Abtak Media Google News

ગર્ભાશયની અતિ ગંભીર બિમારીનું સફળ ઓપરેશન કરી માઁ-બાળકના જીવન બચાવતી પાયલ મેટરનીટી હોસ્પિટલ

તબીબને પૃથ્વી પરના ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. આ બાબત ઘણીવાર સાચી ઠરતી હોય છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની પાયલ મેટરનીટી હોમ ખાતે ગર્ભાશયની અતિ ગંભીર બીમારીથી પીડાતી દર્દીનું સફળ ઓપરેશન કરી માતા અને બાળક બન્નેનો સ્વસ્થ બચાવ કરી લેવામાં આવ્યો છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતની અનેકવિધ હોસ્પિટલોએ જે બીમારીમાં હાથ ઉંચા કરી દીધા હતા તે બીમારીમાં પણ પાયલ મેટરનીટી હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન પાર પાડી ખરા અર્થમાં પૃથ્વી પરના ભગવાનની ભૂમિકા ભજવી છે.

ગુરૂ ભાવેશબાપુએ કહ્યાનુસાર ભક્તિ સાથે ટ્રીટમેન્ટ પણ ચાલુ રાખી, હવે માતા-બાળકની તબિયત સારી: બાલકૃષ્ણ વ્યાસ

Vlcsnap 2020 10 27 14H03M31S021

બાલકૃષ્ણ વ્યાસે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારા ધર્મ પત્ની રાધિકાબહેનની પ્રથમ પ્રસૃતિ પાયલ હોસ્પિટલમાં કરાવી હતી ખૂબજ સારી રીતે તેઓનો અનુભવ છે. ત્યારબાદ બીજીવાર પ્રસૃતિ માટે પણ અમો પાયલ હોસ્પિટલમાં આવ્યા હતા. શરૂઆતમાં તમામ ચેકઅપ અને સોનોગ્રાફી બાદ ખબર પડી કે દર્દીની હાલત ખૂબજ ગંભીર છે. બીજી અનેક હોસ્પિટલ અને અન્ય સારા ડોકટરોએ પણ એ જ જણાવ્યું કે આ કેસ ખૂબ અઘરો છે. ત્યારબાદ મે મારા ગૂરૂ ભાવેશબાપૂને વાત કરી તેમને જણાવ્યું કે કોઈ કામ ન કરે ત્યાં ભકિત કામ કરે. ત્યારે ગૂરૂ મહારાજે કીધું કે ડોકટરની ટ્રીટમેન્ટ શરૂ જ રાખો અને અત્યારે મારી ધર્મપત્ની અને બાળક બંનેની તબિયત સારી છે. ઉપરાંત પાયલ મેટરનીટી હોસ્પિટલમાં તમામ ડોકટર અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.

નિષ્ણાંત તબીબોની ટીમ અને અદ્યતન સાધનોના કારણે ઓપરેશન સફળ થયું: ડો. પ્રતિક્ષા દેસાઇ

Vlcsnap 2020 10 27 14H03M06S711

ડો. પ્રતિક્ષા દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ખાસ આજે એક એવા કેસની વિગત આપુ છું કે અમારી પાયલ મેટરનીટી હોસ્પિટલમાં એક સફલ ડીફીકલ્ટ ડીલીવરીનો કેસ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો જેને અમારી ભાષામાં વાત કરીએ તો, પ્લેસનટા એકીટા રોગ કહે છે. જેમાં ગર્ભાશયની અંદર બાળકને પોષણ આપવા માટે પ્લેસનટા બનતી હોય તેના મૂળ ગર્ભાશયમાં ઉંડા નથી હોતા પણ ગર્ભાશયથી અડીને ઉભા હોય છે. તેની સહેલાઈથી પ્રસૃતિ થઈ શકે પરંતુ રાધિકા બહેનના કેસમાં ગર્ભાશયની સાથેની મેલી ચોટેલી હતી તેનાં મૂળ ખૂબજ ઉંડા સુધી પહોચી ગયા હતા અને તે મેલી પેશાબની કોથળી સુધી પહોચી ગઈ હતી. આવા કેસમાં જયારે પ્રસૃત્તિ થઈ જાય ત્યારે મેલીને ગર્ભાશયમાંથી કાઢવી ખૂબજ મુશ્કેલ હોય છે. જો કે તેને અમે સફળતાપૂર્વક પાર પાડયું છે. મને ગર્વ છે કે પાયલ મેટરનીટી હોમમાં ચાર ડોકટરની ટીમ છે. અમારી સાથે એકસ્પર્ટ ગાયનેક અમીત અકબરી અને ફીતલ મેડીસીન એકસ્પર્ટસના ઉચ્ચત નોલેજ પ્રાપ્ત કરનાર પલ્લવી અકબરી પણ જોડાયેલા છે. ઉપરાંત ખૂબજ નિષ્ણાંત અને અનુભવી ડો. સંજય દેસાઈ પણ અમારી ટીમમાં છે. ખાસ તો ઓપરેશન થીએટર આઈસીયુ બેઈઝ છે. તમામ સાધનોથી સજજ છે. ઉપરાંત ડો.શિલ્પેન ગોંડલીયા જે ક્રીટીકલ ટ્રીટમેન્ટમાં મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ કેસ એવો છે કે જેમાં બાળકનું જોખમ નથી હોતું પરંતુ ર્માંનું જોખમ વધુ હોય છે. કેમકે મેલીને ગર્ભાશયમાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ તો સખત લોહીનું પ્રવાહ વધે તો વધુ લોહી વહે તો માતાને જોખમ વધુ રહે છે. પૂરતી તૈયારી સાથે આ ઓપરેશન અમોએ સફળ રીતે પાર પાડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.