તબીબોએ બાળકના ફેફસામાં ફસાયેલું ટોપરૂ બહાર કાઢી નવી જીંદગી આપી

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં તબીબોની સિધ્ધિ

ફેફસુ સંકોચાઈ ગયેલા બાળકને પણ બચાવી લેતા તબીબો

બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટીકલ સર્જરીથી બાળકના ફેફસામાં ફસાયેલું ટોપરૂ બહાર કાઢી રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકને નવી જીંદગી આપી હતી. માત્ર દોઢ વર્ષનું બાળક દિવ્યરાજ સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે અતિ ગંભીર પરિસ્થિતિમાં હતુ. શ્ર્વાસ લેવામાં તકલીફ ખાંસી તેમજ ફેફસવામાંથી અવાજ આવતો હતો. ચિલ્ડ્રન વિભાગના ડોકટર દ્વારા તેમનો એકસરે કાઢવામાં આવ્યો ત્યારે માલુમ પડયુ કે ફેફસામાં ઈક છે. ત્યારબાદ તેનો સીટીસ્કેન કરતા બાળકની પરિસ્થિતિ ગંભીરતાનો ખ્યાલ આવ્યો જેમાં ડાબી બાજુનું ફેફસું સંકોચાઈ જમણા ફેફસા પર દબાણ કરતું હતુ.  ફષફસામાં રસી, મસા અને સોજો ચડી ગયેલો મુખ્ય શ્ર્વાસનળી બ્લોક થઈ ગયેલી બાળકને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેનું ઓપરેશન કરવું જરૂરી હતુ. ઓપરેશન સમયે તેનું ઓકિસજનનું લેવલ ઓછુ રહેતું હોઈ એનેસ્થેસીયા આપવામાં આવે તો બ્રેઈન ડેડ કે હૃદય બંધ પડી જવાની જિ જોખમી પરિસ્થિતિ વચ્ચે સર્જરી કરવી પડે તેમ હતી. એનેસ્થેટીક દ્વારા ઓકિસજનની માત્રા જળવાઈ રહે તે પ્રકારે સતત કાળજી રાખી અમારે બે ભાગમાં ઓપરેશન કરવું પડયું તેમ રાજકોટ સિવિલના ઈ.એન.ટી.વિભાગના ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે. ત્રણે એમ.એમ.ના દૂરબીન અને મશીન દ્વારા શ્ર્વાસનળી અંદર નાખી સતત સર્જરી કરવી પડે. પહેલા ભાગમાં સકસન કરી રસી બહાર કાઢયા ઓકિસજન લેવલ ખૂબ ઘટી જતા જમણા ફેફસામાંથી ફસાઈ ગયેલ વસ્તુ બહાર કાઢવા બ્રેક લેવો પડયો. ફેફસું સંકોચાઈ ગયેલું તેની તેમજ મસાની ટ્રીટમેન્ટ કરી. ચાર દિવસના વિરામ બાદ બીજી સર્જરી કરી ખુબ ઓછા સમયમાં કોઈપણ પ્રકારે ફેફસા અને શ્ર્વાસનળીમાં ડેમેજ ન થાય તે રીતે દૂરબીન અને ફોરસેપની મદદથી જમણા ફેફસામાં ફસાયેલા ટુકડાને બહાર કાઢ્યો ખૂબજ ધીરજ માંગી લે તેવી આ પ્રક્રિયાનિયત સમયમાં પૂરી કરી જીવના જોખમે બાળકને 17 દિવસથી ભોગવી રહેલ પીડામાંથી મૂકત કર્યો ત્યારે ડો. સેજલ સહીત સમગ્ર મેડિકલ ટીમ અને તેમના પરિવારને રાહત અને ખુશીનો અપ્રિતમ આનંદ થયો હતો. દિવ્યરાજના પિતા નીમીષ ચુડાસમાએ જણાવ્યું કે મારા દિકરાને નાળીયેરનું ટોપરૂ ગળી ગયાના 17 દિવસ બાદ દવાખાને લાવ્યા બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હતી .

Loading...