે. હું ૨૫થી વધારે દેશોમાં ગયો છુ અને આ બાબતના સર્વેક્ષણો કરેલા છે ત્યારે બધા લોકો પાસેથી મને આ જ વાત મળી છે. જયારે કોઇપણ વિદેશી જયારે ભારતમા આવે ત્યારે હિન્દી શીખે છે કારણ કે તેને ખબર છે કે ભારત સાથે વેપાર કરવો હશે, લોકો સાથે મળીને રહેવુ હોય તો સૌથી પહેલા હિન્દી શીખવું પડશે.

Loading...